Gujarat

જ્યારે ચૂંટણી આવે છે ત્યારે હું સોફ્ટ ટાર્ગેટ બનું છું, એ વડોદરા જાણે છે

વડોદરા : વડોદરા શહેરના છાણી વિસ્તારમાં નિર્જન વિસ્તારમાં પાલિકાએ 70 લાખનો રોડ બનાવતા વિવાદ વધુ વકર્યો છે. કોંગ્રેસે મેયરને રજૂઆત કરીને વિજિલન્સ તપાસની માગ પણ કરી છે. હાલમાં વિવાદિત વુડાના સિનિયર ટીપીઓ અને જે તે સમયે કોર્પોરેશનમાં ટીપીઓના ચાર્જમાં મહેશ સોલંકીએ ટીપી 49 ડ્રાફ્ટ ટીપીની પ્લોટની ફાળવણી કરી હતી. પરાક્રમસિંહ જાડેજા રોડ માટે સૂચના આપ્યા હોવાની કબુલાત કરી હતી. જોકે શહેરના વિકાસ માટે રોડ બનાવ્યો છે. બજેટમાં પાલિકા પ્લોટ વેચીને રૂપિયાની આવક કરશે. આ રોડ પર પાલિકાનો એક લાખ સ્ક્વેર ફીટની પ્લોટ આવેલો છે. તેની આશરે કિંમત ૩૦ કરોડથી વધુ છે જેથી પ્લોટ પાલિકાને ફાયદો થવાનો છે. પરાક્રમસિંહે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણી આવતી હોવાને લઈને મને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે.

આગામી વિધાનસભાની ચૂંટણી આવનાર હોય ત્યારે રાજકારણ ગરમાતુ હોય છે અને ચૂંટણીના દાવેદારને પાડવા માટે કાવાદાવાઓ કરા હોય છે. ભાજપ ની જૂથ બંધી સામે આવી હતી અને રોડ કૌભાંડ નો મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો છે. વોર્ડ નંબર3 ના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય પરાક્રમસિંહ જાડેજા સયાજીગંજ વિધાનસભાના પ્રબળ દાવેદાર છે. ત્યારે છાણી વિસ્તારમાં નિર્જન વિસ્તારમાં પાલિકાએ 70 લાખનો રોડ બનાવતા ત્યાં પરાક્રમસિંહ જાડેજાએ પ્લોટ આવેલો છે તેની પોલ કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડ, હરેશ પટેલ અને પુષ્પા વાઘેલાએ વિરોધ કરતા વિવાદ શરૂ થયો હતો. પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાતોરાત રોડનું કામ થયું નથી. 3 મહિનાથી કામ ચાલતું હતું. ગત વર્ષના વધેલા ભંડોળમાંથી આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તમામ કાયદેસરની કાર્યવાહી રોડ નિર્માણના કામમાં કરવામાં આવી છે. તમામ લોકો આ કાર્યવાહીથી અવગત હતા. જે પ્લોટમાં મારા નામેં બોલવામાં રહ્યો છે એક પ્લોટમાં બે નામ ની એન્ટ્રી હોય નહીં, રોડ બનાવવા માટે સૂચના આપી હતી. આ રોડ બનાવવાનો પાછળ પાલિકાને સૌથી મોટો ફાયદો થવાનો છે .આ રોડ ની આગળ પાલિકાનો એક લાખ સ્કવેર ફૂટ નો પ્લોટ આવેલો છે.

અગાઉ ટીપીઓ મહેશ સોલંકી પર 100થી 150 કરોડના આક્ષેપને લઈને હોબાળો મચ્યો હતો
2013માં કોર્પોરેશનમાં છાણી ગામનો સમાવેશ કરી દેવામાં આવ્યો હતો. 2015માં હાલમાં વુડામાં સિનિયર ટીપીઓ તરીકે મહેશ સોલંકી અને જે તે સમયે પાલિકાએ સ્પેશિયલ ટીપીઓ તરીકે મહેશ સોલંકી વધારાના ચાર્જ ની કામગીરી સોંપાઈ હતી. જેમાં નવ મહિના અને ત્રણ મહિના એક્સ્ટનશન કરીને પાલિકામાં ટીપીઓ નો એક્સ્ટ્રા ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે જેતે સમયે ટીપીઓ મહેશ સોલંકી પર 100 થી 150 કરોડનો આક્ષેપ ને લઈને હોબાળો મચ્યો હતો. મ્યુનિ કમિશનર શાલીની અગ્રવાલે વિજિલન્સ ની તપાસ 70 લાખના રોડ પૂરતી મર્યાદિત નહીં પરંતુ ડ્રાફ્ટ ટીપીમાં ફાઇનલ પ્લોટની ખોટી રીતે ફાળવણી થઈ છૅ,  હાલમાં વુડામાં સિનિયર ટીપીઓ અને જે સમયે કોર્પોરેશન સ્પેશ્યલ ટીપીઓ તરીકે નિમણૂક કરી એવા મહેશ સોલંકી સામે પણ તપાસ આવી જોઈએ.

Most Popular

To Top