મુંબઈ: ભારત (India) સહિત સમગ્ર વિશ્વ માટે 23 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક રહ્યો. આ દિવસે ચંદ્ર (Moon) પર ભારતના ચંદ્રયાન-3એ (Chandrayaan3) સફળતાપૂર્વક લેન્ડિંગ (Landing) કર્યું. આ ઐતિહાસિક પળની ખુશી ટેલિવિઝન અને બોલિવુડની (Bollywood) અનેક સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા (SocialMedia) પર પોસ્ટ કરીને મનાવી. સેલિબ્રિટીઓએ ઈસરોને (ISRO) શુભેચ્છા પાઠવી. બીજી તરફ આ મહાન ઉપલ્બ્ધિ પર બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) એક કવિતા (Poem) વાંચીને ઈસરોની સરાહનીય કામગીરીને બિરદાવી છે.
અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિ 15ના ઓફિશીયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અમિતાભ બચ્ચન કવિતા વાંચતા નજરે પડે છે. ભારતની આ ઐતિહાસિક સફળતાની ઉજવણી કરતા બિગ બી કવિતાની કેટલીક લાઈન્સ વાંચતા નજરે પડે છે. અમિતાભના ઘેરા અવાજમાં કવિતા સાંભળી રૂંવાટા ઉભા થઈ જાય છે.
અમિતાભ બચ્ચન કવિતામાં કહે છે, ‘યે સજતા, સંવરતા, નિખરતા યે દેશ, જૈસે કોઈ દુલ્હન બદલતી હો ભેશ, યે વાદે ઈરાદે યે કસમ યે નઈ, યે મહેનત, મશક્કત યે ખુદ પે યકીન, યહી હૈ સુનહરા સા ભારત, હવા મેં હુનર હૈ, ફિઝા મેં મહારત, જમીન કો ફલક કો હુઆ તબ ગુમાન, લિખા ચાંદ પર હમને જય હિન્દુસ્તાન, લહર હૈ સહર હૈ યે બદલાવ કી, વતન કે જતન સે સજે ખ્વાબ કી, જતા દો બતા દો કિ તુમ કમ નહીં, વિજય કા લહરાના હૈ પરચમ યહી. જહાં તુમ ખડે હો વહીં હો શુરુ, બના દો તુમ ભારત કો સબ કા ગુરુ, અમર વો, અટલ વો, અમિટ દાસ્તાન, જિસકે પન્નોં પર લિખા હો જય હિન્દુસ્તાન. જય હિંદ’
ભારતે ઈતિહાસ સર્જયો
ભારતે 23 ઓગસ્ટે નવો ઇતિહાસ બનાવ્યો છે. કારણ કે ચંદ્રના રહસ્યમય દક્ષિણી ધ્રુવ પર પોતાનું ચંદ્રયાન સફળતાપૂર્વક ઉતારનાર ભારત પહેલો દેશ બન્યો છે. જણાવી દઈએ કે ઈસરો દ્વારા શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી ચંદ્રયાન-3 છોડ્યું હતું. આ યાનએ 40 દિવસની યાત્રા બાદ 23 ઓગસ્ટની સાંજે 6.04 કલાકે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.