28 ફેબ્રુઆરી 2026 થી ઇઝરાયેલ અમેરિકાનું ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે જે આજે પણ ચાલુ છે. અમેરિકા યુદ્ધ પોતાના દેશમાં લડતું નથી. પરંતુ આરબ દેશોમાં તેને બનાવેલા લશ્કરી બેઝથી આ યુદ્ધ લડાઈ રહ્યું છે એ કારણે ઈરાન આરબ દેશોમાં યુએસના બેઝ હોવાથી તેના ઉપર હુમલો કરે છે. પોતાના દેશમાં અમેરિકાના લશ્કરી બેઝ હોવાથી આરબ દેશોને ઈરાન તરફથી થતા હુમલાથી તબાહી વેઠવી પડે છે. ઈરાનના સતત હુમલાથી આરબ દેશોનું ક્રુડ ઉત્પાદન બંધ થવાની નોબત આવી છે. તેનાથી આરબ દેશોના અર્થતંત્ર પર ભારે અસર પડી શકે છે.
ક્રુડ ઉત્પાદનની તંગીના કારણે દુનિયામાં ક્રુડના ભાવો વધી જશે અને આમ જનતાએ મોંઘવારીનો સામનો કરવો પડશે. એશિયાના તમામ દેશો એક થઈ એશિયામાં અમેરિકાનું વર્ચસ્વ ખતમ કરવું જોઈએ. અમેરિકાને આરબ દેશોમાંથી જ નહીં પણ એશિયાના તમામ દેશોમાંથી જ્યાં જ્યાં તેના લશ્કરી બેઝ છે ત્યાંથી તેની હકાલપટ્ટી કરવી જોઈએ. એશિયન તમામ દેશોએ અમેરિકાની સાન ઠેકાણે લાવવા તેને તગેડી એશિયામાંથી તેનો હસ્તક્ષેપ સદંતર બંધ કરવા એકજૂથ થવાની જરૂર છે. જો એશિયન દેશો અરસપરસની દુશ્મની ભૂલીને એકજૂથ થશે તો એશિયાના દેશોમાં સંપૂર્ણ શાંતિ થઈ જશે.
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે