તાજેતરમાં સુરતના કોસાડ વિસ્તારમાંથી 1.20 કરોડનું ‘‘નકલી ઘી’’ પકડાયું! જે આબેહૂબ અસલી ઘી જેવી સુગંધ અને રંગ ધરાવતું હતું! પણ એમાં દૂધની સંપૂર્ણપણે ગેરહાજરી અને હાનિકારક રસાયણોની હાજરી વર્તાતી હતી! બે વર્ષથી સુરતના સ્લમ એરિયાનાં રહીશો એનો ઉપયોગ કરતાં હતાં કારણકે એ ઘી સસ્તું હતું. નકલી પનીરના સમાચાર તો વાંચી ચૂક્યા. હવે ઘી પણ નકલી? પ્રજાના આરોગ્ય સાથે આવો ખિલવાડ? કંઈ કેટલાંય કેમિકલોનું મિશ્રણ છે આ નકલી ઘી!
આરોપી પકડાયા પણ જામીન મળ્યે પાછા આ ‘‘કાર્ય’’ માં જોડાઈ ન જાય એની તકેદારી રાખવી જ પડશે. આ પ્રકારની ભેળસેળ કેટલાયના આરોગ્યને નાદુરસ્ત બનાવતી હશે? થોડા સમય પહેલાં નકલી દૂધના સમાચાર પણ વાંચવા મળ્યા હતા! જે અત્યંત હાનિકારક હોઈ શકે. નકલીના જમાનામાં હવે અસલી શું હશે એ પારખવું મુશ્કેલ કાર્ય બની ગયું છે! નકલી અધિકારીઓ હોય, નકલી પોલીસ હોય, નકલી ખાદ્ય પદાર્થો હોય, બધું જ ડુપ્લીકેટ! સામાન્ય પ્રજા પારખે કઈ રીતે? નકલી બનાવટ સામે કડક કાર્યવાહી જરૂર થવી જોઈએ નહીં તો ‘જેસે થે’ ની પરિસ્થિતિ ઉદ્ભવે.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.