યુગપુરુષ ગાંધીજીનાં અહિંસા, જીવદયા, ટ્રસ્ટીશીપના આદર્શો માનવસમાજ માટે પથદર્શક છે. આ પૃથ્વી પર અરણ્યસંસ્કૃતિમાં માનવ શિકાર અને માંસાહાર પર જીવનનિર્વાહ કરતો હતો, અન્ય પશુપંખીઓ પોતીકી રીતે જીવતાં હતાં. એક હકીકત એ રહી કે એક જીવ બીજા જીવનું ભક્ષણ કરીને ટકે છે, વનસ્પતિ અને વૃક્ષો પણ જીવ છે.
જ્ઞાન-વિજ્ઞાનને કારણે પૃથ્વી પર માનવ શ્રેષ્ઠ બન્યો છે, તેની બુદ્ધિશક્તિ, સાધનોથી સત્તાવાર થઈ ગયો છે. માનવજીવન ધરતીયાત્રાની એક કડી છે. પૃથ્વી પર તમામ જીવોનો અધિકાર છે ત્યારે માનવની ભૂમિકા માત્ર એક ટ્રસ્ટી તરીકેની જ હોઈ શકે. વર્તમાન સદીની ધરતી પર તમામ જીવોનો અધિકાર છે ત્યારે માનવની ભૂમિકા માત્ર એક ટ્રસ્ટી તરીકેની જ હોઈ શકે. વર્તમાન સદીની અનેક રીતે કંગાળ થઈ ગઈ છે.
વધુ રસાયણો અને વધુ સિંચાઈ પછી રસકસ ખૂટ્યા છે. જમીનની અંદર પાણીનાં તળ ઊંડા જઈ રહ્યાં છે, પેટાળમાં ખનિજો, તેલ ઘટી રહ્યાં છે. આમ છતાં માનવે ઉપભોગ તો કરવો જ રહ્યો અને તે માટે ટ્રસ્ટીશીપની ભાવના જરૂરી છે. કુદરતી સંપત્તિ ઘટતી જાય તેની સામે અન્ય ઉપાયો પ્રયોજવા જરૂરી છે.
પ્રગતિ, વિકાસ, ગ્રોથ મુખ્ય માપદંડ માનવજાતની સુખાકારી, જનકલ્યાણ અને પર્યાવરણની જાળવણી જ હોય. ઔદ્યોગિક વિકાસ જરૂરી છે, પણ પ્રદૂષમ નિયંત્રણ પણ એટલું જ જરૂરી છે. ઓઈલ, ખનિજ ખર્ચાઈ જતાં તેની ભરપાઈ ચિંતા કરાવે છે. જમીનમાંથી કાઢેલું ઓઈલ એકવાર બાળ્યા પછી ફરી જમીનમાં રેડી શકાતું નથી. માનવસર્જિત આપત્તિઓ ઉપરાંત વાવાઝોડાં, સુનામી જેવી કુદરતી આપત્તિઓ આવતી રહે છે.
બીજા વિશ્વયુદ્ધ પછી અણુબોમ્બ અને અણુશસ્ત્રો દૈત્યરૂપે અસ્તિત્વમાં આવ્યાં છે, પૃથ્વી પર કયામત લાવી શકે છે, જીવોનું નિકંદન થાય તેવો વિનાશ તબાહી સર્જી શકે છે, ત્યારે માનવે ચિંતન કરવું જોઈએ કે તેને આવો કોઈ અધિકાર નથી, તે જન્મે છે અને પૃથ્વી પરની કુદરતી સંપત્તિ ભોગવે છે, મૃત્યુ પશ્ચાત માટીમાં ભળી જાય છે, તે પણ કુદરતની મહેરબાનીથી પોતાના જીવનકાળમાં તેણે એક સારા ટ્રસ્ટી તરીકે વર્તવાનું હોય.
સારા ટ્રસ્ટીની ફરજ છે કે સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવે જેથી હાનિકારક રોગો જન્મે નહીં, વિશ્વ વ્યાપી મહામારીઓ નિવારી શકાય. પૃથ્વીમાંથી ઉદભવેલું શરીર પાર્થિવ છે અને તે સત્ય સદા ધ્યાનમાં રાખે મનુષ્ય.
સુરત -યૂસુફ ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.