પંજાબ નેશનલ બેંકમાં ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની ઠગાઈના આરોપીઓ મેહુલ ચોકસી અને નિરવ મોદી પૈકી મેહુલ ચોકસીની ૭ વર્ષ પછી બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે, પણ તેને ભારત ક્યારે લાવવામાં આવશે તે નક્કી નથી. ૨૦૧૮ ની શરૂઆતમાં કેન્દ્ર સરકારની માલિકીની પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ કૌભાંડમાં હીરા વેપારી નિરવ મોદી ઉપરાંત તેની પત્ની આઈમી, તેનો ભાઈ નિશાલ અને કાકા મેહુલ ચોકસી મુખ્ય આરોપીઓ છે. નિરવ મોદી હાલમાં લંડનની જેલમાં છે.
તેની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી છે અને તે પ્રત્યાર્પણ સામે કાનૂની લડાઈ લડી રહ્યો છે. ભારત સરકારે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની અપીલ કરી છે. જો કે, કાનૂની નિષ્ણાતોના મતે, મેહુલ ચોક્સી બેલ્જિયમમાં જામીન માટે અરજી કરી શકે છે અને ભારત સરકારની પ્રત્યાર્પણની વિનંતીનો વિરોધ કરી શકે છે. મેહુલ ચોક્સીની કાનૂની ટીમ તેના ખરાબ સ્વાસ્થ્યને આગળ કરીને મજબૂત દલીલ કરી શકે છે. મેહુલ ચોક્સી હાલમાં તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમના એન્ટવર્પમાં રહે છે. તેણે દેશનું F રેસિડેન્સી કાર્ડ મેળવી લીધું છે. આ પહેલાં મેહુલ ચોકસીએ મુંબઈની એક કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં ભારત આવવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી.
મેહુલ ચોકસીએ ભારતમાં કેસનો સામનો કરવા માટે પોતાની તબિયત ખરાબ હોવાને કારણે પોતાને અયોગ્ય જાહેર કરી હતી. મેહુલ ચોકસીએ દાવો કર્યો કે તે લ્યુકેમિયાથી પીડિત છે. તેણે બેલ્જિયમના એક ડૉક્ટરની ભલામણ રજૂ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તે મુસાફરી કરવા માટે ૧૦૦ ટકા અયોગ્ય છે. ભારત સરકારના એક અધિકારીના દાવા મુજબ મેહુલ ચોક્સી ભારતમાં યોગ્ય સારવાર મેળવી શકે છે, જ્યાં વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. બેલ્જિયમના ફેડરલ પબ્લિક સર્વિસ ફોરેન અફેર્સના સોશ્યલ મિડિયા અને પ્રેસના પ્રવક્તા ડેવિડ જોર્ડન્સે કહ્યું હતું કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. નિરવ મોદીને લંડનમાં ૨૦૧૯માં ગિરફતાર કરવામાં આવ્યો હતો, પણ હજુ સુધી તેને ભારત લાવવામાં સફળતા મળી નથી. નિરવ મોદીની જેમ મેહુલ ચોકસી પણ ભારત પાછા ફરવાનો ઇનકાર કરી શકે છે.
ડાયમન્ડ કિંગ ગણાતા મેહુલ ચોકસીની કથા હોલિવૂડની કોઈ ફિલ્મની કથા જેવી રોમાંચક છે. જો આપણે મેહુલ ચોક્સી પર નજર કરીએ તો તે એક સમયે ભારતના હીરા વ્યવસાયનો પોસ્ટર બોય હતો. તેની દરેક શરૂઆત હીરા જેવી ચમકતી હતી. મેહુલે વિદેશી કંપનીઓને તેના પિતા ચિનુભાઈ ચોક્સીના હીરા કાપવા અને પોલિશ કરવાના વ્યવસાયને ખરીદવાનો રસ્તો બતાવ્યો હતો.
તેની બહેનના નામ પરથી સ્થાપવામાં આવેલી તેની કંપની ગીતાંજલિએ ૨૦૦૬માં IPO લાવ્યો હતો અને ૩૩૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. ભારતમાં ગીતાંજલિના આશરે ૪,૦૦૦ જ્વેલરી શો રૂમ હતા. ૨૦૦૮ માં જ્યારે કેટરિના કૈફે તેની ગીતાંજલિ બ્રાન્ડનો પ્રચાર કર્યો ત્યારે કંપનીના વેચાણમાં એક વર્ષમાં ૬૦ ટકાનો વધારો થયો હતો. ૨૯ નવેમ્બર, ૨૦૧૧ ના રોજ, દેશની આર્થિક રાજધાની મુંબઈથી એક સમાચાર આવ્યા કે ભારતનું પહેલું ગોલ્ડ એટીએમ અહીં સ્થાપિત થયું છે. લોકો આ ATMમાંથી સોના-ચાંદીના સિક્કા અને તમામ પ્રકારનાં ઘરેણાં ખરીદી શકતાં હતાં, પરંતુ આ મશીન લોકોને આકર્ષી શક્યું નહીં.
નજીકના દુકાનદારોએ જણાવ્યું કે ભાગ્યે જ કોઈ ગ્રાહક તેનો ઉપયોગ કરે છે. પછી ૨૦૧૩ માં એવો સમય આવ્યો જ્યારે સેબીએ મેહુલની પેઢીને હેરાફેરી કરવાની શંકાના આધારે ૬ મહિના માટે શેરબજારમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ ૨૦૧૮ માં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સંતોષ શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો કે ગીતાંજલિ તેનાં ગ્રાહકોને નકલી હીરા વેચી રહી છે. એક સમય એવો આવ્યો જ્યારે ખરાબ પ્રતિષ્ઠાને કારણે કર્મચારીઓને નોકરી ટકાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
૨૦૧૮ ની શરૂઆતમાં પંજાબ નેશનલ બેંકમાં ૧૧,૩૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ કૌભાંડમાં હીરા વેપારી નિરવ મોદી ઉપરાંત, તેની પત્ની આઈમી, તેનો ભાઈ નિશાલ અને કાકા મેહુલ ચોકસી મુખ્ય આરોપી છે. આ કૌભાંડને ભારતના બેંકિંગ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવવામાં આવી રહ્યું છે. મુંબઈના ફોર્ટમાં આવેલી પીએનબી બેંકની બ્રેડી હાઉસ શાખાના અધિકારીઓએ કથિત રીતે નકલી લેટર ઓફ અંડરટેકિંગ (LoU) જારી કર્યા હતા.
ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર મોતીની આયાત માટે ભારતીય બેંકોની વિદેશી શાખાઓના પક્ષમાં એક વર્ષના સમયગાળા માટે લેટર ઓફ અંડરટેકિંગ (LoU) ખોલવામાં આવ્યા હતા, જેનો કુલ સમયગાળો શિપમેન્ટની તારીખથી ૯૦ દિવસનો હતો. ભારતીય બેંકોની વિદેશી શાખાઓએ માર્ગદર્શિકાની અવગણના કરીને લોન દેતી વખતે પીએનબી સાથે કોઈ પણ દસ્તાવેજ કે માહિતી શેર કરી ન હતી. પંજાબ નેશનલ બેંકે સૌ પ્રથમ જાન્યુઆરીમાં નિરવ મોદી, મેહુલ ચોક્સી અને તેમના સહયોગીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમના પર ૨૮૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આંતરિક તપાસ પૂર્ણ થયા પછી પંજાબ નેશનલ બેંકે બોમ્બે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી.
મેહુલ ચોકસીએ જાન્યુઆરી ૨૦૧૮ ના પહેલા અઠવાડિયામાં ભારત છોડીને ભાગી જતાં પહેલાં ૨૦૧૭ માં જ કેરેબિયન દેશ એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા લઈ લીધી હતી. આ દેશમાં રોકાણ કાર્યક્રમ હેઠળ નાગરિકતા મેળવી શકાય છે. ૨૦૨૧ માં સમાચાર આવ્યા કે મેહુલ ચોક્સીની ડોમિનિકામાં ધરપકડ કરવામાં આવી છે. મેહુલ ચોકસીના વકીલે દાવો કર્યો હતો કે તેનું અપહરણ કરીને તેને ડોમિનિકા લાવવામાં આવ્યો હતો અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઈની એક ટીમ તેને પ્રત્યાર્પણ કરાવવા માટે ડોમિનિકા પહોંચી હતી, પરંતુ તે પહેલાં તેને બ્રિટિશ રાણીની પ્રિવી કાઉન્સિલ તરફથી રાહત મળી ગઈ હતી. જો કે, મેહુલ ચોક્સીને ડોમિનિકા જેલમાં ૫૧ દિવસ વિતાવવા પડ્યા હતા. અહીં તેણે દલીલ કરી હતી કે તે એન્ટિગુઆ જવા માગે છે અને ત્યાંના ન્યુરોલોજિસ્ટ પાસે સારવાર કરાવવા માગે છે. બાદમાં તેને તબીબી સારવાર માટે વચગાળાના જામીન પર એન્ટિગુઆ અને બાર્બુડા પરત મોકલવામાં આવ્યો હતો. એન્ટિગુઆ પહોંચ્યાના થોડા દિવસો પછી ડોમિનિકાની કોર્ટે તેના કાયદા અનુસાર મેહુલ ચોક્સી સામે નોંધાયેલા કેસોને ફગાવી દીધા હતા અને તે મુક્ત નાગરિક બની ગયો હતો.
ગયા મહિને એવું બહાર આવ્યું હતું કે મેહુલ ચોક્સી બેલ્જિયમમાં છૂપાયેલો છે. મેહુલ ચોક્સીની પત્ની બેલ્જિયમની નાગરિક છે અને તેની મદદથી મેહુલે ૧૫ નવેમ્બર ૨૦૨૩ના રોજ બેલ્જિયમમાં રહેવા માટે વિઝા મેળવ્યો હતો. મેહુલ ચોકસીએ ભ્રામક અને નકલી દસ્તાવેજોના આધારે બેલ્જિયમની F રેસિડેન્સી મેળવી લીધી હતી. મેહુલે ભારત અને એન્ટિગુઆની નાગરિકતા વિશેની માહિતી છૂપાવી હતી. મેહુલ ચોક્સી એક પ્રખ્યાત કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવાના બહાને સ્વિટ્ઝર્લેન્ડ જવાની યોજના બનાવી રહ્યો હતો.
બેલ્જિયમની નાગરિકતા મેળવીને મેહુલ ચોક્સીને યુરોપિયન દેશોમાં મુક્તપણે મુસાફરી કરવાની સ્વતંત્રતા મળી શકે છે અને ભારત સરકારે પ્રત્યાર્પણ માટે અરજી કર્યા પછી પણ તે દેશ બદલી શકે છે. જો કે આટલી મોટી ઠગાઈ કર્યા પછી પણ મેહુલ ચોકસી દુ:ખી છે. મેહુલ ચોક્સીના વકીલ દ્વારા મુંબઈની કોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે ચોક્સીને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ થવા લાગી હતી. તેમાં મનોચિકિત્સકનો રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે હીરાના વેપારીને આત્મહત્યા કરવાના વિચારો આવી રહ્યા છે.
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને ડિસેમ્બરમાં એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે નિરવ મોદીના કેસમાં કુલ ૧૦૫૨.૫૮ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. તેમણે આ પૈસા ખાનગી અને સરકારી બેંકોમાં પરત કરવાની પણ વાત કરી હતી. મેહુલ ચોક્સીની ગીતાંજલિ ગ્રુપ કંપનીઓના કિસ્સામાં લગભગ ૨,૫૬૫ કરોડ રૂપિયાની સંપત્તિની ઓળખ કરાઈ હોવાનું જણાવ્યું હતું. પૈસા પરત મેળવવા માટે EDએ જાહેર ક્ષેત્રની બેંકો સાથે સહયોગ કર્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.