ગાંધીનગર, મહેસાણા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ આજે મહેસાણા(Mehsana)માં કરોડોના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યા હતા વડાપ્રધાન મોદીએ આજે મહેસાણા ખાતે 3900 કરોડના વિકાસ પ્રોજેકટસના લોકાર્પણ તથા શિલાન્યાસ કર્યો હતો. મહેસાણાના દેલવાડા ખાતે વિશાળ જનરેલીને સંબોધન કરતાં પીએમ મોદીએ કહયું હતું કે નરેન્દ્ર – ભૂપેન્દ્રની ડબલ એન્જીનની સરકારે હવે ગુજરાતમાં વિકાસની ગતિ તેજ બનાવી છે. છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં અણે વિકાસને આગળ વધાર્યો છે. વિકાસ આગળ વધારવા માટે મને તેમજ અમારી ટીમને ફરીથી ખોબલે ખોબલે આશીર્વાદ આપો તેમ કહયું હતું. દેલવાડા ખાતે પીએમ મોદીએ કહયું હતું કે મહેણાવાસીઓને મારા રામ રામ .. ગયા બે દશકામાં તમે લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે ગુજરાત હિન્દુસ્તાનમાં પ્રમુખ રાજ્યોમાં સ્થાન પામ્યું છે. આ પ્રસંગે હું ગુજરાતીઓનો માથું નમાવીને આદર કરું છું. તમારા પુરુષાર્થને કારણે નવો ઇતિહાસ રચાયો છે. અમારી સરકાર સૌનો સાથ , સૌનો વિકાસ અને સૌના પ્રયાસથી વિકાસને આગળ વધારી રહી છે.મોદીએ કહ્યું હતું કે, આજે મોઢેરા માટે મહેસાણા માટે અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઊર્જાનો સંચાર થયો છે. વીજળી પાણીથી લઇ રોડ, રેલવે સુધી અને ડેરીના માધ્યમથી વિકાસ અને આરોગ્યથી અનેક યોજનાઓનું આજે લોકર્પણ અને શિલાન્યાસ થયું છે. વડાપ્રધાને જણાવ્યુ હતું કે આજે આપણે ભગવાન સુર્યના ધામ મોઢેરામાં છીએ. તેમજ આજે શરદ પૂર્ણિમા છીએ. તેમજ આજે ઋષિ વાલ્મીકિની જયંતી પણ છે. એટલે કે આજે આ ત્રણનો ત્રિવેણી સંગમ છે. હું તમામને શરદ પૂર્ણિમા અને વાલ્મીકિ જયંતીની શુભેચ્છા પાઠવું છે.
- ગુજરાતીઓએ મારી જ્ઞાતિ જોયા વિના મને સતત જીતાડ્યો: મોદી
- બે દાયકાથી આશીર્વાદ આપ્યા, આગામી દિવસોમાં પણ આવો જ પ્રેમ વરસાવતા રહેવા ગુજરાતીઓને અપીલ
- વડાપ્રધાને મહેસાણામાં ૩૯૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘અમે વીજળીનું આખું ચક્ર જ બદલી નાંખ્યું છે. અગાઉ હોર્સ પાવર માટે આંદોલન કરવા પડતા હતા અને હવે વધારાની વીજળી સરકાર ખરીદશે. તમારે જરૂર હોય તેટલી વીજળી વાપરો અને બાકીની વીજળી સરકારને વેચી દો. લોકોને મફત વીજળીની સાથે રૂપિયા પણ મળશે.’મોદીએ કહયું હતું કે ‘આજે ગુજરાતમાં વિકાસ દેખાય રહ્યો છે. અમેરિકામાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીમાં લોકો જાય છે તેના કરતાં વધારે લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ સરદાર સાહેબના ચરણોમાં વંદન કરવા માટે આવે છે. આ નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકાર આવી એટલે જ વિકાસની ગતિ વધી ગઈ છે.’
સોલાર પાઈપ લાઈને સંહર ચિત્ર બદલી નાખ્યું: પી.એમ મોદી
પી.એમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સોલર વિલેજ બનવાથી લોકોને વીજળીના બિલથી છૂટકારો મળશે. પહેલા હોર્સ પાવર માટે આંદોલનો કરવા પડતા હતા તેમાં હવે સોલાર પાઈપ લાઈન નાખી દેતા સમગ્ર ચિત્ર બદલી નાંખ્યુ છે. સરકાર લાખો સોલાર પંપ વિસ્તરીત કરી રહી છે. ખેડૂતોની જરૂરત પ્રમાણે સૌર ઊર્જાથી ચાલતા પંપ બનાવીએ. જ્યારે પણ દુનિયામાં સોલાર એનર્જીની વાત થશે, ત્યારે સહુના મુખે મોઢેરા પહેલુ નામ હશે. કારણે કે મોઢેરા સોલાર પાવર વિલેજ બનનાર સૌપ્રથમ ગામ છે. 21મી સદીના આત્મનિર્ભર ભારત માટે આપણે આપણી ઊર્જાને જરૂરત સાથે જોડાય તેવા જ પ્રયાસ કરવાના છે.