Charchapatra

ગોબર -ગેસના ચૂલા યાદ આવે  છે

આજકાલ ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. તેના કારણે ગેસ સિલિન્ડર અને ઇંધણના ભાવ વધી રહ્યા છે, જેના કારણે ગૃહિણીઓમાં ચિંતા વધી છે.આ પરિસ્થિતિમાં આપણે 1970–80ના સમયને યાદ કરીએ તો તે સમયે ગામડાઓમાં ખેડૂતો પશુપાલન પણ કરતા હતા. ગાય-ભેંસના છાણનો ઉપયોગ કરીને ગોબર ગેસ પ્લાન્ટ બનાવવામાં આવતા હતા. સરકાર દ્વારા ગોબર ગેસ યોજના અમલમાં મૂકી હતી અને તેમાં સબસિડી પણ આપવામાં આવતી હતી.

ગામડાઓમાં ઘરઘરે ગોબર ગેસ પ્લાન્ટ હતા, જેમાં છાણને પ્લાન્ટમાં ભેગું કરીને ગેસ ઉત્પન્ન થતો હતો. આ ગેસનો ઉપયોગ રસોઈ અને લાઇટ માટે થતો હતો. આ ગેસ ઓછા દબાણમાં પણ સારી રીતે કામ કરતો અને સસ્તો તથા પર્યાવરણમૈત્રી હતો. પરંતુ સમય બદલાતાં લોકો એલપીજી ગેસ સિલિન્ડર તરફ વળ્યા. હવે કૃત્રિમ તંગી અને વધતા ભાવને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ગામડાઓમાં હવે ગાય-ભેંસ અને પશુપાલન પણ ઓછું થઈ ગયું છે. આ પરિસ્થિતિમાં ફરીથી ગોબર ગેસ જેવા વિકલ્પો તરફ ધ્યાન આપવાની જરૂર છે, જેથી ખર્ચ ઓછો થાય અને સ્વાવલંબન વધે. ત્યારે કહેવું પડે “ જાને કહા ગયે વો દિન.
તરસાડા – પ્રવિણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top