આવતા વર્ષે વિશ્વની સૌથી મોટી એનજીઓ અથવા બિન-સરકારી સંસ્થા તેની શતાબ્દી ઉજવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં નાગપુરમાં એક જ શાખામાં થઈ હતી અને આજે તેની વેબસાઇટ અનુસાર, સમગ્ર ભારતમાં 57,000થી વધુ દૈનિક શાખાઓ છે. આરએસએસ કહે છે કે, તે તેના સભ્યોનો રેકોર્ડ રાખતું નથી તેથી તે જાણતું નથી કે કેટલા સભ્યો છે.
શા માટે તેની રચના કરવામાં આવી હતી? આનું કારણ અમને બીજેપીના છ ખંડના સત્તાવાર ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે, જેને પાર્ટીએ 2006માં પ્રકાશિત કર્યું હતું. પાર્ટી હિન્દુ મહાસભાના નેતા બી.એસ. મૂંજેને ટાંકીને પાર્ટી કહે છે કે, ‘’નાગપુરમાં વારંવાર સાંપ્રદાયિક હિંસા થતી રહે છે.
કારણ કે, શહેરની વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા માત્ર 20,000 હતી છતાં ‘અમે (હિંદુઓ) અસુરક્ષિત અનુભવતા હતા. કારણ કે, મુસ્લિમો 1.3 લાખ હિંદુઓથી ક્યારેય ડરતા ન હતા.’’ મૂંજેને એવું એટલા માટે લાગ્યું કારણ કે હિંદુઓ અલગ-અલગ ભાગોમાં વહેંચાયેલાં હતાં. ‘દરેકનું પોતાનું એક વિશિષ્ટ અને સાંસ્કૃતિક જીવન હોય છે કે તેમના વચ્ચે ભાગ્યે જ કોઈ જોડાણ હોય છે’. આ એ મુસ્લિમોથી વિપરીત હતું જે ધાર્મિક રીતે સુસંગઠિત અને શિસ્તબદ્ધ એક જૈવિક સમુદાય બનાવે છે અને આને કારણે ‘સમુદાયના કોઈ પણ ભાગ પર ક્યાંય પણ થયેલી કોઈ પણ ઈજા, જો દરેક જગ્યાએ એટલી જ તીવ્રતાથી અનુભવી શકાય છે’.
પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, આરએસએસની રચના મુસ્લિમો સામે મુકાબલો કરવાના સંબંધમાં હિંદુઓની વિસંવાદિતાની આ સમસ્યાને ઉકેલવા માટે કરવામાં આવી હતી. તે હિંદુ એકતા અને એકજૂથતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ માટે કામ કરશે. તેના સ્થાપક કે.બી. હેડગેવારે હિંદુ સમાજને સંગઠિત કરવા અને તેની અસંતુલન અને જાતિ વ્યવસ્થાની બે સમસ્યાઓનું સમાધાન કર્યું. તેણે આ બંને કાર્ય શાખા તંત્રના માધ્યમથી કર્યાં, જ્યાં તમામ જાતિનાં હિંદુઓ દરરોજ એક કલાક માટે ભેગાં થતાં. તેઓ રમતો રમતાં, કસરત કરતાં, કૂચ કરવાનું શીખતાં અને કેટલીક કવાયત કરતાં. તેઓ સાથે મળીને ભારત માતાને સંબોધિત ગીતો પણ ગાતાં. જ્ઞાતિની સમસ્યાનું સમાધાન તેમની સાથે રમવા અને ખાવાથી કરવામાં આવશે. આરએસએસના ત્રીજા વડા એમ.ડી. દેવરસે તેનું વર્ણન આ રીતે કર્યું: ‘’હું સંઘની પ્રથમ શિબિરમાં હાજર હતો. તેમાં મોટી સંખ્યામાં મહાર ભાઈઓ હતા.
જમવાના સમયે કેટલાંક લોકો તેમની સાથે બેસવામાં સંકોચ કરવા લાગ્યા. તેઓ તેમના જીવનમાં પહેલાં ક્યારેય મહાર સાથે જમવા બેઠા ન હતા. તેઓએ તેમની સમસ્યા ડોક્ટરજી (હેડગેવાર) સમક્ષ મૂકી, પરંતુ તેણે કેમ્પની શિસ્તનો અમલ કર્યો ન હતો અને તેમને બહાર નીકળવાનું ન કહ્યું. ડૉક્ટરજીએ સહજતાથી કહ્યું: “આપણી પરંપરા એકસાથે બેસવાની છે. અમે તે પ્રમાણે બેસીશું.”અમે બધા સાથે જમવા બેઠા. જે થોડા અચકાતા હતા તે એક અલગ લાઇનમાં બેઠા, પરંતુ પછીના ભોજન માટે તે જ લોકો ડૉક્ટરજી પાસે આવ્યા અને માફી માંગી અને તેમની મરજીથી અમારી સાથે બેઠા.’’
હેડગેવારનું 1940માં અવસાન થયું ત્યાં સુધી આરએસએસ નાગપુરની બહાર ફેલાઈ ચૂક્યું હતું અને તેના 100,000 સભ્યો હતા. તેમના અનુગામી ગોલવલકર હતા, જેમના હેઠળ આરએસએસનો વિકાસ અને ફેલાવો ચાલુ રહ્યો. ગોલવલકર વ્યવહારુ હતા અને તેમને લાગતું હતું કે, આરએસએસ કાયદામાં રહીને કામ કરે છે. જ્યારે અંગ્રેજોએ 1943માં ભારતીયોને સૈન્ય પહેરવેશ અને કવાયતની મનાઈ ફરમાવી હતી ત્યારે આરએસએસએ તેને તરત જ છોડી દીધું હતું.
બીજેપીનું કહેવું છે કે, ડિસેમ્બર 1947માં દિલ્હીમાં આરએસએસની એક રેલીમાં મોટી ભીડ ઊમટી હતી અને તેમાં હિન્દુ રાજકુમારો, વેપારીઓ અને અન્ય હિન્દુ સંગઠનોના નેતાઓને પણ સામેલ કરાયા હતા. આ લોકપ્રિયતા કંઈક એવી હતી જેણે કોંગ્રેસને, ખાસ કરીને નેહરુને સાવધાન કરી દીધા. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી.
ગોલવલકરને લાગ્યું કે એક વાર ગાંધીની હત્યાની વિગતો બહાર આવશે ત્યારે આરએસએસ મુશ્કેલીમાં મુકાઈ જશે. તેણે તરત જ કાર્યવાહી કરી. હત્યાના દિવસે, 30 જાન્યુઆરીએ તેણે આરએસએસની શાખાઓને ટેલિગ્રામ મોકલી તેર દિવસ માટે સંચાલન સ્થગિત કરવાનું કહ્યું. તે જ દિવસે તેમણે નહેરુ, પટેલ અને દેવદાસ ગાંધીને શોક સંદેશ સાથે ટેલિગ્રામ કર્યો: ‘’આ ક્રૂર ઘાતક હુમલાથી અને મહાન વ્યક્તિત્વની દુ:ખદ ખોટથી સ્તબ્ધ છું.’’
બીજે દિવસે ગોલવલકરે ફરીથી નહેરુને પત્ર લખીને તેમનો આઘાત વ્યક્ત કર્યો અને ગોડસેને ‘કેટલાક વિચારહીન વિકૃત આત્મા’ તરીકે ઉલ્લેખ કર્યો. જેણે ‘પૂજ્ય મહાત્માજીના જીવનનો ગોળી વડે અચાનક અને ભયાનક અંત લાવવાનું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું’. ગોલવલકરે આ હત્યાને અક્ષમ્ય અને દેશદ્રોહનું કૃત્ય ગણાવ્યું. તે જ દિવસે તેણે પટેલને પણ લખ્યું: ‘’મારું હૃદય અત્યંત વેદનાથી ડૂબી ગયું છે. આ ગુનો કરનાર વ્યક્તિની નિંદા કરવા માટે શબ્દો શોધવા મુશ્કેલ છે…’’પટેલે 2 ફેબ્રુઆરીએ આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે: ‘’આરએસએસનો ધ્યેય અને ઉદ્દેશ્યો હિંદુઓની શારીરિક, બૌદ્ધિક અને નૈતિક સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે અને તેમની વચ્ચે ભાઈચારો, પ્રેમ અને સેવાની ભાવનાઓને ઉત્તેજન આપવાનો છે…’’ ગોલવલકરની 3 ફેબ્રુઆરીએ 20,000 સ્વયંસેવકો સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરએસએસનું કહેવું છે કે, તેને આઘાત લાગ્યો છે કે કોઈ રાજકીય પક્ષ કે નેતાએ તેના માટે વાત કરી નહીં. પ્રતિબંધ 17 મહિના સુધી રહ્યો. આરએસએસને બંધારણ બનાવવા માટે કહેવામાં આવ્યા બાદ તેને હટાવી લેવામાં આવ્યું હતું. તેને લેખિત પ્રસ્તુત કરવામાં આવ્યું. 11 જુલાઈ 1949ના રોજ પ્રતિબંધ હટાવવામાં આવ્યો.
તેના પછી તરત જ આરએસએસે તેના ઘરેલું મુખપત્ર ‘ધ ઓર્ગેનાઇઝર’ના પાનામાં રાજકારણમાં પ્રવેશવાની ચર્ચા શરૂ કરી. તેમાં કે.આર. મલકાણી સહિત આરએસએસના કાર્યકરોના લેખો પ્રકાશિત થયા હતા. મલકાણીએ લખ્યું હતું કે, આરએસએસે ન માત્ર પોતાની રક્ષા માટે રાજકારણમાં ભાગ લેવો જોઈએ, પણ બિનભારતીય અને ભારતવિરોધી રાજકારણને રોકવા માટે અને રાજ્ય તંત્ર દ્વારા ભારતીયતાના ઉદ્દેશ્યને આગળ વધારવા માટે પણ ભાગ લેવો જોઈએ. આમ જનસંઘ/ભાજપનો જન્મ થયો, જે આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, સૌથી મોટી એનજીઓનું સંતાન છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.