આજે ભારતીય મીડિયાની વિશ્વસનીયતા નિયતા કેટલી છે? છેલ્લા થોડા વર્ષોમાં એનો ગ્રાફ સતત ઉતરતો જ જાય છે. એક જમાનો હતો દૂરદર્શન પર ન્યુઝની સહુથી મોટી વિશ્વસનિયતા હતી. વીરપ્રકાશ, સલમા સુલતાન, શોભના જગદીશ, સરલા મહેશ્વરી, ગીતાંજલિ ઐય્ય૨, કાવેરી મુખર્જી, મમતા ચોપરા, આવા કંઈક નામો જે ૮૦-૯૦ ના દાયકામાં લોક હૈયે વસેલા નામો હતા અને આજે?ખરાબમાં ખરાબ સ્તરનું પત્રકારીત્વ આપણા દેશની ઘણી ન્યૂઝ ચેનલો અને ઘણા વર્તમાનપત્રો કરી રહ્યા છે. આપણા દેશમાં ઘણાં વર્ષોથી હિન્દુ– મુસ્લિમ, ભારત પાકિસ્તાન, યુક્રેન્ રશિય, કાશ્મીર, મંદિર મસ્જિદ ઉપર જ ગંદી અને અભદ્ર ડિબેટ થતી રહી છે. રાષ્ટ્રની 145 કરોડની વસ્તીને ગેરમાર્ગે દોરીને દેશની ઘણી ન્યુઝ ચેનલો ટી.આ૨.પી વધારવા સતત બોગસ સમાચાર ચલાવે છે.
પહેલગામ હુમલા પછી તો સરહદ કરતાં ન્યુઝ ચેનલોમાં અતિરેક સાથે યુદ્ધ થતું હોય એમ લાગે છે. સનસની અને સાયરન સતત સંભળાય છે .ખરેખર જ્યારે સાયરન વાગશે ત્યારે કોઈ સાંભળશે નહીં! ન્યુઝ ચેનલની સનસનીથી ભારતની પ્રજા રોજની છેતરાયને વાતનું વતેસર થઈ રહ્યું છે. અનેક ન્યુઝ ચેનલો ચોવીસ કલાક સુધી ભારતીય સેના શું કરે છે તેની લાઈવ માહિતીઓ દુનિયાભરને દેખાડે છે ,એ ખરેખર આપણા ભારતની પ્રજા અને સેના માટે નુકસાનકારક છે. આપણું સૈન્ય શું કરે છે તે ન્યુઝ ચેનલ ઉપર શું દેખાડવાની જરૂર છે? ન્યૂઝ ચેનલોના આવા ન્યુઝએ ગેરમાર્ગે દોરવામાં કંઈ બાકી નથી રાખ્યું! ખરેખર આવા છેતરામણા ન્યુઝ માટે ભારત સરકારે પગલાં લેવા જોઈએ.
બામણિયા મુકેશ બી મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.