અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના પુનરાગમનથી ઘણા વિશ્વ નેતાઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ભારત પણ તેમના બીજા કાર્યકાળની સંભવિત અસર માટે તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પને ખાતરી છે કે, તેઓ ઝડપથી અને નિર્ણાયક રીતે મોટાં પગલાં લઈ શકે છે. ટ્રમ્પ તેમના રાષ્ટ્રપતિ પદના પ્રથમ થોડા દિવસોમાં નોંધપાત્ર ફેરફારો કરવા માટે લગભગ 100 ‘એક્ઝિક્યુટિવ ઓર્ડર’ જારી કરી શકે છે.
2016ની ચૂંટણીઓથી વિપરીત, ટ્રમ્પે 2024માં લોકપ્રિય મત જીત્યા અને તેમના પક્ષને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટમાં બહુમતી અપાવી. ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાજકીય બદનક્ષી અને કાનૂની યુદ્ધની લાંબી ઝુંબેશનો સામનો કરીને ટ્રમ્પ મોટી મુશ્કેલીઓ છતાં પાછા ફર્યા છે. ટ્રમ્પે ઓછામાં ઓછા હમણાં માટે અમેરિકા પર એક દુર્લભ પ્રભાવ પાડ્યો છે. ટ્રમ્પે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં- ગાઝાથી લઈને ગ્રીનલેન્ડ સુધી – બતાવી દીધું છે કે, તેઓ એ જ કરે છે જે તે કરવા માંગે છે.
ગાઝામાં 19 જાન્યુઆરીથી શરૂ થયેલ યુદ્ધવિરામ, ઓછામાં ઓછું આંશિક રીતે ટ્રમ્પની એ ધમકીને કારણે છે કે જો બંધકોને મુક્ત કરવા માટે કોઈ કરાર નહીં થાય તો મધ્ય પૂર્વમાં તબાહી મચી જશે. જો ગ્રીનલેન્ડ પરના તેમના આક્રમક દાવાને વ્યાપકપણે કાલ્પનિક ગણાવીને ફગાવી દેવામાં આવ્યો હોય તો ગ્રીનલેન્ડર્સે ટ્રમ્પના વોશિંગ્ટન સાથે નવા સંબંધની ચર્ચા કરવા માટે તેમની તૈયારીનો સંકેત આપ્યો છે. આગામી થોડા દિવસોમાં દરેક વ્યક્તિની નજર ઘણા ક્ષેત્રોમાં ટ્રમ્પના મહત્ત્વપૂર્ણ પગલાં પર હશે. ભારતે ટ્રમ્પના અમેરિકામાં પરિવર્તનનાં પરિણામોને સંચાલિત કરવાના માર્ગો શોધવા જ પડશે. ભારત માટે ત્રણ બાબતો કારગત સાબિત થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પને એકબીજા સાથે સારું બને છે.
તેઓ વાતચીત કરી શકે છે, જટિલ વાતચીતમાં જોડાઈ શકે છે અને સૌહાર્દપૂર્ણ કારોબારી સંબંધ ટકાવી શકે છે. બીજું, અમેરિકા અને ભારત બંને ચીન વિશે ચિંતા શેર કરે છે. આ સંબંધોને મજબૂત કરનાર બળ હશે. વ્યૂહાત્મક, સંરક્ષણ, પુરવઠા શૃંખલા અને આર્થિક સંકલનનો મોટો ભાગ એ ચિંતાનું પરિણામ છે. આતંકવાદ અને કટ્ટરપંથી ઉગ્રવાદનો સામનો કરવાના સંબંધમાં પણ વિચારોમાં સમાનતા છે. પરંતુ ટ્રમ્પ અમેરિકા સાથે ભારતના 40 બિલિયન ડોલરથી વધુના વેપાર સરપ્લસથી નાખુશ છે, જેનું કારણ તેઓ ભારતીય સ્પર્ધાત્મકતાને નહીં, પરંતુ ભારતીય ટેરિફને માને છે.
ટ્રમ્પ ચીન માટે ઊંચા ટેરિફ ધરાવતા બધા દેશો પર એકંદર ટેરિફ લાદી શકે છે. તેઓ ભારત પર એકંદર ટેરિફ લાદી શકે છે અને એવા અન્ય દેશો પસંદ કરી શકે છે જેમની સાથે અમેરિકા વધુ ખાધ ધરાવે છે. અથવા ટ્રમ્પ ઊંચા ટેરિફ માટે ફક્ત ચોક્કસ ભારતીય ક્ષેત્રોને જ લક્ષ્ય બનાવી શકે છે (જે સકારાત્મક નથી, પરંતુ વાટાઘાટો માટે જગ્યા ખુલ્લી રાખે છે, જે એ વાત પર નિર્ભર છે કે, કયા ક્ષેત્રોને અસર થાય છે અને કેટલી હદ સુધી).
એ પણ સ્પષ્ટ નથી કે, ભારતીય નિકાસ અને આયાત બાસ્કેટની રચનાને ધ્યાનમાં રાખતાં ટ્રમ્પ શું લક્ષ્ય બનાવશે. ભારતે અમેરિકન ઉત્પાદકોને તેના બજારનો વાજબી હિસ્સો આપ્યા વિના અમેરિકન બજારોનું શોષણ કર્યું છે. ધારો કે, ભારત સ્થાનિક ઍક્સેસના સંદર્ભમાં છૂટછાટો દ્વારા, જ્યાં શક્ય હોય ત્યાં, અમેરિકન વસ્તુઓની વધુ ઉત્તમ ખરીદી દ્વારા ટ્રમ્પની આ સમજને ફરીથી પરિભાષિત કરવાનો માર્ગ શોધી શકે છે. આ સ્થિતિમાં, તે ખાધને દૂર કરવામાં મદદ કરશે અને ટ્રમ્પને એવું લાગશે કે તેમણે રાજકીય જીત મેળવી છે.
ટ્રમ્પ ભારત પર સ્થાનિક નિયમનકારી વાતાવરણને હળવું કરવા દબાણ કરી શકે છે, જે અમેરિકન વ્યવસાયોની સતત ફરિયાદ રહી છે. ટ્રમ્પનું માનવું છે કે, અન્ય દેશો અમેરિકામાં રોકાણ કર્યા વિના જ અમેરિકન રોકાણ ચોરી રહ્યા છે. જોકે, ભારતીય કંપનીઓએ અમેરિકામાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. 2023ના સીઆઈઆઈ રિપોર્ટ અનુસાર, 160 ભારતીય કંપનીઓએ 40 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે અને 425,000 નોકરીઓનું સર્જન કર્યું છે, જે ભારતમાં અમેરિકન રોકાણના બે તૃતીયાંશ છે. ભારતે એ પણ જોવું પડશે કે ટ્રમ્પ વૈશ્વિક પરિણામો સાથે એઆઈ નીતિને કેવી રીતે પ્રભાવિત કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.