Health

માઈગ્રેન સાથે રહેતા કેવી રીતે શીખશો?

HTML Button Generator

પાછલા અંકમાં આપણે માઈગ્રેન શું છે, એનાં લક્ષણો અને જોખમો વિશે જાણ્યું.. હવે પ્રશ્ન ચોક્કસ એ થાય કે આ થવાનાં કારણો શું, એવા કોઈ પરિબળો કે જે આ માઈગ્રેનને વિકસાવે, એને રોકવા માટે કયા ઉપાયો છે અને શું કાયમી ધોરણે આ માઈગ્રેન મટી શકે? બસ આવા જ પ્રશ્નો અંગે જે ચર્ચા પેલા દર્દી જોડે થઈ એને આજે આગળ ધપાવીએ…

માઈગ્રેન થવાનાં કારણો શું?
હકીકત તો એમ છે કે આ કારણો સંપૂર્ણ રીતે સમજી શકાયાં જ નથી, તેમ છતાં જીનેટિક્સ અને પર્યાવરણીય પરિબળો ભૂમિકા ભજવતાં હોય તેવું સંશોધકોનું માનવું છે. તમારાં માતા-પિતા થકી તમને અમુક માઇગ્રેન ટ્રિગર્સ વારસામાં પસાર થઈ શકે કે જેમાં થાક, તેજસ્વી પ્રકાશ અથવા હવામાનમાં ફેરફારને લીધે માઇગ્રેન પકડાવવો વગેરે જેવાં પરિબળો સામેલ છે. એથી ઉપર સમજીએ તો, મગજના માળખામાં ફેરફારો અને ટ્રાઇજેમિનલ નર્વ સાથેની તેની ક્રિયાપ્રતિક્રિયાઓ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. જેનાથી મગજના રસાયણોમાં અસંતુલન થઈ શકે છે. ખાસ કરીને સેરોટોનિન કે જે તમારા ચેતાતંત્રમાં દુખાવાને નિયંત્રિત કરવામાં મદદરૂપ હોય છે. સંશોધકો માઇગ્રેનમાં સેરોટોનિનની ભૂમિકાનો અભ્યાસ કરી રહ્યા છે. અન્ય જે ચેતાપ્રેષકો માઇગ્રેનના દુખાવામાં ભૂમિકા ભજવે છે તેમાં કેલ્સીટોનિન જનીન-સંબંધિત પેપ્ટાઇડ (CGRP)નો સમાવેશ થાય છે.

માઇગ્રેનનાં ટ્રિગરિંગ પરિબળો ક્યાં છે?
માઇગ્રેનના ટ્રિગર્સ સંખ્યાબંધ છે, જેમાં શરૂઆતમાં દર્દીએ જે જણાવ્યું એ તો ખરું જ.. એ ઉપરાંત જોઈએ તો,
▫સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારો: ઘણી સ્ત્રીઓએ નોંધ્યું છે કે જ્યારે તેઓ ગર્ભવતી હોય ત્યારે અથવા જ્યારે તેઓ ઓવ્યુલેટ કરતી હોય એ સમયગાળાની આસપાસ માથાનો દુખાવો થાય છે. તો વળી આ લક્ષણો મેનોપોઝ તથા હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી કે ગર્ભનિરોધક ગોળીઓ, હોર્મોનલ દવાઓ સાથે પણ જોડાયેલાં હોઈ શકે છે.

વિવિધ પીણાં (જેમાં આલ્કોહોલ, ખાસ કરીને વાઇન અને કોફી સમાવિષ્ટ છે),
▫️સ્ટ્રેસ/તણાવ: જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે તમારું મગજ જે રસાયણોનો સ્ત્રાવ છે એ રક્તવાહિનીઓમાં ફેરફારનું કારણ બની શકે છે જે માઇગ્રેન તરફ દોરી શકે છે. ▫️સંવેદનાત્મક ઉત્તેજના: તેજસ્વી અથવા ફ્લેશિંગ લાઇટ્સ, મોટા અવાજો, તીવ્ર ગંધ – જેમ કે પરફ્યુમ,પેઇન્ટ થિનર, સેકન્ડહેન્ડ સ્મોક.
▫️ખોરાક (ચીઝ, પ્રોસેસ્ડ ખોરાક, જમવાનું ટાળવું), ખોરાક એડિટિવ્સ (સ્વીટનર એસ્પાર્ટમ અને પ્રિઝર્વેટિવ મોનોસોડિયમ ગ્લુટામેટ MSG) વગેરે પરિબળો માઈગ્રેનને ટ્રિગર કરી શકે છે.
▫️ઊંઘમાં ફેરફાર: જ્યારે તમે ખૂબ ઊંઘો છો અથવા પૂરતું નથી ઊંઘતા ત્યારે પણ તમને આ માથાનો દુખાવો થઈ શકે છે.
▫️શારીરિક પ્રવૃત્તિ: આમાં કસરત અને સેક્સનો સમાવેશ થાય છે.

હવામાનમાં ફેરફાર વગેરે જેવાં પરિબળો ટ્રિગર કરવામાં ભાગ ભજવે છે.

♦️માઈગ્રેનને કઈ રીતે રોકી શકાય?
માઈગ્રેનને સંપૂર્ણ રીતે રોકી શકાય એવો તો કોઈ શોર્ટકટ નથી પણ લક્ષણોને રોકવા માટે આ પગલાં જરૂર અજમાવી શકાય અને સરળ રીતે જુઓ તો સૌથી પહેલાં તો જેટલા એના ટ્રિગરિંગ ફેક્ટર છે એને ટાળવા રહ્યા એટલે સૌ પ્રથમ ટ્રિગર્સને ઓળખો અને ટાળો. ડાયરીમાં તમારાં લક્ષણોની પેટર્નનો ટ્રૅક રાખો જેથી તમે શોધી શકો કે શું કારણ હોય છે દર વખતે, સ્ટ્રેસ મેનેજ કરો, ધ્યાન, યોગ અને માઇન્ડફુલ બ્રીધિંગ જેવી ટેકનિક પણ મદદ કરી શકે, નિયમિત સમય પર ખાઓ, પુષ્કળ પાણી/પ્રવાહી પીવો, જરૂરી આરામ કરો, નિયમિત કસરત કરો, જો તમને આ બધું કર્યા બાદ તથા જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર કર્યા બાદ પણ કોઈ જ રાહત નથી તો તબીબ જોડે ચર્ચા કરી યોગ્ય સારવાર/દવા શરૂ કરવી સલાહભર્યું છે.

♦️શું માઈગ્રેન કાયમી ધોરણે મટાડી શકાય છે?
માઈગ્રેન માટે હજુ સુધી પુરાવા આધારિત કોઈ ઈલાજ નથી પરંતુ દવાઓ એને રોકવામાં મદદ કરી શકે છે અથવા તમારાં લક્ષણોને વધુ ખરાબ થતાં અટકાવી શકે છે.
-:: ઇત્તેફાક્ ::-
तुझको बेहतर बनाने की कोशिश में
तुझे ही वक़्त नहीं दे पा रहे हम
माफ़ करना ऐ जिंदगी
तुझे ही नहीं जी पा रहे हम.
– गुलजार

Most Popular

To Top