આખે આખું શહેર ટ્રાફિક ભારણને લીધે રીબાઇ રહ્યું છે. સ્થાનિક લોકોની સમસ્યાનો પાર નથી. ધંધા-ધાપા, રહેણાંકના વિસ્તારો, ધૂળના ઢગલે ઢગલા (તો પણ શહેર એવોર્ડ વીનર ચોકખું ચણાક!!) લોકોની હાલાકીનો પાર નથી. શરૂઆતમાં સૂચનો માગવામાં આવેલા ત્યારે સૂચન કરેલું કે આપણા શહેરને માટે 10-12 હજાર જેટલી મીની બસો (15-20 પેસેન્જર વાળી) મૂકી દેવામાં આવે તો શહેરના ટ્રાફિકને લગતા તમામ પ્રશ્નો હલ થઇ જતે. ડુમસ, હજીરા, મગદલ્લા, અલથાણ, ખજોદ, એરપોર્ટ, ઇચ્છાપોર, કતારગામ, રાંદેર, વરાછા, ઓલપાડ, સાયણ અને ઘણાં બધાં વિસ્તારો. સીટીમાં તો ગલીના નાકા સુધી દોડતે. બીઆરટીએસ કે અન્ય કોઇ પણ સીટી બસોની જરૂર નહીં પડે. સાંકડા શહેરને વધારે સાંકડું બનાવવા નીકળેલા આપણા સેવકોને શું કહેવું? બદામ ખાવાથી અક્કલ આવે છે એના કરતાં ઠોકર ખાવાથી વધારે અક્કલ આવે છે. મેટ્રો ભવિષ્યમાં કેટલી સફળ પૂરવાર થશે તે તો સમજ કહેશે. વિનાશકાળે વિપરીત બુધ્ધિ જેવો ઘાટ છે. ભગવાન સદબુધ્ધિ આપે કે ભવિષ્યમાં આપણા સાંકડા બની રહેલા શહેરમાં ‘ટ્રામ’ લાવવાનો કોઇને તઘલખી વિચાર નહીં આવે…! આંખનું કાજળ ગાલે ઘસ્યું, અણઘડ કારભાર?
ભાઠા ગામ – રમેશ એમ. મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
મૂર્ખાઇની પ્રશંસા કયાં સુધી કરીશું?!
By
Posted on