વર્તમાન સરકારે પ્રજાને લૂંટવાનો કારસો રચી નાંખ્યો છે. દૂધમાં ભાવ વધારો ઝીંકાયો છે પરંતુ દૂધવાળા હોંશિયાર છે, એટલે તેઓ બે-બે રૂપિયા વધારીન હળવા ઝટકા જ લગાવે છે એટલે પ્રજા એમ વિચારીને કે બે-બે રૂપિયા વધારીને હળવા ઝટકા જ લગાવે છે. એટલે પ્રજા એમ વિચારીને કે બે રૂપિયા જ વધવા છે ને, માલો સહન કરી લઈશું વિરોધ કરીશું તો ચિંદી ચોર ગણાવીશું પરંતુ વિજળીવાળા બેવકૂફ છે તેમણે તો સ્માર્ટ મીટર લગાવીને 360ના ઝટકા જ પ્રજાને લગાવ્યા છે કે લગાવવાનો ઇરાદો ધરાવે છે. સ્માર્ટ મીટરના સમચારો ચૂંટણીના પરિણામોમાં દબાય ગયા બાકી તે પ્રાણ પ્રશ્ન છે. જયારથી સ્માર્ટ મીટરની મોંકાણ શરૂ થઇ છે ત્યારથી શરીરમાં ભયનું એક લખલખું પસાર થઇ જાય છે, કે જો સ્માર્ટ મીટર લાગી જશે તો જીવીશું, કેવી રીતે ? આજના જ લાઇટ બિલ ભરાતા નથી તો સ્માર્ટ મીટરના બીલો કેવી રીતે ભરાશે ? આ પત્ર વડે હું વીજકંપનીના માલિકોથી કેટલાક પ્રશ્નો કરવા માંગુ છું.
હાલમાં જે બિલો આવે છે તેની જો લમસમ ગણત્રી કરવામાં આવે તો 9/10 રૂા. પ્રતિ યુનિટનો ભાવ કંપની વસૂલે છે તો શું સ્માર્ટ મીટરમાં પણ પ્રતિ યુનિટ આ જ ભાવ રહેશે? બીજુ જેટલા વિજ વપરાશ બાદ એક યુનિટ ગણાવામાં આવે છે નવા મીટરમાં પણ એટલા જ વપરાશ બાદ એક યુનિટ ગણાશે ? આ પ્રશ્નો કોઇ પૂછતું નથી. જો આ પ્રશ્નનો કોઇ ઉત્તર નહીં મળે તો તમે તમારા જાતે જ તમારું સ્માર્ટ મીટર કાઢી ત્યાં ઇલેકટ્રીકલ સ્ટોરમાં મળતા ‘સબમીટર’ લગાવી દો અને એક યુનિટ પેટે 10 રૂા. ગણી પૈસા કંપનીને મોકલી આપો. આના સિવાય કોઇ ઉપાય નથી. અર્થાત ગાંધી ચીંધ્યા માર્ગે કાનૂન ભંગ.
સુરત – અજય સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.