સુરત: સામાન્ય રીતે દરેક પરિવારમાં માતા પુત્રને સારા નરસાની જાણકારી આપતી હોય છે પરંતુ સુરતના (Surat) પાસોદરાના એક ફલેટમાં પોલીસે કરેલી રેઇડમાં (Raid) આરોપીઓના સંબંધ જોઇને પોલીસ પણ ચોંકી ગઇ હતી. અહીંથી પોલીસે ૬ મહિલા સહિત કુલ ૯ જુગારીઓને (Gambling) ૧.૭૯ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જેમાં પતિ-પત્ની અને માતા-પુત્ર સાથે બેસીને જુગાર રમતા હોવાનો ખુલાસો થયો હતો.
- પાસોદરા ગામ ખાતે ઓમ ટાઉનશીપ વિભાગ – ૦૧માં આવેલી બિલ્ડિંગ નં.બી/૧૬ ફ્લેટ નં.૨૦૪ માંથી જુગારીયા પકડાયા
- પાસોદરાના ફ્લેટમાંથી ૬ મહિલાઓ સહિત ૯ જુગાર રમી રહ્યાં હતા ત્યારે જ પોલીસ ત્રાટકી
ગઈકાલે રાત્રે પાસોદરા ગામ ખાતે ઓમ ટાઉનશીપ વિભાગ – ૦૧માં આવેલી બિલ્ડિંગ નં.બી/૧૬ ફ્લેટ નં.૨૦૪ મા રહેતા ડઢાણીયા દંપત્તિ દ્વારા કેટલીક મહિલાઓ અને માણસોને બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમી સરથાણા પોલીસને મળી હતી.
બાતમીના આધારે પોલીસે રેઈડ કરીને વજુભાઇ કેશવભાઇ ડઢાણિયા (ઉ.વ.૫૮, ધંધો હીરાકામ) અને તેમની પત્ની નીતાબેન (બંને રહે.ફ્લેટ નં.૨૦૪, બિલ્ડિંગ નં.બી/૧૬, ઓમ ટાઉનશીપ વિભાગ – ૧, પાસોદરા ગામ), ભદ્રેશભાઇ કાનજીભાઇ વેગડ (ઉ.વ.૪૦ ધંધો હીરાકામ રહે- ૧૧૬ મહેશભાઇ ના ખાતામાં પંડોળ કતારગામ), સ્વરાજસિંગ રણજીતસિંગ દેવડા (ઉ.વ ૨૦ ધંધો અભ્યાસ) તથા તેની માતા જશુબેન રણજીતસિંગ દેવડા (ઉ.વ ૪૫, બંને રહે-૩૦૫ ગુરુક્રુપા કોમપલેક્ષ પુણાગામ તથા મૂળ રાજસ્થાન), સુનીતાબેન ધરમભાઇ પટેલ (ઉ.વ ૪૨, રહે-૪૦૨ તોરલ એપાર્ટમેન્ટ, ઓપેરા પ્રીન્સ પાસે પાસોદરા), અર્ચનાબેન રાજેશભાઇ પારેખ (ઉ.વ ૪૪, રહે- ૧૪૪ શામળા રો હાઉસ લસકાણા કામરેજ), અમીષાબેન ચીમનભાઇ પટેલ (ઉ.વ.૩૦, રહે-બી/૦૧/૧૦૧ ઓમ રેઝન્સી સણીયા હેમાદ ગામ), ગીતાબેન ભાવેશભાઇ ભીલ (ઉ.વ ૪૦, રહે-બી/૩૧ અયોધ્યા સોસા પુણાગામ) ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
તેમની પાસેથી અંગ ઝડતીના રોકડા રૂપીયા ૧.૫૬ લાખ રૂપિયા, દાવઉપરના રોકડા રૂપીયા ૨૨,૫૦૦ મળી કુલ રોકડા ૧,૭૯,૨૦૦ નો મુદ્દામાલ મળી આવતા કબજે લેવાયો હતો.