Vadodara

દારૂ-બિયરના જંગી જથ્થા સાથે બૂટલેગર ઝડપાયો

વડોદરા: ગુજરાત હાઉસીંગ બોર્ડના અવાવરૂ મકાનમાં દારૂનો વેપલો કરતા બૂટલેગર પાસેથી દારૂ-બિયરના જથ્થો મળી આવતા બાપોદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો. બાપોદ પોલીસને બાતમી મળી હતી કે, આજવા રોડ સ્થિત નવજીવન નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડના અવાવરૂ મકાનમાં દારૂ-બિયરનું વેચાણ ખુલ્લેઆમ થાય છે. બાપોદ પોલીસે આયોજનબદ્ધ દરોડો પાડ્યો હતો. મકાન નં.474ના અવાવરૂ પડેલા બ્લોક નં.41મા પોલીસ ત્રાટકી હતી. ઘરમાં ઝડતી લેતા લોખંડના 4 પીપમાં છુપાવેલા દારૂ બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

બાજુના જ બ્લોકમાં હાજર ઈસમની પૂછપરછ કરતા ધાર્મિક ઉર્ફે ભયલુ નાનકભાઈ લોહાણા જણાવ્યું હતું. દારૂ-બિયરની ગણતરી કરતા બિયરના 20 બોક્સ અને ક્વાર્ટરિયાનો જથ્થો પોતાનો હોવાની કબુલાત કરી હતી. પોલીસે 1.39 લાખનો મુદ્દમામલ કબજે કર્યો હતો અને આરોપી ધાર્મિક લોહાણાની વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. આરોપીના અન્ય સાગરીત કોણ છે. દારૂનો જથ્થો કોણે પૂરો પાડ્યો, કોને વેચાણ કરેલ છે. તે દિશા તરફ પોલીસ ઊંડી તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Most Popular

To Top