Business

હબલ અવકાશ ટેલિસ્કોપ આપણું બ્રહ્માંડ કેટલા દરે વિસ્તરણ પામી રહ્યું છે તે જાણવામાં મદદરૂપ બનશે

નાસા (Nasa) અને યુરોપિયન (European) અવકાશ એજન્સીએ (Space Agency) કયું ટેલિસ્કોપ (Telescope) અવકાશમાં મોકલ્યું હતું? વર્ષ ૧૯૯૦ માં નાસા અને યુરોપિયન અવકાશ એજન્સીએ હબલ અવકાશ ટેલિસ્કોપ (HST) અવકાશમાં મોકલ્યું હતું. તેણે વર્ષ ૨૦૧૯ થી માંડીને વર્ષ ૨૦૨૧ સુધીમાં ૫ લાખ ૫૦ હજાર અવકાશી પદાર્થોના ફોટાઓ ઝડપ્યા છે. આ અવકાશી ટેલિસ્કોપે બ્રહ્માંડની (universe) હાલની ઉંમરનો અંદાજ મેળવ્યો છે. તેણે કવાયપર પટ્ટામાં રહેલા પ્લુટો ગ્રહના બે ઉપગ્રહો નીકસ અને હાઇડ્રા શોધી કાઢયા છે.  આ હબલ સ્પેસ ટેલિસ્કોપ કેટલા દરેથી બ્રહ્માંડનું વિસ્તરણ થઈ રહ્યું છે  તેનો અંદાજ મેળવશે. તેણે શોધી કાઢયું છે કે પ્રત્યેક ગેલેકસીને તેના કેન્દ્રિય ભાગમાં એક બ્લેકહોલ હોય. વળી તેણે ‘ડાર્ક મેટર’નો નકશો પણ તૈયાર કર્યો.

હબલ ટેલિસ્કોપ પ્રતિ કલાક ૧૭૫૦૦ માઇલના વેગથી અવકાશી ઉડ્ડયન કરે છે. તેણે પૃથ્વીથી છેલ્લા ગ્રહ નેપ્ચ્યુન સુધીનું અંતર તય કરી લીધું છે. તેણે વર્ષ ૧૯૯૦ થી અત્યાર સુધીમાં ૧૩ લાખ અવલોકનો મેળવી લીધા છે. આ હબલ અવકાશ ટેલિસ્કોપ આપણું બ્રહ્માંડ કેટલા દરે વિસ્તરણ પામી રહ્યું છે તે જાણવામાં મદદરૂપ બનશે. હબલ અવકાશ ટેલિસ્કોપે લીધેલા અત્યાર સુધીના અસરકારક ફોટાઓ કયા? તેના દ્વારા લેવાયેલા અવકાશી પદાર્થના અસરકારક ફોટાઓ ‘પીલર્સ ઓફ ક્રીએશન’ છે. ગુરૂ ગ્રહ પરનું રાતા રંગનું ધાબુ શું છે? તે રાતા રંગનું ધાબુ ‘પ્રતિવર્તી વંટોળ’ (એન્ટી સાયકોલોન)નું રાતા રંગનું ધાબુ છે. આ ધાબાનું કદ ધીમે ધીમે ઘટી રહ્યું છે, જે દર્શાવે છે કે ગુરૂ ગ્રહ પરનો આ વંટોળ તેની તીવ્રતા ગુમાવીને છેવટે લુપ્ત થઇ જશે. ગુરૂ ગ્રહ પર આ વાવંટોળ છેલ્લા ૩૫૦ વર્ષોથી સુસવાટાભેર ફૂંકાઇ રહ્યો છે. તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!

વર્ષ ૨૦૧૯ થી વર્ષ ૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન હબલ ટેલિસ્કોપે ૫ લાખ ૫૦ હજાર અવલોકનો લીધા.
‘ડિસ્કવરી અવકાશ શટલ દ્વારા હબલ અવકાશ ટેલિસ્કોપને ૨૪મી એપ્રિલ,વર્ષ ૧૯૯૦ ના રોજ પૃથ્વીની સપાટીથી ૬૦૦ કિ.મી. ઊંચાઇએ પરિભ્રમણ કક્ષામાં લઇ જવામાં આવ્યું હતું. તેને અવકાશમાં તરતું મૂકાયા બાદ આ હબલ અવકાશ ટેલિસ્કોપે છેલ્લા ત્રણ દશકાઓમાં આપણી બ્રહ્માંડ વિશેની સમજને બદલી નાંખી છે. વર્ષ ૨૦૧૯ થી વર્ષ ૨૦૨૧ ના સમયગાળામાં આ અવકાશ ટેલિસ્કોપે ૫ લાખ ૫૦ હજાર અવકાશી પદાર્થોના ફોટાઓને પોતાના કેમેરાઓમાં ઝડપી લીધા છે. તેના બધા સાધનો યોગ્ય રીતે કાર્યરત હોય અને અવકાશી પદાર્થોને જોવા માટેનો માર્ગ મોકળો થઇ રહ્યો હોય, એમ લાગે છે કે આ હબલ ટેલિસ્કોપનું અવકાશી પદાર્થોનો અભ્યાસ કરવાનું કામ ઓછામાં ઓછું વર્ષ ૨૦૨૫ સુધી તો આગળ વધશે જ.

હબલ ટેલિસ્કોપે કઇ સિધ્ધિઓ મેળવી છે?
હબલ અવકાશ ટેલિસ્કોપે આપણા  બ્રહ્માંડની અત્યાર સુધીની ઉંમરનો અંદાજ મેળવ્યો છે, જે ૧૩ અબજ ૮૦ કરોડ વર્ષ છે. આમ તે પૃથ્વીની હાલની ઉંમર કરતા ત્રણ ગણી વધારે છે. તેણે આપણી સૂર્યમાળાના કવાયપર પટ્ટામાં રહેલા વામન ગ્રહ પ્લુટોના બે ઉપગ્રહો નીકસ અને હાઇડ્રા શોધી કાઢયા છે. આ કવાયપર પટ્ટો એ આપણી સૂર્યમાળાના છેલ્લા ગ્રહ નેપ્ચ્યુનથી આગળ ૩૦ AU થી ૫૦ AU સુધી વિસ્તરેલો છે. આ ‘AU’ એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ’ (અવકાશ એકમ) જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર છે. સૂર્યથી આપણી પૃથ્વીનું ઓછામાં ઓછું અંતર ૧૪ કરોડ ૭૦ લાખ કિ.મી. અને વધારેમાં વધારે અંતર ૧૫ કરોડ ૨૦ લાખ કિ.મી. છે.

આજથી ૪ અબજ ૫૦ કરોડ વર્ષો પહેલા મહાવિસ્ફોટ થઇને આપણું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું હતું. બ્રહ્માંડનું કેટલા દરે વિસ્તરણ થઇ રહ્યું છે, તે જાણવામાં આ હબલ અવકાશ ટેલિસ્કોપ મદદરૂપ થશે. હબલ અવકાશ ટેલિસ્કોપે શોધી કાઢયું છે કે પ્રત્યેક મોટા કદની ગેલેકસીને તેના કેન્દ્રિય ભાગમાં એક બ્લેકહોલ હોય છે. હબલ ટેલિસ્કોપે ‘ડાર્ક મેટર’ (અદ્રશ્યમાન દ્રવ્ય) નો નકશો તૈયાર કર્યો છે. આ ડાર્ક મેટરને અત્યાર સુધી જોઇ શકાયું નથી. પણ તેને તેની ગુરુત્વાકર્ષણીય  અસરોથી સમજી શકાય છે.

Hobbled Hubble Telescope Springs Back To Life On Its Backup System : NPR

શા માટે હબલ ટેલિસ્કોપ અત્યાર સુધીનું સૌથી શકિતશાળી ટેલિસ્કોપ છે?
હબલ ટેલિસ્કોપ અવકાશમાં પ્રતિકલાક ૧૭૫૦૦ માઇલના દરે આગળ વધે છે અને અત્યાર સુધીમાં તેણે પૃથ્વીથી સૂર્યમાળાના છેલ્લા ગ્રહ  નેપ્ચ્યુન વચ્ચેનું જે અંતર છે તે અંતરને તય કરી લીધું છે. યાદ કરીએ કે સૂર્યથી નેપ્ચ્યુન ગ્રહ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ૪ અબજ ૪૦ કરોડ કિ.મી. અને વધુમાં વધુ અંતર ૪ અબજ ૫૦ કરોડ કિ.મી. છે.

  • વર્ષ ૧૯૯૦ માં જયારથી તેને અવકાશમાં રવાના કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં તેણે ૧૩ લાખ અવલોકનો મેળવી લીધા છે.
  • વર્ષ ૨૦૦૩ સુધીમાં તેણે પોતાના ૨ ચોરસ – અંશ – ક્ષેત્ર પર ૨૦ લાખ ગેલેકસીઓને પોતાનામાં આવરી લીધી હોય, આ ‘બ્રહ્માંડ સંબંધી ઉદ્વિકાસ સર્વે’ એ આ હબલ અવકાશ ટેલિસ્કોપનો અત્યાર સુધીનો મોટામાં મોટો સર્વે છે.
  • ‘M ૮૧’ ગેલેકસીમાં જે ‘સેફીડ’ ચલાયમાન તારાઓનો સર્વે કરવામાં આવ્યો હતો, તે પ્રક્રિયા ‘બ્રહ્માંડ અંતર નિસરણી’ (કોસ્મિક ડીસ્ટન્સ લેડર) નું એક પગથિયું સ્થાપિત કરવામાં મદદરૂપ થઇ હતી. આ પ્રક્રિયા બ્રહ્માંડની હાલની ઉંમર જાણવા માટે ઉપયોગમાં લેવાઇ રહી છે.
  • આ હબલ ટેલિસ્કોપ આપણું બ્રહ્માંડ કેટલા દરે વિસ્તરણ પામી રહ્યું છે, તે જાણવામાં મદદરૂપ થશે.
  • હબલ અવકાશ ટેલિસ્કોપના કેમેરાઓ દ્વારા અત્યાર સુધીના સૌથી ધ્યાનપાત્ર બ્રહ્માંડના અવકાશી પદાર્થોના ફોટાઓ ‘પીલર્સ ઓફ ક્રીએશન’ (સર્જનના સ્તંભો)ના ફોટાઓ છે. તેઓ તારાઓથી સમ્પન્ન નર્સરીમાં શીતળ વાયુ અને દ્રવ્ય રજકણના બનેલા ગર્જના કરતા વિસ્તરણ પામતા ટાવરો સ્વરૂપ છે.

હબલ અવકાશ ટેલિસ્કોપ દ્વારા ગુરૂ ગ્રહ પર નિર્માણ પામેલા પ્રતિવંટોળના ફોટાઓ ઝડપવામાં આવ્યા
આપણી સૂર્યમાળાનો પાંચમા ક્રમનો ગ્રહ ગુરૂ એ સૂર્યમાળાનો કદમાં સૌથી મોટો કદનો ગ્રહ છે. તેની ત્રિજયા ૬૯,૯૧૧ કિ.મી. છે. ગુરૂ ગ્રહ આપણી પૃથ્વી કરતા ૧૧ ગણો મોટો પટ ધરાવે છે. આ ગુરૂ ગ્રહ પર એક રાતા રંગનું ધાબુ જણાય છે. પણ ખરેખર તો તે ધાબુ નથી. તે તો આપણી સૂર્યમાળાનો ‘પ્રતિ વર્તી વંટોળ’ (એન્ટી સાયકલોન) છે, જે ગુરૂ ગ્રહની સપાટી પર રાતા રંગના ધાબારૂપે અભિવ્યકત થાય છે.

વર્ષ ૧૯૯૫ ના દેખાયેલા ‘૧૯૯૫ W F P / C2 ’ સાંકેતિક નામ આપવામાં  આવ્યું છે, જે મોટામાં મોટું ધાબુ છે. પછી તે ધાબાનું કદ ઘટીને વર્ષ ૨૦૦૯ માં તે મધ્યમ કદનું W F C3  / U V I S  ધાબુ બન્યું. પછી વર્ષ ૨૦૧૪ માં તે તેનાથી પણ નાના કદનું થયું. જેને સાંકેતિક નામ ‘૨૦૧૪ W F C3/U V I S’ આપવામાં આવેલું છે. આ ત્રણ જુદા જુદા કદના ધાબાઓનો અર્થ એવો કરી શકાય કે આપણી સૂર્યમાળાનો આ પ્રતિવંટોળ ધીરે ધીરે તેનું જોશ ગુમાવીને લુપ્ત થઇ જશે.

આ હબલ ટેલિસ્કોપે ગુરૂ ગ્રહ પરના ધાબાઓનો પીછો કરીને તેમના ફોટાઓ ઝડપ્યા હતા. મોટા કદના ધાબાઓ સ્વરૂપે વ્યકત થયેલો આ ગુરૂ ગ્રહ પરનો વંટોળ ઓછામાં ઓછા છેલ્લા ૩૫૦ વર્ષોથી ગુરૂ ગ્રહના ઉપરના વાતાવરણમાં ઘૂઘવાટા લગાવી રહ્યો છે. તે વંટોળનું કદ એટલું મોટું છે કે આપણી પૃથ્વી જેવા ત્રણ મોટા કદની પૃથ્વીઓ તેનામાં સમાઇ જાય!

Most Popular

To Top