મૂળભૂત રીતે આંતરરાષ્ટ્રીય સમસ્યાને લીધે મોંઘવારી કાબૂની બહાર છે પણ એને કંટ્રોલ કરવી તંત્રની ફરજ છે. આજે ગરીબ મધ્યમ વર્ગ કમરતોડ અસર પડી છે, ઘરે કોઇ આવે તો ચા -લીંબુ સરબત માટે નહીં પૂછી શકાય. પેટ્રોલ – ડીઝલ – સીએનજી – ગેસની બોટલ – રાંધણ ગેસ – ખાદ્યતેલ – લીંબુ – રીંગણ – ટામેટા બધું ભારણ ગરીબ વર્ગ કેવી રીતે ઝીલી શકે? આજે ગુજરાતમાં મહિલા આખા વર્ષનું અનાજ અને મરી મસાલા ભરી રાખતાં હતાં. આજે એવી પરિસ્થિતિ છે કે ઘરવખરીનો સામાન દર મહિને લાવવો પડે છે. નોકરિયાત માણસ ટેક્ષ ભરીને બેવડ વળી જાય એના માટે કોઇ સ્કીમ લાવશે તંત્ર. પેટ્રોલ – ટોલટેક્ષ આસમાને છે આને થોડા સમય માટે કંટ્રોલ કરી લોકોને રાહત પહોંચે એવી સગવડ કરવી જોઇએ. માણસ હેમખેમ કારોના કાળમાંથી – દેવામાંથી બહાર નીકળ્યો નથી અને મોંઘવારીનો માર કેવી રીતે સહન કરે. લોન મોંઘી – શિક્ષણ મોંઘુ અર્થતંત્ર ખાડે પડે તેમ ઘરતંત્ર લોકોના ખાડે પડયાં છે. સાઇકલ ચલાવવાની હાલત પેદા થઇ ગઇ છે. જીવનજરૂરિયાત પર ધ્યાન આપી મોંઘવારી ઓછી કરી માણસને જીવન જીવી શકે એટલી રાહત આપો તો સારું.
સુરત – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.