Vadodara

હિન્દુવાદી ભાજપના રાજમાં બકરીઈદના દિવસે જ સેંકડો ગાયોને કાપી નખાઈ

છોટાઉદેપુર: છોટાઉદેપુર નગરના ઇતિહાસમાં સ્થાનિક પોલીસ ને મળેલી બાતમીના આધારે રેડ કરતા આજદિન સુધીનો સૌથી મોટા કતલખાના ઝડપાયા હતા જેમાં 16 જેટલી કપાયેલી ગાયો અને 70 જેટલી જીવિત ગાયો પોલીસ તંત્ર દ્વારા કબ્જે કરવામાં આવી છે. પોલીસ તંત્રને ત્રણ જુદા જુદા સ્થળે ગેરકાયદેસર ગાયો કપાતી હોવાની બાતમી મળી જે ત્રણેય સ્થળે એક સાથે રેડ કરતા ગૌ હત્યારાઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. ચાર ગૌ હત્યારાઓ સ્થળે થી દબોચી લેવામાં આવ્યા હતા જયારે અન્ય કેટલાક ફરાર થવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ફરીદા મહેબૂબ હોકલા , શાહ નવાઝ મેહબૂબ હોકલા, સોહેલ હોકલા તેમજ રિયાઝ અબ્દુલ .મજીદ ભીમલા નો સમાવેશ થાય છે. આ સિવાય ભાગી ગયેલા આરોપીઓમાં ફારૂક દડી , તેમના પત્ની શમીમ દડી, મોહસીન અબ્દુલ મજીદ ભીમલા તથા ઇકબાલ ભીમલા ભાગી છૂટવા માં સફળ રહ્યા હતા.

છોટાઉદેપૂર નગરમાં માં પહેલી વખત ગૌ હત્યા કરતા આટલા વિશાલ કતલખાના ઝડપાયા છે. આ સમાચાર મળતા એક તરફ ભારે આક્રોશ જોવા મળ્યો હતી જયારે બીજી બાજુ પોલીસ તંત્ર ની નીડર અને સફળ કામગીરી માટે શાબાશી આપતા નગરજનો જોવા મળ્યા હતા. બચાવી લેવામાં આવેલા ગૌવંશ ને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાચવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં નગરના ગૌ ભક્તો દ્વારા ઘાસચારા તથા ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી હતી. સોમવારે બપોર પછી તમામ ગૌવંશ ને પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પોલીસની ઉત્તમ કામગીરી બાબતે નગરજનો શાબાશી આપે છે પરંતુ સાથે સાથે એવી પણ અપેક્ષા રાખે છે કે તમામ કાયદેસરની કાર્યવાહી, નીતિ નિયમો અને કાયદાની જોગવા અનુસાર સંપૂર્ણ આક્રમકતા સાથે થવી જોઈયે અને પકડાયેલા, ભાગી છૂટેલા તેમજ સહયોગી હોય તેવા તમામ ગૌ હત્યારાઓને કાયદા સમક્ષ લાવી સખતમાં સખત સજા કરાવવી જોઈએ . આ સિવાય આટલી વિશાલ સંખ્યામાં ગૌવંશ ની હેરાફેરી સીસીટીવી ની નજરમાંથી છટકી શકે નહિ.

છેલ્લા એક અઠવાડિયાના નગરમાં પ્રવેશતા તમામ સીસીટીવી ફૂટેજ મેળવી ગૌવંશની હેરાફેરી કરતા વાહનો, ઈસમો ને ઝડપી પાડી કડક પૂછપરછ કરવામાં આવે જેથી આવા ગૌ હત્યા કરતા કતલખાનાઓ બંધ કરી શકાય. એવી નગરના ગૌભક્તોની લાગણી છે. ઘટનાના વિડીયો કલીપ સોશ્યલ મીડિયામાં ફરતા થયા હતા તેમાં એક માજી કોર્પોરેટર પોલીસ જવાનો સાથે માથાકૂટ કરતા નજરે ચઢે છે પોલીસ જવાન તેઓને ભગાડી મુક્ત દેખાય છે. તેમજ પોલીસ જવાન સ્પષ્ટ જણાવે છે કે અહીં કોઈ પણ જાતની ભલામણ લઈને આવશો નહિ. ભાજપનો ભગવો ઝંડો હાથમાં લઈને હિન્દુવાદના નારા લગાવતા શાસકો ચુપકીદી સેવી લીધી લાગે છે.

Most Popular

To Top