Charchapatra

માનવ અધિકાર આયોગ

માનવ અધિકાર આયોગ એક એવો આયોગ છે જે માનવીના મૂળ અધિકારોની રક્ષા કરે છે. જ્યાં ક્યાંય એવું જાણવામાં આવે કે કોઈ કારણોથી મનુષ્યના મૂળ અધિકારોનું હનન થયું છે તો તે બાબત ગુનાની શ્રેણીમાં જ આવે છે. માનવ અધિકાર આયોગ સમક્ષ આવા બનાવોની ફરિયાદ કરી શકાય છે.  પ્રશ્ન : કસ્ટડીમાં અથવા જેલમાં મોત થઈ જાય તો તે અંગે માનવ આયોગે કઈ સૂચના આપેલ છે? આવા બનાવની માહિતી ૨૪ કલાકમાં આયોગને મોકલાવવી જોઈએ. અને જો મૃત્યુની માહિતી આયોગને નહીં મોકલવામાં આવે તો? તો એવું માનવામાં આવશે કે અધિકારી મૃત્યુ સાથે જોડાયેલ હકીકતો છુપાવી રહ્યો છે.

પ્રશ્ન : મૃત્યુની માહિતી તુરંત આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા અંગે આયોગ દ્વારા કઈ સૂચનાઓ આપેલ છે? આયોગે રાજ્યોને એવી સૂચના આપેલ છે કે શબની તપાસણી વીડિયો ઉતારવી અને તે આયોગની રૂબરૂ રજૂ કરવી. આયોગે એવી પણ સૂચના આપેલ છે કે દરેક રાજ્યના પોલીસ મુખ્ય મથકમાં માનવ અધિકાર સેલની સ્થાપના કરવી. જો કોઈ કસ્ટડીમાં હિંસા થાય અગર કોઈ મૃત્યુનો બનાવ બને તો તે અંગેનો કેસ રાજ્યની વડી અદાલતમાં એક અરજી દ્વારા રજૂ કરી શકાય છે. જો તમને એમ લાગે કે માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતાં પોલીસે તમારા પર અત્યાચાર કર્યો છે તો તમારી ફરિયાદ માનવ અધિકાર આયોગ કાર્યાલયમાં  નોંધાવી શકો છો.
સુરત -સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top