દક્ષિણ આફ્રિકાના સ્વતંત્રતા સેનાની નેલ્સન મંડેલા વર્ષો સુધી કારાવાસમાં રહ્યા અને કારાવાસમાંથી છૂટ્યા બાદ તેઓ દેશના રાષ્ટ્રપતિ બન્યા.રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે દેશનો કારભાર સંભાળ્યો અને સમાનતા પર ભાર મૂક્યો. એક દિવસ તેમણે દેશના નાના મોટા અધિકારીઓની એક મીટીંગ બોલાવી.બધા અધિકારીઓ આવ્યા.નેલ્સન મંડેલાએ કામની વાતો કરી અને પછી કહ્યું, ‘હવે ભોજન કરી લઈએ પછી તમારા વિચારો જણાવજો.’
ભોજન કક્ષમાં બધા ભોજન માટે ગયા, એક અધિકારીનો ચહેરો સફેદ થઈ ગયો હતો.તે બધાની પાછળ છુપાઈ રહ્યો હતો અને ધ્રૂજી પણ રહ્યો હતો.નેલ્સન મંડેલાએ તેની તરફ જોયું પણ જાણે ધ્યાન ન હોય તેમ નજર ફેરવી લીધી.નેલ્સન મંડેલાના આસિસ્ટન્ટ પેલા ધ્રૂજતા અધિકારી પાસે ગયા અને પૂછ્યું, ‘આપની તબિયત ઠીક લાગતી નથી? આપની શું મદદ કરી શકું?’ પેલા અધિકારીએ કહ્યું, ‘મને ઘરે જવું છે અને તેની પહેલા રાષ્ટ્રપતિને એકલામાં મળવું છે.’
આસિસ્ટન્ટ મંડેલા પાસે ગયા અને બધી વાત કરી.નેલ્સન મંડેલાએ મળવાની હા પાડી.આસિસ્ટન્ટ પેલા ધ્રૂજતા અધિકારીને લઈને આવ્યા.રાષ્ટ્રપતિએ કહ્યું, ‘તમે આમને ઘરે મોકલવાની વ્યવસ્થા કરો.’ અને પછી પેલા અધિકારી તરફ જોયું. હજી તેઓ કંઈ બોલે તે પહેલાં પેલો અધિકારી તેમના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો, ‘સર, મને માફ કરો…મને નોકરીમાંથી કાઢી નહિ મૂકતા…મને સજા નહિ કરતાં!! મેં જે કર્યું તે મારી જીવનની મોટી ભૂલ હતી.’
નેલ્સન મંડેલા હસ્યા અને બોલ્યા, ‘વાંધો નહિ, તમે તમારું કામ કરતા હતા અને હું મારી લડત લડતો હતો.અત્યારે પણ મારું કામ દેશની પ્રગતિ માટે કામ કરવાનું છે.તમે પણ દેશની પ્રગતિ માટે કામ કરજો.હું રાષ્ટ્રપતિ છું પણ દેશની સેવા માટે કોઈને સજા કરવા માટે નહિ.’ દરવાજા પાસે ઊભેલા આસીસ્ટન્ટે આ બધું જોયું અને સાંભળ્યું.અધિકારીના ગયા બાદ તેમણે મંડેલા સામે જોયું અને પૂછયું, ‘સર,આ અધિકારી કેમ માફી માંગતા હતા તેમની શું ભૂલ થઇ હતી.’
રાષ્ટ્રપતિ મંડેલા બોલ્યા, ‘હું જ્યારે સ્વતંત્રતાની લડત વખતે જેલમાં હતો ત્યારે આ અધિકારી મારી જેલમાં જેલર હતા અને તેમણે મારી પર અનેક જુલમ કર્યા હતા.મને ઘણો પરેશાન કર્યો હતો એટલે આજે તેઓ ડરી રહ્યા હતા કે હું તેમને નોકરીમાંથી કાઢી મૂકીશ અને સજા કરીશ.’ આસિસ્ટન્ટે કહ્યું, ‘સર, તમારે સજા કરવી જ જોઈએ, શું કામ જવા દીધા?’ રાષ્ટ્રપતિ બોલ્યા, ‘હું એવું ન કરી શકું; હું દેશનો રાષ્ટ્રપતિ કોઈને સજા કરવા નહિ પણ દેશસેવા માટે બન્યો છું અને મારા દેશના નાગરિક બધા જ મારા માટે એક સમાન છે.’ આસીસ્ટન્ટે રાષ્ટ્રપતિ મંડેલાની મહાનતાને મનોમન નમન કર્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.