Comments

યુપીમાં ઇન્વેસ્ટર સમિટ કેટલી સફળ?

ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે રાજ્યમાં મોટાપાયે રોકાણ થાય એ માટે વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી અને એમાં સારી એવી સફળતા મળ્યાનો દાવો કરાયો હતો. પણ મોદી દિલ્હી ગયા બાદ ગુજરાતમાંઅ આ સમિટનું મહત્વ ઘટી ગયું. કોરોના કાળ પણ નડયો . અને દાવાઓ થતાં હતા એટલું રોકાણ ના થયું. અલબત , એક વાતાવરણ જરૂર બન્યું અને ગુજરાત વિશ્વના નકશા પર મુકાયું એ સફળતા ગણી શકાય. મોદીના વિચારનો અમલ દેશના અન્ય રાજ્યોમાં પણ શરૂ થયો. ઘણા બધા રાજ્યોએ આ જ પેટર્ન પર ઇન્વેસ્ટર મીટ શરૂ કરી. પણ ગુજરાત જેવી સફળતા બીજા રાજ્યોને મળી નથી. કારણ કે બધે મોદી હોતા નથી.

હમણાં ઉત્તરપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર મીટ યોજાઇ અને એને જબરી સફળતા મળી છે એવા દાવ યુપી સરકારે કર્યા છે. સરકારના દાવા પ્રમાણે કોર્પોરેટ્સ દ્વારા ૧૪૯ એમઑયુ થયા છે. અને એ થકી રાજ્યમાંઅ ૭.૧૩ લાખ કરોડનું રોકાણ આવશે. અમેરિકા અને ઈંગ્લેન્ડથી ચાર લાખ કરોડનું રોકાણ નથશે એવો ય દાવો કરાયો છે. અને સેમસન , થોમસન, એરિક્સન, મિટસેઇ જેવી વિદેશી કામણીઓ પણ રોકાણ કરશે એમ કહેવામાં આવ્યું છે.

લગભગ દતરેક પ્રકારના ઉદ્યોગોમાંઅ રોકાણ થશે એવી પણ વાત કરવામાં આવી છે. આ સમિટ સફળ થાય એ માટે યુપી સરકારના મંત્રીઓએ અનેક દેશોના પ્રવાસ કર્યા , રોડ શો કર્યા અને બી ટુ બી બેઠકો પણ થઇ છે અને એના પરિણામો મળશે એવી આ મંત્રીઓને આશા છે. ગુજરાતની પેટર્ન પર જ આ સમિટ થઈ છે પણ સફળતા કેટલઇ મળશે એ કહેવું આસન નથી. કારણ કે, કાનપુર અને બનારસમાંઅ જે પરંપરાગત ઉદ્યોગો છે એ મરવા પડ્યા છે એ માટે યુપી સરકાર કાઇ કૃતિ નથી એવા આક્ષેપો વિપક્ષ દ્વારા થાય છે.

એમ તો વડાપ્રધાન મોદીએ આ સમિટમાંઅ ટ્રેડ, ટેકનલોજી અને ટૂરિજમનું સૂત્ર પણ આપ્યું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તો દાવો કરે છે કે, ૧૦,૦૦૦ રોકાણકારો રોકાણ કરવા ઉત્સુક છે અને આ નકડો ૩૩.૫૦ લાખ કરોડ થવા જાય છે. જે દેશ માટે એક વિક્રમ ગણાશે. યુપીને ૧ ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે આ સમિટ મદદરૂપ બનશે. અને યુપી દેશની ગ્રોથ એન્જિન બની જશે. એનો અર્થ એ થયો કે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે એ દાવાને યુપી પડકારશે. ગુજરાતમાં જેટલા એમઑયુ થયા એ સામે રોકાણ કેટલું આવ્યું એના આંકડા જોવા જોઈએ તો સરકારના દાવા પર શંકા જાય જ. યુપીમાં એવું ના બને તો સારું.

બાગેશ્વર બાબાના દાવા કેટલા સાચા?
બુંદેલખંડના બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાષ્ટ્રી બહુ ચર્ચામાં છે. એમના જાદુ સાચા છે કે ખોટા એની ચર્ચા છે. અને એમાં તરફેણ અને વિરુધ્ધ મતો જોવા મળે છે. એમના દરબારમાં દીનદુખિયા આવે છે ફરીયાદ લઈ અને બાબા એમને ઠીક કરી દે છે. પણ મજાની વાત એ છે કે, આ બાબાના વતન છતરપૂરના ગઢા વિસ્તાર એક્દમ પછાત છે , અને એ માટે બાબા કાઇ કર શક્યા નથી. અરે , શંકરાચાર્યમાંઅ પણ મતભેદો છે. જ્યોતિષ મઠના શંકરાચાર્ય અવિમુકતેક્ષરાનંદજી કહે છે કે, આ બાબા અમારા જોશીમઠમાંઅ જે તિરાડો પડી છે એ ઠીક કરી દે તો અમે એમનો આભાર માનીશું.

બાકી બધુ ધતિંગ છે. તો દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી બાબાની તરફેણ કરે છે અને કહે છે લોકો ત્યાં જાય છે એન એમણે સંતોષ મળે છે. બાકી ખાલી ખોટો વિરોધ નકામો છે. પણ અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા બાબાને પડકાર ફેંકાયો એ બાબાએ સ્વીકાર્યો નથી અને સમિતિને કહ્યું છે કે, તમે અમારે ધામ આવો. આ સમિતિએ ૨૦૦ જેટલા બાબાઓના પાંખડને ખુલ્લા પાડયા છે. પણ બાબા બાગેશ્વરને મીડિયા અને એમ એ સોશિયલ મીડિયાએ પ્રખ્યાત કરી દીધા છે. યુ ટ્યુબ પર એમના ૩૭ લાખ , ફેસબૂક પર ૩૦ લાખ , ઇંસ્ટાગ્રામ પર ૨ લાખ સબ્સ્ક્રાઇબર છે. જો કે, બાબા જે કરે છે એ માઇન્ડ રિદ્રએ કરી બતાવ્યું છે અને એ ટ્રિક માત્ર છે એવું કહ્યું છે. પણ હવે આ મુદે રાજકારણ , હિન્દુત્વ બધાની ભેળસેળ થઈ ગઈ છે. બાબાનું ભવિષ્ય શું છે એ કહેવું વહેલું છે.

બંગાળ – કેન્દ્ર એક બીજા પાસે ઉઘરાણી કરે છે
પ. બંગાળ અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ નવી વાત નથી. ધનખડ તો હવે દિલ્હી ચાલ્યા ગયા છે એટલે એ બંગાળમાં હતા ત્યારે એમની અને મમતા વચ્ચે જે ઘર્ષણ થયું એ કદાચ ઐતિહાસિક હતું. જો કે ધનખડ હજુ ય વિવાદાસ્પદ નિવેદન કર્યા કરે છે. પણ હમણાં મમતા બેનરજીએ નાણામંત્રી પાસે ઉઘરાણી કરી છે. અને એમની વાત સાચી છે. મમતાજીએ કહ્યું છે કે, જીએસટીના ૨૪૦૦ કરોડ લેણાં છે અને એ મળવા બાકી છે.

જીએસટીના વળતર રૂપે આ નાણાં આપવાના થાય છે. જો કે, નાણામંત્રી નિર્મલાજીએ કહ્યું કે જે રાજ્ય એના ઓડિટેડ હિસાબો આપે એમને જ વળતર આઅપઇ શકાય છે. પણ બંગાળે એવું કર્યું નથી. આવો જ વિવાદ બંગાળમાંઅ કેન્દ્રીય બળોની તૈનાતી માટે કેન્દ્ર બંગાળ પાસેથી ઉઘરાણી કરે છે. કેન્દ્રએ ૧૮૪૧ કરોડ બાકી છે. પણ બંગાળ એમ કહે છે કે, ચૂંટણી વેળા આ માટે રાજ્ય સરકારોને પૂછવામાં આવતું નથી. ટૂંકમાં અકહીએ તો બંગાળ અને કેન્દ્ર વચ્ચે કોઈ સંઘર્ષ વિરામ થાય એવું લાગતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top