નડિયાદ: મહેમદાવાદમાં રહેતી પરણિતાને તેના પતિ- સાસરીયાઓ દ્વારા ઘરકામ બાબતે પરેશાન કરીને, દહેજની માંગણી કરીને, તે સગર્ભા હોવાછતાં તેને પિયર મોકલ્યા બાદ પરત તેડવાની ના પાડતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મહેમદાવાદમાં રહેતા કિંજલબેનના લગ્ન હાર્દિક રજનીકાંત પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં પહેલાં તો પતિ અને સાસરીયાઓ સારી રીતે રાખતાં હતા. જોકે, બાદમાં ઘરકામને લઇને અને પિયરમાંથી દહેજ લાવવાને લઇને પતિ અને સાસરીયા મ્હેણાંટોણાં મારી ત્રાસ આપતાં હતા. આ દરમિયાન કિંજલબેનને ગર્ભ રહેતાં તેઓએ સારવાર માટે પતિ હાર્દિક પાસે પૈસાની માંગણી કરતાં તેણે પૈસા આપવાની ના કહીને, પિયરમાંથી ખર્ચ લાવવાનું જણાવ્યું હતું. રક્ષાબંધનના દિવસે હાર્દિક કિંજલબેનને તેમના પિયરમાં મૂકી આવ્યો હતો. જોકે, બાદમાં હાર્દિક કિંજલબેનને લેવા આવ્યો ન હતો. દીકરીને તેડી જવા માટે અનેકવાર કિંજલબેનના પિતાએ આજીજી કરવા છતાં સાસરીયાઓ ટસનામસ થયા ન હતા. જેથી અંતે આ મામલે કિંજલબેને મહેમદાવાદ પોલીસ મથકે હાર્દિક રજનીકાંત પટેલ, રજનીકાંત હરિકૃષ્ણભાઇ પટેલ, ધીમેશ રજનીકાંતભાઇ પટેલ, ભાવિકાબેન ધીમેશભાઇ પટેલ, જયેશ હરિકૃષ્ણભાઇ પટેલ તથા સ્મિતાબેન જયેશભાઇ પટેલ (તમામ રહે.જેતલપુર,દસક્રોઇ) ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પતિએ સગર્ભા પત્નીને ઘરકંકાસમાં કાઢી મુકી
By
Posted on