વણસે દિકરી એટલે સાસુ વહુનો યા વંઠે દીકરો તો માઁ બાપનો કજીયો તો રોજ થાય જ અને ઘર હોય તો વાસણ ખખડે જ! કેમ કે, ઘેર ઘેર માટીના ચૂલા યાને દરેક ઠેકાણે સારું માઠું થવાનું એક સમાન જ હોય! ઘર, કુટુંબમાં કોઈ કારણ વગર મહાભારત જેવી ઝઘડાની પરિસ્થિતિ ઊભી થાય તો મહાભારતનો ભાગ બનવાની જરૂર નથી! બળતામાં ઘી હોમાય નહિં!સગા-સંબંધીઓના ઝઘડામાં પણ અપેક્ષાઓ અને માન-સન્માન, આવકાર અને આપત્તિમાં સગાએ સાથ નહીં આપ્યો તેની ફરિયાદ મુખ્ય હોય છે, કિન્તુ વક્ર અને સરળનો સંબંધ લાંબો ટકતો નથી!
રાગ-દ્ધેષ ઝઘડાની જનની અને ત્યાગ સંબંધનો સંરક્ષક છે! ખેર, કુટુંબમાં થતા ઝઘડા કઈ રીતે શાંત પાડશો? કુટુંબમાં અવારનવાર ઝઘડા થતા હોય તો શું? એકબીજાને પ્રેમ કરો છો અને એકબીજાને દુઃખ પહોંચાડવા માંગતા નથી એ યાદ રાખો કે, મતભેદ હોવાનો અર્થ એ નથી કે કુટુંબ છિન્નભિન્ન થઈ રહ્યું છે! કુટુંબમાં શાંતિ રહેશે કે તણાવ એ મતભેદો પર નહિ, પણ એને કઈ રીતે હાથ ધરો છો એના પર આધાર રાખે છે! ઝઘડો શાંત પાડવા વળતો જવાબ ન આપો! કુટુંબની લાગણી સમજો! ગુસ્સાને શાંત પાડવા સમય આપો! શું બોલવું અને કઈ રીતે બોલવું એનું ખાસ ધ્યાન રાખો! અવાજ ખૂબ ધીમો રાખો અને બહુ પ્રેમથી વાત કરો! તરત માફી માંગો
ગોપીપુરા, સુરત- સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.