નવી દિલ્હી: લોકસભા (LokSabha) બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) રાજ્યસભામાં (RajyaSabha) કોંગ્રેસ (Congress) ઉપર આકરા પ્રહારો કર્યા હતા. રાષ્ટ્રપતિના (President) ભાષણ બાબતે આભાર પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) બુધવારે રાજ્યસભામાં (RajyaSabha) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ફરી એકવાર દેશના પ્રથમ વડાપ્રધાન નેહરુનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ આ વખતે નેહરુનો ઉલ્લેખ અનામતના સંદર્ભમાં થયો હતો.
રાજ્યસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક વખત નહેરુજીએ પત્ર લખ્યો હતો અને આ તે સમયે દેશના મુખ્યમંત્રીઓને લખેલો પત્ર છે. હું તેનો અનુવાદ વાંચી રહ્યો છું. આ પત્રનો અનુવાદ વાંચતી વખતે મોદીએ કહ્યુ હતું કે, ‘મને કોઈ અનામત પસંદ નથી અને ખાસ કરીને નોકરીઓમાં અનામત મને પસંદ નથી. હું એવા કોઈપણ પગલાની વિરુદ્ધ છું જે બિનકાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે. તેમજ બીજા દરના ધોરણો તરફ દોરી જાય. પંડિત નેહરુએ મુખ્ય મંત્રીઓને લખેલો આ પત્ર છે.
પીએમ મોદીએ પત્ર વાંચ્યા બાદ વધુમાં કહ્યું કે તેથી જ હું કહું છું કે તેઓ જન્મજાત આરક્ષણની વિરુદ્ધ છે. નેહરુ કહેતા હતા કે જો એસસી-એસટી-ઓબીસીને નોકરીમાં અનામત મળશે તો સરકારી કામનું ધોરણ નીચે આવશે. જે લોકો આજે આંકડાઓ ગણાવે છે તેઓનું મૂળ અહીં અનામતમાં છે. તે સમયે જો આ લોકોને અટકાવ્યા હોત તો તે લોકો આજે આવા પ્રશ્નો ન પુછતા હોત. તેમજ જો તે સમયે સરકારમાં પણ ભર્તી બહાર પાડી હોત તો તેઓ હમણઅ પ્રમોશન મુળવીને અહીં સુધી પહોંચવા મહેનત કરતા હોત.
જણાવી દઈએ કે અહીં પીએમ મોદીએ નેહરુ દ્વારા 27 જૂન 1961ના રોજ દેશના મુખ્યમંત્રીઓને લખેલા પત્રનો ઉલ્લેખ કર્યો હતો. આ પત્રમાં નેહરુએ જાતિના આધારે નોકરીઓમાં અનામતની વકાલત કરતાં પછાત જૂથોને સારું શિક્ષણ આપીને સશક્ત બનાવવા પર ભાર મૂક્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં પીએમ મોદીએ બીજી વખત નેહરુ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.
‘કોંગ્રેસના મોઢે સામાજિક ન્યાયની વાત સારી નથી લાગતી’
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ઓબીસીને પૂર્ણ આરક્ષણ આપ્યું નથી, તેથી તેમને સામાજિક ન્યાયનું જ્ઞાન ન આપવું જોઈએ. મોદીએ કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ઓબીસીને સંપૂર્ણ અનામત નથી આપી અને સામાન્ય વર્ગના ગરીબોને ક્યારેય અનામત આપી નથી. તેમણે ક્યારેય બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન માટે લાયક ગણ્યા નથી. હવે આ લોકો સામાજિક ન્યાયનો પાઠ ભણાવી રહ્યા છે. જેમની પાસે નેતાઓ તરીકે કોઈ ગેરંટી નથી તેઓ મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવી રહ્યા છે.