આદિવાસી પછાત વર્ગના જાતિ સમૂહના વિસ્તારમાં મહદ્ અંશે ક્ષત્રિય શૂરા ભાથીજી મહારાજને માનનારો, તેની ભક્તિ કરનારો સમાજ અધિક છે. દક્ષિણ ગુજરાતનાં માંડવી, માંગરોળ, વ્યારા, ઉમરપાડા, સોનગઢ, વ્યારા, ડોલવણ, ઉચ્છલ, નિઝર, સાગબારા, ડેડિયાપાડા, નેત્રંગ, ઝઘડિયા, વાલિયા તાલુકાઓમાં મહદ્દ અંશે સદર સંપ્રદાયનાં અધિક ભકતો આસ્થા-વિશ્વાસથી બાપાની ભક્તિ કરે છે.
મહારાષ્ટ્રના ધડગાંવ, ખાપર, અક્કલકુવા, શહાદા, નંદુરબાર, સાદ્રી, અમળનેર, ધુલિયા અને એમ.પી.ના એકાદ બે તાલુકાઓમાં પણ સંપ્રદાયના શિષ્યો-ભકતો છે. પરંપરા મુજબ આસો નવરાત્રિના છેલ્લા દિવસે, પરમ સદ્દગુરુના સાન્નિધ્યે રાત્રે લીમડાના પાનનો રસ –રાસાયણ કે દ્રવ્યો નથી. બીજાં બધાં આલ્કોહોલિક પીણાંનો નશો તો થોડા સમયમાં જ ઊતરી જાય. પરંતુ સદ્દગુરુના સાન્નિધ્યમાં પંચશીલ સિદ્ધાંતોનો સ્વીકાર કરી, વચન-વિવેકને સાબદાં કરી જીવનપર્યંત અડગ રહી, કામ,ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર જેવા ભક્તિમાં બાધારૂપ આવેગોને ઠારવાના છે અને જીવનને ધન્ય બનાવવાનું છે ભાઈ!
કાકડવા, ઉમરપાડા – કનોજ મહારાજ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.