પ્રસિદ્ધ નારી – આસામી લેખિકા ઈન્દીરા ગોસ્વામી પોતાની ‘એક અધૂરી આત્મકથા’ના અંતે લખે છે, ‘મેં મારા ગુરુએ આપેલ સલાહને બરાબર યાદ રાખી છે : તેમણે કહ્યું હતું કે પ્રસિદ્ધ લેખિકા કે પ્રસિદ્ધ સ્કોલર નહીં, પણ એક ઉમદા માનવ બનવું જ મહત્ત્વનુ છે. કારણ કે માનવતાથી વિશેષ કશું જ નથી.’ દરેક માનવીને ઈચ્છા હોય જ છે કે ‘મને પ્રસિદ્ધ મળે.’ પ્રસિદ્ધ માટેના અનેક ક્ષેત્રો છે. સતત, અવિરત, થાક્યા વિના યોગ્ય મહેનત કરો તો નામ અને દામ બન્ને મળી શકે છે. માત્ર શ્રદ્ધા અને વિશ્વાસથી ટકી રહેવાનું છે.
સાથે માનવ ઉમદા માનવ બને તે વધુ અગત્યનું છે. માલદાર હોય તે મહાજન હોય એમ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ. હા, માનવ તરીકે જન્મ મળ્યો એટલે ઉમદા માણસ બનાતું નથી. એ માટે ચારિત્ર્ય ગુણો વિકસવા પડે છે. જો ચારિત્ર્ય ઘડતર થઈ શકે તો માનવ ધારેલી સફળતા મેળવી શકે છે. માણસમાં નર્યો સ્વાર્થ કે પશુતા દૂર થઈ શકે તો માનવતા ઉજાગર થાય. ચાલો માનવધર્મ નિભાવીએ, અંદરોઅંદર સંપ રાખીને ઉમદા માનવ બનીએ, દેશનું ગૌરવ વધારીએ. શરૂઆત આચરણ સુધારાથી કરીએ. માનવધર્મની જય, જય હો.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.