વયસ્ક નાગરિકોની આવી ફરિયાદ વારંવાર સાંભળવા મળે. અલબત્ત અટપટા અઘરાં લાગતાં વિષયો વિદ્યાર્થીઓને પણ સતાવે. યૌવન, પ્રોઢાવસ્થાબાદ આવતું ઘડપણ આ બાબતે વધુ શિકાર બને. ઘરમાં પણ કેટલીકવાર આ રૂમમાંથી બીજા રૂમમાં કેમ આવ્યો? ભૂલી જવાય. પરંતુ 80થી 90ના દાયકામાં વિહરતા વયસ્કોની સ્મૃતિભંગ ક્યારેક દૂર પણ થઈ જાય. જો આપણે આપણાં મગજને નિષ્ક્રિય-બેકાર રહેવા ન દઈએ તો રાહત મળે.
અર્થોપાદન પ્રવૃત્તી લગ્ન, બાળકોની જવાબદારી પ્રોઢ અને વૃદ્ધાવસ્થા જીવનનું ઘટનાચક્ર છે. શરીરના અવયવો જઠર, હૃદય, શ્વસનતંત્ર પાછલી ઉંમરે ઘસારો અનુભવે એ સ્વભાવિક છે. આપણાં અવયવો તો માતાના ગર્ભમાંથી જ કાર્યરત બને. પાછલી ઉમ્મરે ઘરમાં બબડાટ માનસિક વ્યગ્રતા, ઉભરારૂપે નીકળે. આ લખનાર 90ના દાયકામાં છે. મગજના કોષોનો ઘસારો વિસ્મૃતિ માટે જવાબદાર વળી આ ઘસારો નહિ પૂરી શકાય એવો. અમેરિકન ભૂતપૂર્વ પ્રમુખ રેગનને અલ્ઝાઈમર થયેલો. ઘરને બદલે વર બોલાઈ જાય!
ન્યુરોલોજીકલ ડીસઓર્ડર કોઓર્ડનેશનમાં વિક્ષેપ નાખે. અને કંઈ યાદ નથી રહેતુ એવી વિસ્મૃતિ અનુભવાય. ઘરમાં બધાં મને પજવે છે એવી લાગણી ઉદભવે. કેટલીક દવાઓ હંગામી રાહત આપે. કાયમી ઉપાય એ નથી. સામાન્ય સંજોગોમાં મગજને હંમેશ સક્રિય રાખો, વાંચો, કોયડા ઉકેલો યોગ્ય સમયે યોગ્ય પધ્ધતી સવેળા અજમાવો. ડોક્ટરની સલાહ તો અનિવાર્ય. હળવી મગજની કસરતો ભવિષ્ય ઉજાળશે. નદીનું પસાર થઈ ગયેલ પાણી માણસનું યૌવન અને સરી ગયેલ સમય અનેક પ્રયત્નો કરવા છતાં પુન: મેળવવાની શક્યતા નથી. જ્યોર્જ બર્નાડ શો લખે છે ‘‘તકની મોટામાં મોટી મુશ્કેલી એ આવે તેનાં કરતા જતી રહે પછી મોટી લાગે.’’
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.