Business

સુનિધિ ચૌહાણ છું… પણ ગાયક નથી

લોકપ્રિય ટેલિવિઝન શો ‘વિઘ્નહર્તા ગણેશ’માં દેવસેના તરીકે જોવા મળેલી અને વિદ્રોહી’માં તેના પાત્ર માટે સારો પ્રતિસાદ મેળવનાર રાજપૂતની બેટી સુનિધિ ચૌહાણ ટીવી શો ‘લવપંતી’માં રંજનાનું મુખ્ય પાત્ર ભજવી રહી છે. તમને જણાવી દઈએ કે સુનિધિએ ઘણા લોકોને તેના નામ માટે મૂંઝવણમાં મૂકી દીધા હતા કારણ કે તેનું નામ ગાયક સુનિધિ ચૌહાણ સાથે બરાબર મેળ ખાય છે.  જ્યારે અમે તેમની સાથે ઇન્ટરવ્યૂ  દરમિયાન વાતચીત કરી, ત્યારે તેમણે તેમના સંઘર્ષ, તેમના પરિવાર અને તેમની સફર વિશે કેટલીક રસપ્રદ વાતો શેર કરી.

ગણેશ શોમાં તમારું પાત્ર પ્રશંસનીય હતું અને હવે તમે લવપંતિમાં રંજનાનું પાત્ર ભજવી રહ્યા છો.કેવું લાગી રહ્યું છે?
સુનિધિ ચૌહાણ: ખૂબ જ સારી ફિલિંગ થાય છે કારણ કે બંને પાત્રો ખૂબ જ અલગ છે, તે એક માયોકોલોજિકલ શો હતો જેમાં દેવીની ભૂમિકા ભજવી હતી અને તેમાં શ્રેષ્ઠ પાત્ર ભજવ્યું હતું અને તેથી મને બંને પાત્રોમાં કંઈક અલગ કરવાની સારી તક મળી છે.
ટેલિવિઝનમાં હંમેશાથી રિપ્લેસ કરવાનો ટ્રેન્ડ રહ્યો છે,તમે પણ લવપંતી માટે તૃપ્તિ શર્માને રિપ્લેસ કરી,બીજી એક્ટ્રેસને રિપ્લેસ કરવું કેટલું મુશ્કેલ છે?
સુનિધિ ચૌહાણ:  તે ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે દર્શકો, ચેનલ અને યુનિટમાં જે લોકો છે તેના માટે એક બેન્ચ માર્ક્સ બની જાય કે હા! રંજના આવી જ હતી અને તે આવો રોલ પ્લે કરતી હતી કારણ કે તે અન્ય કલાકાર દ્વારા ભજવવામાં નહોતું આવ્યું, અને તેમને પહેલા જ તેમના વિશે ખબર હોય,તેથી થોડું મુશ્કેલ હતું  પરંતુ મારા માટે સૌથી સારી વાત એ હતી કે અગાઉની રંજનાએ ઘણા એપિસોડ કર્યા નહોતા, અને તેમને આ શો છોડવો પડ્યો કારણ કે તેની તબિયત કારણોસર ખરાબ થઈ ગઈ હતી.

ઘણા લોકો તમારા નામને લઈ મૂંઝવણમાં છે કારણ કે તમારું નામ ગાયક સુનિધિ ચૌહાણ સાથે મળતું આવે છે?
સુનિધિ ચૌહાણ: હા, મારું નામ અને સુનિધિ દીદીનું નામ બરાબર એક સરખું છે, સ્પેલિંગ પણ એક જ છે અને જ્યારે મેં આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે લોકો મને ઓળખવા લાગ્યા, પરંતુ ક્યારેક માસ મીડિયાને જણાવવું બહુ મુશ્કેલ થઈ જાય છે મને પૂછવા માટે ઘણા ફોન આવતા હતા.
શું તમે ફ્રી છો?  તમારા મેનેજરનો નંબર આપો?
સુનિધિ ચૌહાણ: અમારે એક ઇવેન્ટ માટે વાત કરવી છે, ત્યાં સુધી લોકો મને ગાયક જ માનતા હતા, અને એવું એટલા માટે થાય છે કારણ કે ઘણા લોકો પાસે તમારો નંબર હોય છે પરંતુ તમને ખબર નથી હોતી, લોકો મારો નંબર સુનિધી ચૌહાણ સમજીને ફોરવર્ડ કરતા હતા મને આ નામ માટે ઘણી સમસ્યાઓ ઉભી થઈ હતી, પછી મેં મારા નામનો સ્પેલીંગ બદલ્યો અને ધીમે ધીમે મને તેનો લાભ મળી રહ્યો છે, મને મારા કામ માટે ફોન આવે છે અને તેમને તેમના કામ માટે!

સુનિધિ ચૌહાણ નામ  રાખવા પાછળનું કારણ શું છે?
સુનિધિ ચૌહાણ: મારા માતા-પિતા સુનિધિ ચૌહાણના મોટા પ્રશંસક છે, તેથી તેઓએ મારું નામ સુનિધિ ચૌહાણ રાખ્યું હતું, પરંતુ મારા માતા-પિતાએ તે સમયે વિચાર્યું ન હતું કે મારી પુત્રી પણ મોટી થઈને આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરશે, જો કે માતા-પિતામાંથી કોઈને ખબર નથી હોતી પોતાની પુત્રી  ફ્યુચરમાં શુ કરશે!
ભેદભાવ અને જાતિવાદ જેવા ટીવી શો ખૂબ હિટ માનવામાં આવે છે, જો કે તમારો શો પણ આવા મુદ્દાઓ પર આધારિત છે, તમે વાસ્તવિક જીવનમાં આ બધી બાબતોને કેવી રીતે જુઓ છો?
સુનિધિ ચૌહાણ: હું પોતે એક રાજપૂત પરિવારથી બિલોન્ગ કરું છું અને મારી બહેનો અને સંબંધીઓ પણ આ બાબતો માટે એપ્લાય કરતા હતા, જો કે મારા માતા-પિતાએ આજના સમયના વિચારો રાખવાનું શરૂ કર્યું છે, તેમનો ઉછેર મારા સુધી પહોંચ્યો છે, તેથી હું અંગત રીતે જાતિવાદ અને ભેદભાવમાં માનતી નથી, હું માનું છું કે માત્ર માણસનું કર્મ તેમનું સ્ટાડર્સ નક્કી કરે છે.

આ મુકામ સુધી પહોંચવા માટે તમારે કેટલો સંઘર્ષ કરવો પડ્યો?
સુનિધિ ચૌહાણ: ઇન્ડસ્ટ્રીમાં છ વર્ષ થયા છે અને ખૂબ જ મહેનત કરી છે, ઘણા બધા ઓડિશન આપ્યા છે, ક્યારેક એવું બનતું હતું કે ઓડિશન આપ્યા બાદ  અમારો રોલ બીજાને આપી દેવામાં આવતો હતો, તો થોડી નિરાશા પણ થતી હતી, પરંતુ મોટિવેશન ક્યારે મરી નહિ. અને મારા માતા-પિતાએ મને આ સફરમાં ઘણો સાથ આપ્યો છે!
તમે રાજપૂત પરિવારથી છો અને આજે રાજપૂતમાં ઘણી જગ્યાએ એવી વિચારધારા હોય છે કે દીકરીઓને આ ઇન્ડસ્ટ્રીથી દૂર રાખવામાં આવે છે, શું તમે પણ તમારા પરિવારમાં આવી બાબતોનો સામનો કર્યો છે?
સુનિધિ ચૌહાણ: હા!  ચોક્કસ મારા માતા-પિતાને મારા પરિવારના સભ્યો અને અન્ય સંબંધીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે તમારી પુત્રીને ક્યાં મોકલી છે, તેમના લગ્ન કરાવી દો,ઇન્ડસ્ટ્રીમાં મોકલવી સારી બાબત નથી, પરંતુ મારા માતાપિતાએ પોતેજ સંઘર્ષ સહન કર્યો છે, કારણ કે રૂઢિચુસ્ત પરિવારમાં દીકરીઓને વધુ પ્રોત્સાહન આપવામાં નથી આવતું, પણ મારા માતા-પિતાએ ક્યારેય એ વાતને મહત્વ આપ્યું નથી, મારા પરિવારની વાતને હંમેશા અવગણી છે!

Most Popular

To Top