કામરેજ: સોશિયલ મીડિયા દ્વારા ફેન્ડ રિક્વેસ્ટ મોકલી ફોન પર વાતચીતો કરી મુંબઈના દરજીને કામરેજ મળવા બોલાવીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગ સક્રિય થઈ છે.
મુંબઈમાં સાઈન ક્રુના પટ્ટી ખાતે રહેતા અને લેડીઝ ટેલરની દુકાન ચલાવતા નવીન બાબુ જેઠવાને વીસ દિવસ અગાઉ ફેસબુક દ્વારા એક યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. બાદ એપ્લિકેશન દ્વારા યુવતીએ નવીનભાઈને ફોન કરી હું પારસીની દીકરી છું. સુરત ખાતે રહું છું. મારો પતિ દારૂડિયા છે અને તે છેલ્લાં ત્રણ વર્ષથી અમદાવાદ ખાતે રહે છે. બે હત્યા કરી છે તેમ કહી યુવતી ફોન પર વાતચીત કરતી હતી. બાદ અકસ્માત થયો છે. મારી પાસે ખાવાના પણ રૂપિયા નથી. તમે મને મળવા આવો તેવું જણાવતાં નવીનભાઈ ગત તા.16 જુલાઈએ રાત્રે મુંબઈ ટ્રેનમાં સુરત આવ્યા હતા.
બાદ યુવતીએ આપેલા કામરેજના નનસાડ ગામે શિવ વાટિકા સોસાયટીના સરનામે જતાં વૈશાલી હિતેશ જેઠવા, હિતેશ જેઠવા તેમજ અન્ય બે ઈસમ હનીટ્રેપમાં ફસાવી ઘરમાં લઈ જઈ નવીનભાઈને માર મારી ખીસ્સામાં મૂકેલા રોકડા રૂ.5000, મોબાઈલ એપમાંથી રોકડા રૂ.9600, સોનાની ચેઈન લઈ રૂ.1 લાખની માંગણી કરી ધમકી આપી હતી. બાદ નવીનભાઈને રિક્ષામાં સુરત રેલવે સ્ટેશન છોડી દીધા હતા. આવા બે બનાવ કામરેજ પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.