SURAT

ફૂલોની ખેતી કેવી રીતે કરીએ તો વધુ પાક મળે? નેધરલેન્ડના નિષ્ણાતે સુરતના ખેડૂતોને આપ્યું માર્ગદર્શન

સુરતઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ફૂલોની ખેતીનું માર્ગદર્શન આપવા માટે ખાસ નેધરલેન્ડથી ફુલપાકના એક્સપર્ટ આવ્યા હતા. એક્સપર્ટે અંકલેશ્વર અને ઓલપાડ તાલુકાના ગ્રીન હાઉસની મુલાકાત લઈ ખેડૂતોને એક્સપર્ટ ટીપ્સ આપી હતી.

કેન્દ્ર પુરસ્કૃત મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલેપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) યોજના હેઠળ ઇન્ડૉ ડચ પ્રોજેકટ અંતર્ગત નેધરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાત મીસ્ટર જોશ વાન મેગ્લેનએ ગ્રીનહાઉસમાં મૂલ્યવાન ઓર્કિડ, ઝરબેરા, જીપસોફિલા જેવા પાકોની ખેતી કરતા અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિ તેમજ ઓલપાડ તાલુકાના રાજનગરના શૈલેષભાઇ સેલરના ગ્રીન હાઉસની મુલાકાત લીધી હતી. અન્ય ખેંતી સાથે જોડાયેલા ખેડૂતો અને સુરત માર્કેટમાં ફૂલોનો જથ્થાબંધ વેપાર કરતા વેપારી મિત્રોએ ફૂલોની ખેતીમાં લેવાની થતી કાળજીઓ વેચાણ વ્યવસ્થા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લાના ખેડૂતોને ફૂલોની ખેતી માટે આવશ્યક માર્ગદર્શન આપતા ફુલપાક વિષયના નિષ્ણાત મિસ્ટર જોશ વાન મેગ્લેન ફૂલોની ખેતી માટે જરૂરી પાયાના પરિબળો વિશે જરૂરી જાણકારી આપી હતી. ફૂલોની ખેતી માટે જરૂરી પાણીની શુદ્ધતા, પ્રોટેક્ટેડ એન્ડ સોઇલલેસ કલ્ચર, શેડીંગ, રંગબેરંગી અને વેરાઈટી ફૂલોનો પ્રયોગ, માર્કેટ આધારિત ફૂલોનું વાવેતર, ક્લાઈમેટ ચેન્જ, કટ ફ્લાવર વાવેતર અને નવી ટેકનોલોજીની મદદથી ફૂલોની ખેતીમાં સતત નિરીક્ષણ જેવા અતિ મહત્વના મુદ્દાઓ વિશે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. તથા ફુલોની ખેતીમાં ખેડુતોને પડતી મુશ્કેલીઓ અંગે પણ જાણકારી મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા.

આ મુલાકાત વેળાએ સુરત વિભાગના સંયુક્ત બાગાયત નિયામક એસ.એમ.ચાવડા, નાયબ બાગાયત નિયામક દિનેશ પડાલીયા, ભરૂચના નાયબ બાગાયત નિયામક નીતિનભાઈ પટેલ પણ જોડાયા હતા.

Most Popular

To Top