નવેમ્બર, 2019માં સર્વોચ્ચ અદાલતની કોન્સ્ટિટ્યુશન બેન્ચ દ્વારા અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ બાંધવાની મંજૂરી આપવામાં આવી તે પછીના ચાર વરસમાં યોગી અને મોદી સરકારે એક સમયની જર્જરિત, ઉપેક્ષિત, વિવાદિત અયોધ્યા નગરીની સંપૂર્ણ કાયાપલટ કરી નાખી છે. આ કાયાપલટ અભૂતપૂર્વ અને અકલ્પનીય છે. આ બાવીસ જાન્યુઆરીએ દેશના લોકો ટેલિવિઝનના માધ્યમથી તેના દર્શન કરી શકશે. ચોવીસ તારીખ બાદ રૂબરૂ જઈ શકશે. દરમિયાન હાલમાં જ પ્રવાસીઓ નવાં બાંધકામો અને તૈયારીઓ નિરખવા માટે સ્થળ પર પહોંચવા માંડ્યા છે, પણ ત્યાં તેઓએ કેટલાંક પ્રતિબંધો વચ્ચેથી પસાર થવું પડે છે. અનેક જગ્યાએ પ્રવેશ નથથી મળતો, કારણ કે બાંધકામોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેના કારણે હવામાં ધૂળનું વાતાવરણ છે. રામજન્મભૂમિ ખાતે એક બુલેટપ્રુફ કાચની કેબિનમાં રામલલ્લાની જૂની બાળપણની મૂર્તિ રાખવામાં આવી છે તે વિભાગ હવે બંધ કરી દેવાયો છે. પ્રવાસીઓને સરયુ નદીના હસામેના કાંઠીના ઘાટો પર જવાની છૂટ અપાઈ છે, જ્યાં નદીની આરતી ઊતારવામાં આવે છે. સામેની તરફના ઘાટ ખાતે રામાયણનો સાઉન્ડ એન્ડ લાઈટ શો યોજવામાં આવે છે. આ સુંદર કાર્યક્રમ ભક્ત-પ્રવાસીઓ માણી શકે છે.
અયોધ્યામાં પાંચ કિલોમીટરના ત્રિજ્યામાં જે મંદિર પરિસર અને નવો નગર વિસ્તાર છે ત્યાં મંદિર તરફ જતો મહત્વના માર્ગોને ભક્તિ પથ, રામ પથ અને જન્મભૂમિ પથ જેવા સ્થળને અનુરૂપ નામ અપાયાં છે. જન્મભૂમિ પથ પર 360 ફીટ ઊંચુ, 235 ફીટ પહોંળુ રામ જન્મભૂમિ મંદિર બાંધવામાં આવ્યું છે જે અયોધ્યાની નગરીના અસ્તિત્વના હૃદય સમાન છે. રામજન્મભૂમિ કોમ્પલેક્સ પોણા ત્રણ એકરમાં ફેલાયેલું છે અને તેમાંની ત્રીસ ટકા જમીન પર મંદિરનું નિર્માણ થયું છે. બાકીની જમીન હરિયાળી લોન અને બગીચા માટે છે. અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ અગાઉ અયોધ્યા જંકશન હતુ તેમાં સુધારો કરીને તેને ‘અયોધ્યા ધામ જંકશન’ જાહેર કરવામાં આવ્યું છે. વિપક્ષો અને ખાસ કરીને ઈન્ડિયા ઠગબંધનના, પોતાના સંતાનોને ખુરશી મળે, અથવા ખુરશી જળવાઈ રહે તે માટે લડી રહેલા નેતાઓ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બંધાયું તેથી પોતપોતાનાં પેટમાં ગરમાગરમ તેલ રેડાયું હોય તેવી દુર્ઘટના અનુભવી રહ્યા છે. તેઓ રામ વિષે, રામના ખોરાક વિષે, બાબરી મસ્જિદની તરફેણમાં બેમતલબનો બકવાસ કરી રહ્યા છે. પણ પ્રજા જાણે છે કે તેઓના મુખે તેઓની બળતરી નીકળી રહી છે. વધુ બદનામ થઇ રહ્યા છે અને વધુ ઊઘાડા પડી રહ્યા છે. વસ્તુસ્થિતિ આવી છે તે સમજી જઇને રામ જન્મભૂમિ અને અયોધ્યા બાબતે તૃણમૂલ પક્ષના મમતા બેનરજીએ એક કારપેટ ઓર્ડર અમલમાં મૂકયો છે. કોઇપણ કાર્યકરને આ મુદ્દા પર બોલવાની છૂટ નથી. જે કહેવું હશે તે માત્ર મમતા જ કહેશે. એનસીપીના જીતેન્દ્ર અવ્હાડ નામના એક વૃધ્ધ અલ્લડ નેતા ફાવે તેમ બકયા. પોતાના માંસાહારનું વચન કર્યું અને આખરે ઇજા શરદ પવાર અને એમના એનસીપી પક્ષને પહોંચી. ગોબર કર્યા પછી અવ્હાડે ચોટવું પડયું.
નવેમ્બર 2019માં સર્વોચ્ચ અદાલતે ચૂકાદો આપ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વીસ લાખ કાર્યકર્તાઓએ લગભગ તેર કરોડ હિન્દુઘરોમાં જઇને લગભગ રૂપિયા 3500 (પાંત્રીસ સો) કરોડનું દાન મંદિર નિર્માણ માટે મેળવ્યું હતું. આ સિવાય પણ ન્યાસને ઘણું દાન મળ્યું છે. દરમિયાન કાળી પડી ગયેલી જર્જરિત અયોધ્યા નગરીના રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા.
કેટલાક મકાન માલિકો તૈયાર ન હતા તેઓને વળતરની સારી રકમ આપીને મનાવી લેવાયા. તેમ છતાં જેઓ માન્યા નહીં તેઓનાં મકાન અને દૂકાનનું કાયદેસર ડિમોલિશન કરાયું. હવે નવા જૂનાં બાંધકામો, દૂકાનો વગેરેને નવેસરથી કલાત્મક ઓપ અપાય છે અનેક મકાનો પર ભગવો રંગ ચડાવાયો છે. દૂકાનોનાં શટર્સ પણ મરૂનને મળતાં ડાર્ક બ્રાઉન રંગમાં હિન્દુ થીમની કલાકારી સાથે રંગવામાં આવ્યાં છે કોઇના પર લાલ સાંથિયા (સ્વસ્તિક), ભગવી ધજા, ધનુષ્ય અને બાણ, શંખ, ગદા, પદ્મ વગેરે ચિત્રો દોરવામાં આવ્યા છે.
અનેક જગ્યાએ દેવનાયરી સિપિમાં જય શ્રી રામના સૂત્રો લખ્યા છે. જો કે હાલમાં જેઓ ભારતમાંથી કે વિદેશમાંથી અયોધ્યાના પ્રવાસે આવે છે તેઓને લાંબી કતારો વગેરેની મુશ્કેલીઓ અનુભવી પડે છે. સામાન વગેરે લોકરોમાં રાખવાની વ્યવસ્થા છે પણ તે માટે એટલી લાંબી કતારો જામે છે કે ઘણા લોકો પોતાનાં ટ્રેન, બસ વગેરેનો સમય ચૂકી જાય છે. ઊત્તર પ્રદેશમાં ખાસ કરીને મંદિરોમાં દર્શનર્થે આવતા યાત્રીઓનું જ પ્રમાણ ખૂબ વધ્યું છે, અને અહીંની પૂર્વ સરકારોએ આ બાબત પર ધ્યાન આપ્યું જ નથી.
તાજમહલના પ્રવાસે કે મંદિરોની યાત્રાએ આવતાં લોકોને યેન કેન પ્રકારે લૂંટવાની જ સંસ્કૃતિ બેપનાહ ખીલી હતી. વિદેશની સરકારો તો એડવાઈઝરી બહાર પાડીને પોતાના નાગરિકોને તાજમહાલ જતી વેળાએ ખાસ સાવધ રહેવા જણાવતી હતી. આ લૂંટણિયા ગેંગમાં મંદિરના લોકો, તાજમહાલમાં કામ કરતા સરકારી અને ખાનગી નોકરો, ગાઈડ્સ, બ્રાહ્મણો, વાનરો વગેરે સૌ જોડાતાં હતાં. યોગીજી મહારાજના સમયમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો થયો છે છતાં જો ધ્યાન ન અપાય તો જૂને સંસ્કૃતિ કે સંસ્કારો ફરીથી અમલમાં આવવાને વાર લાગતી નથી.
આવું ન થાય તે માટે સરકારે, ન્યાએ એ પ્રજાએ સાવધ રહેવું પડશે. અયોધ્યામાં ગંદકી ન થાય તેની પણ ખાસ વ્યવસ્થા કરવી પડશે. સુરત, અમદાવાદ, વડોદરા અને ગુજરાતનાં અન્ય શહેરોમાંથી હાલમાં જ યાત્રીઓના જૂથો અયોધ્યા જઈ રહ્યા છે. પણ ઊત્તર પ્રદેશ સરકારના પ્લાન મૂજબ આજે જે અયોધ્યા છે તે આવતાં વરસોમાં વધુ સ્વચ્છ અને વધુ આયોજિત બનશે. ભારતના કોઈપણ શહેરની આટલી ઝડપી અને આટલી આમૂલ કાયાપલટ નહીં થઈ હોય એટલી અયોધ્યાની થશે.
અયોધ્યા માટે માસ્ટર પ્લાન 2031 અને વિઝન અયોધ્યા 2047 શિર્ષકથી બે માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યા છે. તેમાં રૂપિયા એંસી હજાર કરોડ રૂપિયા વાપરીને 250 પ્રોજેક્ટસ હાથ ધરવામાં આવશે. આ રકમમાંથી મોટો હિસ્સો કેન્દ્ર સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે. એ પ્રોજેક્ટસ અંતર્ગત બારસો એકર ભૂમિ પર નવું નગર બાંધવામાં આવશે અને પ્રોજેક્ટસ પૂરો થતાં પાંચ વરસ લાગશે જેમાં 2200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
અયોધ્યા ધામનું નવું રેલવે સ્ટેશન જોઈને જ લોકો દંગ રહી જાય છે. તેઓ કહે છે કે આટલું ભવ્ય, સુંદર તો કોઈ એરપોર્ટ પણ હોતું નથી. બાકી એરપોર્ટ તો તેનાથી ભવ્ય છે. પ્રાયોગિક ઊતરાણ અને ઊડાણ થઈ ચૂક્યાં છે. આવતી આવતી બાવીસ તારીખે વડાપ્રધાન અહીં વિમાન માર્ગે આવશે. અયોધ્યાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પણ ઊડતી હશે. ભારત અને દુનિયામાંથી અયોધ્યાને કાયમ માટે શણગારવી, મંદિરમાં જરૂરી હોય એવી કલાત્મક ચીજવસ્તુઓ આવી રહી છે. રામ જન્મભૂમિ મંદિરનું પોતાનું પાવર સ્ટેશન, મલ નિસારણ સિસ્ટમ તેમ જ જલ શુદ્ધિકરણ વ્યવસ્થા હશે.
મંદિરના અનાવરણ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સ બાદ અયોધ્યા મંદિરમાં મહિનાના પચાસ લાખ મુસાફરો આવનજાવન કરશે તેવો સરકારી અંદાજ છે. લોકોને મોટા પાયે રોજી રોટી મળશે. હોટલો અને રેસ્ટરાંના ધંધાર્થીઓને કાયમી કામ મળશે. હાલમાં જ પરિસર બહારની નગરની પ્રોપર્ટીઓનિ કિંમતો ખૂબ વધી ગઈ છે. ચૂકાદો આવ્યો તે અગાઉ અયોધ્યામાં રોજના અમુક સેંકડો યાત્રીઓ આવતાં હતા પણ ચૂકાદા બાદ રોજના વીસ હજાર જેટલા આવતા થયા છે અને પ્રાણપ્રતિષ્ઠા બાદ ખૂબ મોટો વધારો થશે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મંદિરના અનાવરણ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સ બાદ અયોધ્યા મંદિરમાં મહિનાના પચાસ લાખ મુસાફરો આવનજાવન કરશે તેવો સરકારી અંદાજ છે. લોકોને મોટા પાયે રોજી રોટી મળશે. હોટલો અને રેસ્ટરાંના ધંધાર્થીઓને કાયમી કામ મળશે. હાલમાં જ પરિસર બહારની નગરની પ્રોપર્ટીઓનિ કિંમતો ખૂબ વધી ગઈ છે. ચૂકાદો આવ્યો તે અગાઉ અયોધ્યામાં રોજના અમુક સેંકડો યાત્રીઓ આવતાં હતા પણ ચૂકાદા બાદ રોજના વીસ હજાર જેટલા આવતા થયા છે અને પ્રાણપ્રતિષ્ઠા બાદ ખૂબ મોટો વધારો થશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.