Gujarat

અમદાવાદના એરપોર્ટ પરથી હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત થયો

અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરીથી એકવાર ડ્રગ્સ જપ્ત કરવામાં કસ્ટમ્સના અધિકારીઓને સફળતા મળી છે. બેંગકોકથી ફ્લાઇટમાં આવેલા એક પ્રવાસી પાસેથી કરોડોની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સ ટ્રોલી બેગમાં છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો.બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતાં એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ તેની તપાસ કરી હતી. મુસાફરની ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ દરમિયાન તેમાંથી 3.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો.આ પ્રવાસીની ધરપકડ બાદ તેને જયુ.કસ્ટડીમાં મોતલી દેવાયો છે. જપ્ત કરાયેલા હાઈડ્રોપોનિક ગાંજાની કિંમત મસમોટી મનાય છે.

Most Popular

To Top