Business

NEETની તૈયારી કેવી રીતે કરશો?

વિજ્ઞાન જૂથના સૌ વાલી-વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન!!! કેમ કે સૌ પાસ થઇ ગયા. આનંદ-ઉત્સાહ છવાવવો જોઈએ તે છે નહીં કેમ કે હવે આગળની પ્રવેશપ્રક્રિયાનો મુખ્ય કોઠો પાર કરવાનો છે. તેના પરિણામે જ મુખ્ય અભ્યાસક્રમની શાખામાં પ્રવેશ મેળવી શકાશે. આજે થોડું NEET અંગે ચિંતન કરીએ કેમ કે માર્કસની લહાણીઓ થઇ ગઇ હવે જ મુખ્ય પર્ફોર્મન્સ તા.12th. Sept. 2021ના રોજ કરવાનું છે. જે વિદ્યાર્થીઓ A Grade  અને ખાસ કરીને બી જૂથવાળા જીવશાસ્ત્ર વિષય સાથે વિજ્ઞાન પાસ કરવાવાળા વિદ્યાર્થીઓ હજુ તમારી પાસે 40-50 દિવસનો સમય છે અને Gujcet માટે 10-11 દિવસ. તો મિત્રો જરા હટ કે તૈયારી કરી લો.

National Eligibility cum Entrance Test-NEET તરીકે ઓળખાય છે. જે રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે. આ પરીક્ષા 2012થી અંડર ગ્રેજ્યુએટ માટે શરૂ કરવામાં આવી પણ અંગ્રેજી અને હિન્દીમાં જ આપી શકાતી. વિવિધ રાજ્યોના વિરોધને કારણે 2016, 2017 થી અંગ્રેજી, હિન્દી ઉપરાંત વિવિધ ભાષાનાં માધ્યમમાં પણ આપી શકાય છે.

નીચેના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે માત્ર NEETનો સ્કોર ગણવામાં આવશે.

  • 1. MBBS-Bachelor of medicine & Bachelor of Surgery
  • 2. BAMS-Bachelor of Ayurvedic Medicine &  Surgery.
  • 3. BHMS – Bachelor of Homeopathic Medicine &  Surgery.
  • 4. BDS – Bachelor of Dental Studies
  • 5. BNYS- Bachelor of Naturopathy & Yogic Science

જયારે નીચેના paramedical અભ્યાસક્રમમાં બોર્ડના મેળવેલા માર્કસના 60 % + Gujcetમાં મેળવેલા માર્કસના 40% ગણી મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

  • 1. BPT – Bachelor of physio Therapy
  • 2. BOP Bachelor of Orthotics & Prosthetics
  • 3.BO- Bachelor of Optometry
  • 4. BASLP – Bachelor of Audiology &  Speech Therapy
  • 5. BOT- Bachelor of occupational Therapy
  • 6.GNM-General Nursing & Midwifery
  • 7. ANM-Auxiliary Nurse Midiwifery

updated વધુ માહિતી માટે www.medadmgujarat.org વેબસાઈટ જોવી રહી.લગભગ બધા જ વિદ્યાર્થીઓએ NEET ની તૈયારી માટે વર્ગ જોઇન કર્યા જ હોય છે. છતાં સ્વઅભ્યાસની આદત જ તમને સારી સફળતા અપાવશે. – સૌ પ્રથમ NEET, Gujcet ને સીરિયસલી લો. આ પરીક્ષાઓ થકી જ જિંદગીની કારકિર્દીનાં દ્વાર ખૂલશે માટે હવે પછીની દરેક ઘડી તમારે માટે અતિ કિંમતી છે. – સાથે જ બંને પરીક્ષાનાં  Syllabusનું  ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી દરેક મુદ્દાઓની નોંધ લો કારણ કે પૂરેપૂરા અભ્યાસક્રમમાંથી MCQS આવશે.

– અભ્યાસક્રમના મુદ્દાઓ ધ્યાનમાં લીધા પછી ઊંચી ગુણવત્તાવાળું (standardized) મટીરિયલ્સ વાંચવાનું શરૂ કરવું. એક વખત નક્કી થયા પછી એક જ મટીરિયલ વાંચવાનું રાખો. મટીરિયલ્સ સતત બદલવાથી પૃથક્કરણ કરવાની કુશળતા કેળવાતી નથી. જેતે વિષય-વસ્તુની સમજણ કેળવી એનાં દરેક પાસાંઓને વિગતવાર સમજી-સમજણ કેળવવાથી જ MCQSમાં સારો સ્કોરકાર્ડ મેળવી શકાય છે. MCQSમાં ગોખણપટ્ટીની પદ્ધતિ નહીં ચાલી શકે કેમ કે વાક્યરચના બદલાય જાય તો પણ પર્યાય સરખા રહી શકે માટે સમજણ કેળવી તૈયારી કરો.

– અમલમાં મૂકી શકાય એવું સમયપત્રક બનાવી એનો 100 %  અમલ કરો. હમણાં કોરોના હળવો થયો છે. SOPમાં થોડી વધુ છૂટછાટ આપવામાં આવી છે, તો રોજિંદા વ્યવહારમાં હળવાશ ન અનુભવતાં 40-50 દિવસને અતિ કિંમતી માની એમ સમજજો કે હજુ કડક લોક-ડાઉન ચાલે છે અને સ્વ લોકડાઉન પાળી કારકિર્દીના પંથે સફળતાથી ડગ માંડી શકાય છે. હવે સમયપત્રકમાં તમારી નબળાઈ અને વિષયની પકડ strength & weaknesses ને ધ્યાનમાં રાખી દરેક વિષયને ન્યાય આપજો. દા.ત. જીવશાસ્ત્ર સહેલું લાગતું હોય તો ભૌતિકશાસ્ત્ર થોડું અઘરું લાગતું હોય છે તો એને પણ થોડો વધુ સમય ફાળવી સ્કોર કાર્ડમાં વધારો કરી શકાય.

– Mock Test : હવે Mock Testના રાઉન્ડ શરૂ થશે. બને ત્યાં સુધી NEET કે Gujcetના સમયે મોક ટેસ્ટ આપવાનું રાખજો જેથી તમારું બોડી કલોક એ રીતે સેટ થઇ જાય. કેટલાં પેપર્સ /ટેસ્ટ આપવાની એવું વાલી, વિદ્યાર્થીઓ પૂછતાં હોય છે. તો તમારી તૈયારી કેટલા ટકા થઇ છે તેનો જવાબ. કેટલી મોક ટેસ્ટ આપવાની? કેમ કે જો તમારી તૈયારીના ભાગરૂપે તમારો 60-70 %  જ અભ્યાસક્રમ પત્યો હશે તો મોક ટેસ્ટનું પરિણામ તમને હતાશામાં ઘેરી લેશે. માટે સંપૂર્ણ તૈયારીને પ્રાથમિકતા આપી પૂરેપૂરો અભ્યાસક્રમ લર્ન કરી લો. રીવીઝન કરતાં જાવ અને Mock Testની ગુણવત્તાને ધ્યાનમાં રાખો.

– હમણાં ચોમાસાની ઋતુ એટલે આરોગ્યના પ્રશ્નો તો ઊભા જ હોય ત્યારે હેલ્ધી ડાયટ: પોષણયુકત આહાર અને ઘરમાં બનાવેલ ખોરાકને જ પ્રાધાન્ય આપો. વીક એન્ડમાં હોટલ, રેસ્ટોરાંમાં ભીડ આપણને ડરાવી દે તેવી છે. વિદ્યાર્થી-વાલીઓએ થોડું વધુ સાવચેત રહી આરોગ્ય જાળવવું રહ્યું અને કોરોના થર્ડ વેવથી ચેતતા રહેવું સારું. – આ બધા સાથે એક હકારાત્મક વલણ રાખજો. તમારી દિલોજાનથી કરેલી મહેનત તમને સારો-ઊંચો સ્કોર કાર્ડ અપાવશે જ માટે ‘આ વખતે મેરીટ ઊંચું જવાનું છે’, ‘પ્રવેશ મુશ્કેલ બનશે માટે અન્ય રીતે અન્ય જગ્યાએ પ્રવેશ મેળવી સુરક્ષિત થઇ જવું’ એવા નકારાત્મક વિચારોને તમારી આજુબાજુ ફરકવા ન દેશો. ‘’There is no substitute for Hard Work’’ ‘’Best Wishes’’

Most Popular

To Top