Charchapatra

માનવસેવા એ જ પ્રભુસેવા

કીડનીના દર્દથી પિતાની વેદનાથી વાકેફ એવા સુરતી મોઢ વણિક સમાજના અથક સેવાધારી નિલેશભાઇ માંડલેવાલા સાહેબે જીવન માનવસેવા માટે સમર્પિત કરી દીધું છે. ‘ડોનેટ લાઇફ’ સંસ્થા સાથે લોકો સામે ચાલીને સ્વયંભૂ જોડાયા. તેઓ હાલમાં આ સંસ્થાના એક સ્વયંસેવક સાથે એક દુ:ખદ ઘટના બની છે. રોડ અકસ્માતમાં રાંદેરના ૫૦ વર્ષના યુવાન ગીતેશ મોદીએ પ્રાણ ગુમાવ્યો છે. બ્રેઇન ડેડ યુવાનનાં સ્વજનોએ ઝડપથી અંગદાનનો નિર્ણય લીધો. આ નિર્ણયથી કેટલીક વ્યકિતના જીવનમાં બહાર આવી. નવું જીવતદાન મળ્યું. એ યુવાનનું જીવન સાથે મૃત્યુ પણ સફળ થયું.

બુધવારના ‘ગુજરાતમિત્ર’ અખબારમાં આ દુ:ખદ ઘટનાના સમાચાર પ્રકટ થયા છે. સમાજમાં આવી જનજાગૃતિ આવે એ વર્તમાન સમયની પુકાર છે. કીડનીના ડોકટર્સના સહયોગથી  આ શહેરમાં  તેઓએ અનેક શો પણ કર્યા છે. જેથી લોકો કીડનીના દર્દથી એની ગંભીરતાથી વાકેફ થાય. આ સંસ્થાના નેજા હેઠળ ૩૯૨ કીડની, ૨૯૪ ચક્ષુ, ૧૬૨ લીવર, ૩૩ હૃદય, ૧૪ ફેફસાં જેવા અંગદાન દ્વારા કુલ ૮૨૯ વ્યકિતઓને નવું જીવન પ્રાપ્ત થયું છે. આવા અંગદાનના કલ્યાણકારી કામો તેઓ સતત કરતા રહે છે. આવા પરગજુ વિરલ ઇન્સાનની કદર થવી જોઇએ. આ દેશના રાષ્ટ્રપતિના હાથે તેઓનું સન્માન કરવામાં આવ્યું છે. સુરત     – જગદીશ પાનવાલા –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top