Charchapatra

માનવસેવા એ જ રાષ્ટ્રસેવા

ધર્મવાદ, જાતિવાદ, ઉચ્ચનીચતા, વર્ણવાદ, વ્યકિતવાદનું મૂળ કારણ કોઇ પ્રસિધ્ધ વ્યકિત પોતાના વકતવ્યમાં કે  લખાણમાં કોઇના દોષોનું વર્ણન કરે છે. તેમાં ધર્મ-પ્રમુખને કે કોઇ વન્દનીય વ્યકિતને વણી લે છે અને સમાજમાં સંઘર્ષને ચેતના મળે છે, વિરોધ ફાટી નીકળે છે અને સુસ્થિર સમાજ અસ્થિર બને છે, આંદોલનકારી બને છે. હાલમાં ‘RSS’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૂર્વકાલીન વાતોનો મુદ્દો લઇને સમાજમાં ઉશ્કેરાટ પેદા થવાનો ભય છે. કોઇ સારી વાત સારા શબ્દોમાં લોકો વાંચે તો સમાજમાં  ચૈતન્ય આવે અને માણસ માણસ પાસે પ્રેમથી સંપર્ક કરે.

‘RSS’ રાષ્ટ્રવાદને રાષ્ટ્રભકિત માને છે. સંઘે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કામ કર્યું નહીં. ‘RSS’ ના મૂળ સ્થાપક સ્વ. કે. હેડગેવાર કોંગ્રેસમાં હતા. જેલવાસ પણ ભોગવ્યો પણ કોંગ્રેસમાં કામ ન કર્યું. એ બધી વાતોનો કોઇ અર્થ નથી. આજે જે કાળ અને કર્તવ્ય સંઘ કરે છે તેના વિશે સમાજને જાણ થવી જોઇએ. સંઘ તો રાજકારણથી દૂર છે. અમે આંખે જોયું છે ‘મચ્છુબંધ’ જયારે તૂટયો ને જે ભયંકર તારાજી થઇ ત્યારે સંઘના સ્વયંસેવકોએ જ જે કામગીરી કરી તે ખરી જનસેવા હતી. સુરતમાં તાપીનાં પૂર આવ્યાં અને આઠ દિવસ સુરત જલમય હતું. પૂરનાં પાણી તો ગયાં, પણ કાદવ, પ્રાણીઓની લાશો અને દુર્ગંધથી વ્યાપ્ત સુરતીઓની મદદે સ્વયંસેવકો જ આવ્યા હતા. પાણી, અનાજ, રસોઇને પૂરગ્રસ્તોને જોઇતી મદદ કરવા એ લોકો તત્પર હતા. કારણ એમને સંઘ તરફથી જનહિતકારી સૂચનાઓ હતી. બધા જ માણસાઇ સમજીને હળીમળીને રહે, તો વાદાંગ અને વિરોધ મટી જશે.
સુરત     – બાળકૃષ્ણ વડનેરે – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પુરાણોની ભાષા સમજવી જોઇએ
પુરાણોના લખાણની ભાષા આપણે સમજવી જોઇએ, તેનો ઉપદેશ જાણી લેવો જોઇએ અને તે સમજવાની અક્કલ ન હોય તો લખેલું માનવું જોઇએ યા તો મૂંગા બેસવું જોઇએ. આપણી મુર્ખાઇનું પ્રદર્શન ન કરવું જોઇએ. નારદ વિંધ્ય પર્વતમાં વસતાં લોકો પાસે આવ્યા અને મેરુ પર્વત શ્રેષ્ઠ છે એમ કહ્યું તેનો અર્થ એ કે મેરુ પર્વત શ્રેષ્ઠ ન હતો પણ મેરુ પર્વતમાં વસતા લોકો શ્રેષ્ઠ હતા.
વિજલપોર – ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top