Vadodara

પતિ અને સાસરિયાઓએ નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી, પતિને ખભા ઉપર બેસાડી ગામમાં ફેરવી, 14 લોકોની ધરપકડ

દાહોદ: (Dahod) દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક ૨૩ વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી જતા પરિણીતાના પતિ (Wife Husband) તેમજ તેના સાસરિયાઓ દ્વારા પરણિતા અને તેના પ્રેમીને પકડી લાવી પરિણીતાને ગડદાપાટુનો મારમારી ખેંચતાણ કરી નગ્ન (Nude) હાલતમાં ગામમાં પરિણીતાનો વરઘોડો કાઢ્યો હતો. આ ઉપરાંત પરણિતાના ખભા ઉપર તેના પતિને બેસાડી ગામમાં તેને ફેરવી હતી. આ બનાવનો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને આ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરતા આ વિડીયો ખજૂરી ગામનો હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ સંબંધે પરિણીતા દ્વારા પતિ તથા ૧૯ ઈસમોના ટોળા વિરૂધ્ધ ધાનપુર પોલીસ (Police)મથકે ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભે એકશનમાં આવેલી પોલીસે 14 જેટલા લોકોની આજે ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

દાહોદ જિલ્લામાં માત્ર સ્ત્રી સશક્તિકરણનો મોટી મોટી વાતો થઈ હોય છે પરંતુ જિલ્લામાં હાલ પણ જુના રિતીરિવાજાે અન કુરિવાજાેને પગલે મહિલાઓને ત્રાસ સહન કરવો પડતો હોય છે. ભુતકાળમાં પણ દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ ઉપર અત્યાચારના બનાવો સામે આવ્યાં હતાં ત્યારે આજના વધુ એક બનાવને પગલે દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા  પામી હતી. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના તાલુકામાં રહેતી એક ૨૩ વર્ષીય પરણિતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી જેમાં આ મામલે ગત તા.૦૬ જુલાઈના રોજ પતિ તથા તેના સાસરીયાઓ અને ગામના લોકો દ્વારા આ અંગેની અદાવત રાખી પરણિતાનો પતિ તથા તેના સાસરી પક્ષના તેમજ તેના ગામના માણસોના ૧૯ જેટલા ટોળાએ પરણિતા અને તેના પ્રેમની પકડી લાવી ખજુરી ગામે લઈ આવ્યાં હતાં.

ખજુરી ગામે લાવી પરણિતાને ગડદાપાટ્ટુનો માર મારી તેણીની ખેંચતાણ કરી કપડા ફાંડી નાંખ્યા હતાં. આ બાદ પરણિતાના ખભા ઉપર તેના પતિને બેસાડી તેનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાઈરલ થતાંની વેંત દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. એક્શનમાં આવેલ પોલીસે આ વિડીયોની તલસ્પર્શી તપાસ હાથ ધરતાં આ વિડીયો ધાનપુર તાલુકાના ખજુરી ગામનો હોવાનું માલુમ પડતાં પોલીસે ખજુરી ગામે પહોંચી ગઈ હતી અને અત્યાચારનો ભોગ બનેલ પરણિતાની સાથે પોલીસે મુલાકાત કરી ઉપરોક્ત સમગ્ર ઘટનાની જાણકારી પરણિતાએ પોલીસને આપી હતી.

પોલીસે દિનેશ કાનીયાભાઈ, પપ્પુ કાનીયાભાઈ, ભરત સાવલાભાઈ, રાકેશ સાવલાભાઈ, નવલસિંહ કસનાભાઇ, રમેશ, મેહુલ સબુરભાઇ, સબીયા દહરિયાભાઈ, સંજય દિયાયાભાઈ, દિતિય નાનાભાઈ, મડિયા દિતિયભાઇ, લક્ષ્મણ સબિયાભાઈ, રણજીત, સબૂર નાનાભાઈ, અખીલ મડિયાભાઈ, મનીષ સબિયાભાઈ, વિના બદિયાભાઈ અને પાંગલા બદિયાભાઇ તમામ જાતે મછારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Most Popular

To Top