કહેવાય છે તો પ્રજાનો પ્રેમ પરંતુ ચૂંટણીના મેદાનમાં ઉતરનાર પ્રત્યેક ઉમેદવાર વેઠી જાણે છે કે મત મેળવવા રૂપિયાનું રોકાણ તો કરવું પડે છે. વિશ્વના ૫૬ લોકશાહી દેશોના ૨૩થી વધુ રાષ્ટ્રીય પક્ષો દેશના બંધારણ અનુસાર ૩-૫ વર્ષે આવતી ચૂંટણીમાં મતદાર દીઠ સરેરાશ ૧.૩ ડૉલરનો ખર્ચ કરે છે. સમાજવાદી સમાજ રચનાનાં નામે પ્રજા પાસેથી ટેક્સ વસૂલ કરી વિકાસ કાર્યો કરનાર પક્ષો અને તેના જન-પ્રતિનિધિમાં સેવાભાવ હોય ન હોય પરંતુ નાગરિક સુવિધાઓ વધારવાની પરંપરાથી વિજેતા ઉમેદવારોની નિજી સંપત્તિમાં ક્રમશઃ વધારો થતો જ રહે છે. જે ભારતનાં લોકતંત્રમાં બીજી ટર્મ માટે ચૂંટણી લડતા પ્રત્યેક ઉમેદવારોના ડિકલેરેશન ફોર્મથી પણ જોઈ શકાય છે.
લોકશાહીની આડમાં પ્રજાનાં પ્રતિનિધિ આપી શકતાં રાજકીય પક્ષો માટે સત્તા એ આખરી સાપદંડ હોય ચૂંટણીનાં મેનિફેસ્ટો અને સભાઓમાં ભરપેટ રેવડીની લ્હાણી થતી રહે છે. દેશની આર્થિક સ્થિતિ, દેશનાં સંસાધનો, ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાયેલ સર્જકોની ક્ષમતા પ્રકારે જમીની હકીકતો એક તરફ રાખી રાજકીય પક્ષો મતદારો માટે આરામપ્રિય લાભો ખોલી આપે છે. જે ભારત, અમેરિકા અને બ્રિટન સહિત અન્ય લોકશાહી રાષ્ટ્રોની ચૂંટણીમાં પણ જોઈ શકાય છે. સરવાળે બંધારણની જોગવાઈ અનુસાર પુખ્તવયનાં નાગરિકોનો મત ખરીદી શકતા ઉમેદવારો જીતે છે, હારે પણ છે, પરંતુ ચૂંટણીની સામાજિક અસર કાયમી રીતે રહી જાય છે.
ચૂંટણીમાં જાહેર કરાયેલ લાભો અને તેની સમાજ જીવન ઉપરની અસરનું મૂલ્યાંકન કરતા જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીનાં પોલિટિકલ સાયન્સનો એક અભ્યાસ નોંધમાં જણાય છે કે, છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતમાં ઉચ્ચતર શિક્ષણ લેનાર યુવકોની સંખ્યામાં ૧૧% થટાડો થયો છે. છેલ્લાં ૧૦ વર્ષમાં બેરોજગાર યુવકોની સંખ્યામાં ૧૬% વધારો થયો છે. લગ્ન કરી સહજીવન નિભાવનાં સ્થાને લીવ-ઈન રીલેશન તરફ વળતી નવી પેઢીની સંખ્યામાં ૩% વધારો નોંધાયો છે. લાઈફ ઈઝ ફત્ત તેવા મૉર્ડન અભિપ્રાય સાથે ડ્રગ્સનું વ્યસન વિકસતાં પશ્ચિમ-દક્ષિણ ભારતનો દરિયાકાંઠો ધમધમી રહ્યો છે. અહેવાલ નોંધે છે કે પોપ્યુલર પોલિટ્રીકસની દોડમાં ચૂંટણી સમયે મતની ખેંચતાણીમાં રાજકીય પક્ષો જે બીજ વેરે છે, તેની આડ-અસરમાં યુવાનો ભટકી રહ્યાં છે. યુરોપ અમેરિકા પછી લોકશાહી દેશ તરીકે ભારતમાં પણ હવે સામાજિક સ્વાસ્થ્ય માટે સાઈકાટ્રિટની વધુ ને વધુ જરૂરિયાત ઊભી થઈ રહી છે.
મોબાઈલ, ઈન્ટરનેટ, ટેલિવિઝનની દુનિયા નવી પેઢીમાં ઠાંસી ઠાંસીને પ્રમાદ ધરબી રહી છે, ત્યારે ફ્યુચર વિષયે ટાઈમ સ્કેવરના ૨૦૨૨ના સંશોધનમાં જણાવાયું છે કે, વર્ચ્યુઅલ વર્લ્ડનાં વિસ્તારથી મનુષ્યો દ્વારા થતાં સર્જનશીલ ઉત્પાદનોમાં ૨૦% ઘટ આવશે અને વધતી જરૂરિયાતોને પહોંચી રહેવા આર્ટિફીશ્યલ ઈટેલીજન્સનાં ટેકે મશીન રોબર્ટ આધારભૂત બનશે. ગુગલની મદદથી જાપાન અને કોરીયાએ તો કોમર્શિયલ વ્હીકલમાં અને ચાઈનાએ કૃષિ અને ડેરીમાં રોબર્ટનો ઉપયોગ શરૂ કરી દીધો છે.
વિશ્વમાં લોકશાહી દેશોમાં વધતી સબસીડી, દેવા માફી, સસ્તી લોન, બેકારી ભથ્થુ, મરૂત અનાજ અને સસ્તા આરોગ્યની વધતી સુવિધાથી આજે જેમની ઉંમર ૧૮થી ૩૦ છે તે વય જૂથમાં વધુ ને વધુ ફસ્ટ્રેશન, એન્ઝાયટી અને ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. જર્નલ ઓફ મેડિકલ સાયન્સનાં તાજેતરનાં અહેવાલથી બહાર આવ્યું છે કે કોવિડ પછીની હતાશામાં ૭૦,૦૦૦થી વધુ યુવકોએ આત્મહત્યા કરી છે. મહાત્મા ગાંધીએ ૧૯૦૮માં હિન્દ સ્વરાજમાં લખ્યું છે. દેશના યુવાનો જવાબદાર અને કામઢા બને તેવા સમયની જરૂર છે.’ પરંતુ બ્રિટીશરોએ દુનિયામાં જ્યાં રાજ્ય કર્યું છે ત્યાં ગુલામીની મનોદશા વિસ્તારતા રાજ્ય તરફથી જ જાતિ, પ્રદેશ અને પછાતપણાને આગળ કરી સત્તામાં લાભ વહેચવાનો શિરસ્તો વિકસાવવામાં આવ્યો. જે આજે પણ શાહી દેશોમાં સશક્ત નાગરિત્ત્વની વિભાવનામાં સડો બની વિકસી રહ્યું છે.
જમીનનાં પેટાળમાંથી મળતા શેસિલ્સ અને ડી.એન.એ. આધારે ઈતિહાસકાર યુવલ નોઆ હરારી નોંધે છે કે, “સીધી કરોડરજ્જુ ધરાવતા અને વોકલ કોર્ડથી ભાષાનાં બહુ આયામી ઉપયોગથી છેલ્લાં ૨૮,૦૦૦ વર્ષથી બૌદ્ધિક માનવનો આર્વિભાવ થયો છે.” પરંતુ વૈશ્વિક સ્તરે બદલાયેલ સમાજ વ્યવસ્થાનાં લીધે મનુષ્યનું અસ્તિત્વ જોખમમાં મુકાયુ છે. ૬ લાખ વર્ષથી પૃથ્વી ઉપર વિચરતા વાનર અને માનવનાં ડી.એન.એ.નાં રંગસૂત્રોમાં તો ૯૬% સામ્ય છે તો પણ ૧૦ વાનર ભેગા મળી સર્જનશીલ ઉત્પાદકીય કામ યોજી શકતા નથી. જ્યારે માનવ દ્વારા નિર્મિત પરિવર્તનો બ્રહ્માંડનાં બીજા ગૃહો સુધી વિસ્તર્યા છે. પરંતુ હવે માનવસર્જિત પરિવર્તનોથી માનવજાત વિનાશના પંથે ચડી છે.
ત્યારે પ્રજા કલ્યાણની ભાવનાથી રાજ્ય સંચાલન કરતાં રાજકીય પક્ષોએ માનવ મૂલ્યની જાળવણી માટે નવા દૃષ્ટિકોણથી મેનિફેસ્ટો લખવા પડશે. માનવજાત તાર્કિકરીતે વધુ જવાબદાર બને, મહેનતુ બને તે માટે દિશા નિર્દેશ તૈયાર કરવા અનિવાર્ય બન્યા છે. લોકશાહીના નામે પણ કોઈ પણ રાષ્ટ્રનાં રાજકીય પક્ષોએ માનવ-મૂલ્યોના ભોગે ચૂંટણી ન લડવી જોઈએ. રાષ્ટ્રનાં જૂ-ભાગોનાં વિસ્તારનું અતિક્રમણ ન કરવું જોઈએ. થોડા આર્થિક લાભ કે પછી રાજકીય પક્ષ તરીકે સત્તામાં બની રહેવા માટે યુદ્ધ માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરવી જોઈએ નહીં, મતદારો પ્રામાણિકતાના રસ્તે મહેનતું બને, શિક્ષિત રહેવા પ્રોત્સાહિત રહે, પોતાના આરોગ્ય માટે સજાગ રહી, કાયદો અને ન્યાયની પ્રક્રિયા પ્રત્યે શ્રદ્ધાવાન રહે તેવું વાતાવરણ સર્જવું એ રાજકીય પક્ષોની ફરજ છે અને આમ નહીં થાય તો વર્ષ ૨૦૪૦-૫૦ના દાયકામાં નવી પેઢી ચરમ સીમાએ નિરાશાવાદનો ભોગ બનવા તરફ હસડાઈ જશે તે લગભગ નિર્વિવાદ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.