Columns

ક્રોપ ટોપ કઇ રીતે સ્ટાઇલ કરશો?

ક્રોપ ટોપની એક ખાસિયત એ છે કે એને સાડી અને લહેંગા જેવા ટ્રેડિશનલ આઉટફિટ્‌સ સાથે પણ સ્ટાઇલ કરી શકાય છે. ક્રોપ ટોપની લંબાઇ સામાન્ય રીતે બ્લાઉઝ જેટલી જ હોય છે એટલે એને સાડી કે લહેંગા સાથે બ્લાઉઝની જેમ પેર કરવા આસાન છે. ક્રોપ ટોપને કેટલી રીતે અને કયાં કયાં આઉટફિટ્‌સ સાથે પહેરી સ્ટાઇલિશ દેખાઇ શકાય તે જોઇએ.
પ્લાઝો
ક્રોપ ટોપ સાથે પ્લાઝો સ્ટાઇલ કરવા ઘણું કુલ અને એલિગન્ટ છે. રોજ પહેરવા માટે સિમ્પલ ક્રોપ ટોપ સાથે રેગ્યુલર પ્લેન કે પ્રિન્ટેડ પ્લાઝો ટ્રાય કરો. કોઇ પાર્ટી કે ઇવેન્ટ માટે શિફોન ક્રોપ ટોપ સાથે હેવી સિલ્ક પ્લાઝો પસંદ કરો.

ધોતી-હેરમ પેન્ટસ
બધું ટ્રાય કરી લીધું, હવે ક્રોપ ટોપને બીજી કઇ રીતે સ્ટાઇલ કરી શકાય એવું વિચારતા હો તો એને ધોતી કે હેરમ પેન્ટ સાથે પેર કરો. એ પહેરી તમને હેપી લુક મળશે.
લોન્ગ સ્કર્ટ
ટી શર્ટ, શર્ટ કે ફલોઇંગ ટોપ સાથે લોન્ગ સ્કર્ટ પહેરવા હવે જૂની ફેશન થઇ ગઇ છે. હવે જમાનો છે તમારા લોન્ગ સ્કર્ટને ક્રોપ ટોપ સાથે પેર કરવાનો. તમે લોન્ગ સ્કર્ટને ફલેયર્ડ કે ઓફ શોલ્ડર ક્રોપ ટોપ સાથે સ્ટાઇલ કરી શકો અને લુકને અટ્રેક્ટિવ બનાવવા એકસેસરીઝનો ઉપયોગ પણ કરી શકો.

લહેંગા
ક્રોપ ટોપને લહેંગા કે લોન્ગ એથનિક સ્કર્ટ સાથે પેર કરી તમારા લુકને બનાવો એકસ્ટ્રા સ્પેશ્યલ. તમે ક્રોપ ટોપનો કોઇ પણ લહેંગાના બ્લાઉઝ તરીકે યુઝ કરી શકો છો.
જીન્સ
ક્રોપ ટોપ અને જીન્સનો કોમ્બો સૌથી વધારે કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડી છે. કયા જીન્સ સાથે એ કેવું લાગશે એની ચિંતા કરવાની પણ જરૂર નથી કારણ કે એ બધા પ્રકારના જીન્સ સાથે સારા લાગે છે. પછી એ હાઇ વેસ્ટ હોય, મોમ જીન્સ હોય, ફલેયર્ડ કે બૂટ કટ હોય.

શોર્ટસ
આ લુકને તમે આંખ બંધ કરીને પણ કેરી કરી શકો છો. મોલમાં ફરવા જવું, બીચ પર મસ્તી કરવા કે ફ્રેન્ડઝ સાથે ડિનર… એ દરેક અવસર માટે પરફેકટ છે. કર્વી યુવતીઓ માટે શોર્ટસ સાથે લુઝ ટોપ એક અટ્રેકિટવ ઓપ્શન છે.
સસ્પેંડર્સ
સસ્પેંડર્સ સાથે પણ ક્રોપ ટોપ બહુ સરસ લાગે છે. પછી એ ફુલ લેન્થ હોય કે શોર્ટ. એ દિવસો ગયા જયારે લાંબા ટી શર્ટ સાથે સસ્પેંડર્સ પહેરાતા હતા. હવે તો ક્રોપ ટોપનો જમાનો છે. તમારા સસ્પેંડર્સને એક પ્લેન વ્હાઇટ કે બ્લેક ક્રોપ ટોપ કે એક ઓફ શોલ્ડર ટોપ સાથે પહેરી તૈયાર થઇ જાવ.

સાડી
કોઇ ઇવેન્ટમાં જવું હોય અને નવી સાડીનું બ્લાઉઝ ન હોય તો ચિંતા ન કરો. તમારું પ્લેન વ્હાઇટ કે બ્લેક ક્રોપ ટોપ સાડી પ્રમાણે મેચ કરો. સાડી સાથે ઓફ શોલ્ડર કે રફલ્ડ ક્રોપ ટોપ આજકાલ ટ્રેન્ડમાં છે. સિમ્પલ સાડીને સ્ટાઇલિશ દર્શાવવા પણ ક્રોપ ટોપ ટ્રાય કરી શકાય.
જેકેટ
તમને ક્રોપ ટોપ પહેરવાનું તો ગમે છે પરંતુ વધારે સ્કિન દેખાય તે પસંદ ન હોય તો એને એક સ્ટાઇલિશ જેકેટ સાથે પેર કરો. તમે લેધર જેકેટ, ડેનિમ શર્ટ કે લાંબું જેકેટ પણ પસંદ કરી શકો.

Most Popular

To Top