આજકાલ ભવિષ્યના જીવનસાથી સાથે વાત કરતા પૂછાતો આ જાણીતો પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉપયોગ ક્યારથી થયો એ તો ખબર નથી. પરંતુ બોલિવૂડની એક ફિલ્મનો જાણીતો ડાયલોગ છે. ‘જા સિમરન જા જી લે અપની જિંદગી.’ એ જોયા પછી સ્વતંત્ર નિર્ણયો લઈ જિંદગી જીવવાનું સ્વપ્ન વાસ્તવિકતામાં પરિણમ્યું અને પ્રેમલગ્નનું પ્રમાણ પણ વધ્યું. એક સમય હતો જ્યારે મર્યાદામાં રહીને સમાજ જીવનમાં કૌટુંબિક સંબંધમાં ખાસું સામંજસ્ય જોવા મળતું હતું અને એવી વ્યવસ્થામાં સબંધોનું મહત્વ, સબંધોની મર્યાદા, સંબંધોની ગરિમા, માન આપવું, સન્માન મેળવવું, વડીલોનું માન જાળવવું એ રોજિંદા જીવનમાં ઘરની સ્ત્રીઓ બખૂબી નિભાવતી. પરંતુ સ્વાતંત્ર્યના ચક્કરમાં સ્ત્રી પુરુષ સમોવડી તો થઈ ગઈ. પરંતુ લગ્ન જેવી કાયમી વ્યવસ્થાના લક્ષ્યને ભૂલી એકલા જીવન જીવવાનું સ્વપ્ન સેવી ઘરના વૃદ્ધ વડીલો માતાપિતાને અનુલક્ષીને પ્રશ્ન પૂછી બેસે છે કે ઘરમાં કેટલા ડસ્ટબિન છે?
સુરત – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.