આજનો માનવી આવું વિચારે છે કે પૈસાથી બધું જ શક્ય છે. હા, પણ અનાજ શક્ય નથી. કારણ અનાજ કોઈ કમ્પ્યુટરમાં તૈયાર નથી થતું. જે ખેતર તૈયાર કરો અને પાકની માવજત કરો તો અનાજ આપણા હાથવગું થાય છે. ખેતી માટે સરકાર મોટી મોટી વાતો કરે છે. પણ તે કાગળ પર દેખાય છે. જેમાં આ મુજબ આંકડા કૃષિ મંત્રાલયનું બજેટ 2014-15 માં 22 હજાર કરોડ જે વધીને 2024-25 માં ₹ 1.22 લાખ કરોડ થયું. સરકાર કહે છે ખેતી આધુનિક બની ખેડૂતો માલદાર બન્યા. તો સવાલ એ થાય આજે MSP માટે જે ખેડૂતો રાત દિવસ રસ્તા પર રડી રહ્યા છે? તે શું નવરા ખેડૂત હશે કે? PM આશા યોજના ₹ 35,000 કરોડની જોગવાઈ, આ બધું વાંચી મનમાં એક સવાલ થાય, જો કિસાન આટલો મજબૂત બન્યો હોત તો આટલી ઠંડીમાં શું કામ દિલ્હી ડેરા નાખી કાગારોળ કરતો હશે? સરકારે સફેદ ભ્રષ્ટાચારનો સચોટ કીમિયો શોધવો પડશે.
નહિ તો આ ખેતીલાયક જમીન બિનખેતી બનાવી છેક ગામડાં સુધી બહુમાળી બિલ્ડીંગ ઊભી કરીને.સરકાર અને નેતાઓ આશા રાખશે કે આ બિલ્ડીંગમાંથી કેટલા લીટર દૂધ મળશે? ખાવા માટે ફુડની આશા રાખશે તો તે સમયે જો આજની આ ખેતી અને ખેડૂતને યોગ્ય માન ન આપશો તો ખાવામાં કેળું પણ નસીબ ન હશે. જે ખેડૂતની વેદના કોઈ એક વર્ગ માટે નહીં આપણા સર્વ માટે છે. નાના મોટા સર્વ ખેડૂત મિત્રોનો દિલથી આભાર માનું છું. જે માનવજીવન ચલાવવા માટે રાત દિવસ મહેનત કરે છે.
તાપી – હરીશ ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.