National

રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર કેટલા લોકપ્રિય છે? કોંગ્રેસનો ડેટા દ્વારા દાવો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social media) પર લોકપ્રિયતાને લઈને હાલ ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગે કોંગ્રેસના સાંસદ અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ સોશિયલ (Rahul Gandhi) મીડિયા પ્લેટફોર્મ પર કેટલા લોકપ્રિય (Famouse) છે તે અંગેનો ડેટા (Data) જાહેર કર્યો છે.

કોંગ્રેસનો દાવો છે કે રાહુલ ગાંધીના ઈન્સ્ટાગ્રામ પર 2.4 કરોડ વ્યુઝ છે. તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને રિપોસ્ટિંગ પર 25 કરોડથી વધુ વ્યૂઝ છે. કોંગ્રેસના સંચાર વિભાગનો દાવો છે કે મેનિફેસ્ટો પર સૂચનો અને પ્રતિસાદ આપતી 1 લાખથી વધુ કોમેન્ટ્સ છે. વિભાગે કહ્યું કે લોકોએ રાહુલ ગાંધીને 3000 થી વધુ વિગતવાર મેઇલ મોકલ્યા છે. આ એ વાતનો પુરાવો છે કે ભારતના લોકો કોંગ્રેસના મેનિફેસ્ટો અને ગેરંટીઓની પ્રશંસા કરી રહ્યા છે.

ફેબ્રુઆરી 2024 માં એક સર્વે મુજબ ઘણા મતદારોએ કહ્યું હતું કે તેમને લાગે છે કે રાહુલ ગાંધી ભારતનું નેતૃત્વ કરવા માટે શ્રેષ્ઠ ઉમ્મેદ્વાર છે. આ સર્વે અનુસાર 55% લોકો વડાપ્રધાન મોદીને PM તરીકે જોવા માંગે છે. તેમજ માત્ર 14% લોકોએ જ રાહુલ ગાંધીને PM તરીકે જોવા માંગે છે. આ દર્શાવે છે કે PM મોદીએ 41 ટકા પોઈન્ટ્સની જંગી લીડ મેળવી હતી.

48 પાનાનો કોંગ્રેસ મેનિફેસ્ટો
વાસ્તવમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તેનો 48 પાનાનો ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કર્યો છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોનું નામ ન્યાય પત્ર રાખ્યું છે. જેના દ્વારા પાર્ટી યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં બંધારણીય ન્યાયનું પાનું પણ ઉમેર્યું છે. આ પાંચ ન્યાયો, ભાગીદારી ન્યાય, ખેડૂત ન્યાય, મહિલા ન્યાય, શ્રમ ન્યાય અને યુવા ન્યાય પર આધારિત છે.

મેનિફેસ્ટો અંગે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો
તેમની પાર્ટીના ઘોષણાપત્ર વિશે, રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું કે ઘણા લોકોએ લોકસભા ચૂંટણી માટે તેમની પાર્ટીના ઢંઢેરાને (મેનિફેસ્ટો) “ક્રાંતિકારી” ગણાવ્યો છે. આ સાથે જ રાહુ ગાંધીએ લોકોને સોશિયલ મીડિયા દ્વારા જાહેરનામા અંગેના તેમના પ્રતિભાવો શેર કરવા વિનંતી કરી હતી. રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ અપીલ કરી છે.

Most Popular

To Top