Charchapatra

કેટલું વિશ્વસનીય?

ગ્લોબલ હેપીનેસ ઇન્ડેક્સ દ્વારા નજીકના ભૂતકાળમાં બહાર પાડેલા એક સર્વે મુજબ શ્રીલંકાનો ક્રમ ભારત કરતાં આગળ બતાવવામાં આવ્યો છે. હવે જરા નજર કરીએ, શ્રીલંકાની હાલની પરિસ્થિતિ ઉપર જે એક સત્ય હકીકત છે અને લગભગ લગભગ બધાં જ વર્તમાનપત્રોમાં તે અંગે સમાચાર પ્રકાશિત થઈ ચૂક્યા છે. શ્રીલંકાની હાલની પરિસ્થિતિ : શ્રીલંકા પાસે , ઓઇલની કમી છે, પૂરતો ખોરાક નથી, પૂરતું ફોરેઈન એક્સચેન્જ નથી, પરીક્ષામાં પેપરના જવાબ લખવા પૂરતા કાગળ નથી, હોસ્પિટલોમાં દવાની અછત છે,  ઘર વપરાશના ગેસ સિલિન્ડરની કિંમત રૂ.૪,૫૦૦/- છે અને છતાં ગ્લોબલ હેપીનેસ ઇન્ડેક્સમાં શ્રીલંકાને ભારત કરતાં આગળનો ક્રમ આપવામાં આવ્યો છે. હવે આવાં વૈશ્વિક સંગઠન આવી રીતે તદ્દન અવાસ્તવિક ક્રમાંક જાહેર કરતાં હોય તો તેની વિશ્વસનીયતા  કેટલી ? ભારત સરકારે આવી માહિતીનો સખ્ત વિરોધ નોંધાવવો જોઈએ, એટલું જ નહીં, આવાં વૈશ્વિક સંગઠનોને તદ્દન ખોટી માહિતી જાહેર કરવા માટે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકારવી જોઈએ. શ્રીલંકાની હાલની પરિસ્થિતિ એક બે દિવસમાં નથી ઊભી થઈ, મતલબ જ્યારે ગ્લોબલ હેપીનેસ ઇન્ડેક્સ દ્વારા સર્વે થયો હશે ત્યારે પણ શ્રીલંકાની પરિસ્થિતિ ખરાબ જ હતી અને છતાં તેનો ક્રમાંક ભારત કરતાં આગળ આપવામાં આવ્યો છે તે વાત ચોક્કસ આ સર્વેની વિશ્વસનીયતા પર શંકા ઉપજાવે છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top