Charchapatra

શાંતિ કઈ રીતે પ્રાપ્ત થશે

સમગ્ર મનુષ્યતા શાંતિ ઝંખે છે અને ઉપાયો અશાંતિ વકરે એવા કરે છે અને તે પણ પૂર્ણ શિક્ષિત તરફ ધખી રહેલ બુદ્ધિવાદી કહેવાતો માણસ છે ને અચરજ કોઇ ધર્મવાદ કોઇ જાતિવાદ કોઇ અર્થવાદ ને તો કોઇ યુદ્ધના ઉન્માદને વકરાવી માણસને માણસ સામે મૂકવાનું કામ કરી રહ્યાં હોવાનું અનુભવાઈ રહ્યું છે. સમગ્ર મનુષ્યતા અશાંત બની ચૂકી છે. શાંતિ આ રીતે પ્રાપ્ત થઇ શકશે ખરી? વળી કુદરત પણ પોતાનાં આયુધો,જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી, આકાશ દ્વારા વિનાશકતા વેરી રહી છે. મનુષ્યતા ઇશારામાં સમજશે ખરી? લાગે છે કહેવાતા પ્રલયનો સમય નજીક આવી ચૂકયો છે. મનુષ્યતા શાંતિ અર્થે ઉપરોકત ઉપાયો અજમાવશો તો મનુષ્યતાને શાંતિ તો પ્રાપ્ત થશે પણ તે સ્મશાનવત્ કહેવાતી શાંતિને પ્રાપ્ત કરશે તે નક્કી.
નવસારી           – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આજના રાજકરણીઓનો રંગ
સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની હાથી જેટલી જાહેરાત થાય છે અને કીડી જેટલું વળતર રાજ્ય સરકાર આપતી નથી એવા ફોલ્લા ફોડવા, આઝાદી પછીની સરકારોમાં દેશની વિરાસતોને બચાવવાનો, ટકાવવાનો કોઇ વિચાર યા રાજનીતિક ઇચ્છાશક્તિનો સદંતર અભાવ હોવાનું છાતી ઠોકીને કહેવું અને આરામપ્રિય લાગવગિયા હોદ્દો ભોગવતા નેતાઓને નિવૃત્ત કરી ઘરે બેસાડવા તથા પક્ષ માટે પરિશ્રમ કરતાં કાર્યકરોને મહત્ત્વ આપવું.

ઝૂંપડામાં જઇ ફોટોશૂટ કરાવનારાને સંસદમાં કે વિધાનસભામાં કંગાલિયત પર વાત કરવી કંટાળાજનક લાગે છે એટલે આવાં લોકોને દીનહીનોની સમસ્યા પ્રત્યે કંઇ જ લેવાદેવા નથી એવું રોકડું પરખાવવું, ખુલ્લી જગ્યામાં શૌચ માટે જતી મહિલાઓ સાથે દુષ્કર્મ થઇ રહ્યાં છે પરંતુ હજુ સુધી યોગ્ય પ્રમાણમાં શૌચાલયો બનાવાયાં નથી એમ ગરજવું, અતિ પછાત અને ગરીબ લોકોની જમીનો હડપનાર જમીન માફિયાઓને ઊંધા લટકાવીને સીધા કરવાનું કામ ડબલ એન્જિનની સરકાર કરશે એમ ઉઘાડેછોગ જણાવવું આદિ આજકાલના રાજકારણીઓની પ્રવૃત્તિ અનુભવાય છે.
અમદાવાદ         – જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top