શાયર શકીલ બદાયુની એક જલસામાં દિલ્હીથી મુંબઇ આવેલા હુશ્નના આશિક એવા ગીતકાર હુશ્નના દિવાના હતા. એ શાયરની શાયરી પર જાણીતા હિન્દી ફિલ્મના નિર્માતા નિર્દેશક એ. આર. કારદાર. ફિદા થઇ ગયા. પછી તેઓને હિન્દી ફિલ્મમાં ગીત લખવાની તક આપી. એમની પહેલી ફિલ્મ દર્દ હતી. એ જબરજસ્ત ફિલ્મનાં ગીતો લોકપ્રિય બની ગયાં. આ રીતે તેઓ હિન્દી ફિલ્મના ગીતકાર બની ગયા. ઉર્દૂ શબ્દ હુશ્ન પરથી તેઓએ અઢળક ગીતો આપ્યાં. કેટલાંક ગીતોની યાદી પ્રસ્તુત છે. 1970 ની 20 એપ્રિલના રોજ તેઓનું અવસાન થયું.
આજે પણ તેઓ એના હજારો ચાહકોના હૃદયમાં જીવંત છે. એમને સૌથી વધારે ગીતો સંગીતકાર નૌશાદ માટે લખ્યાં. સંગીતકાર રવિ, હેમંતકુમાર અને એસ. ડી. બર્મનની સાથે પણ કામ કર્યું. ‘હુશ્ન’ના ગીતો 1. હુશ્નવાલે તેરા જવાબ નહીં. – રફી- ફિલ્મ ઘરાના 2. હુશ્ન સે ચાંદ ભી શરમાયા હૈ – રફી ફિલ્મ દૂર કી અવાજ 3. તેરે હુશ્ન કી કયા તારીફ કરું રફી ફિલ્મ – લીડર 4. એય હુશ્ન જરા જાગ રફી ફિલ્મ મેરે મહેબૂબ. મધર ઇન્ડિયા, મુઘલે આઝમ, બૈજુ બાવરા, ગંગા જમુના કોહીનૂર, રામ ઔર શ્યામ, આદમી, લીડર, બીસ સાલ બાદ, દો બદન જેવી સુપર ડુપ્પર હિટ ફિલ્મોના તેઓ ગીતકાર હતા.આ બધી ફિલ્મોનાં ગીતો ભુલાય એમ નથી.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
