Business

નેચરલ ડાયમંડને સમાંતર વિકસી રહેલો લેબગ્રોન ડાયમંડનો વેપાર ઉદ્યોગ માટે કેટલો ફળદાયી નીવડશે?

ગયા મહિને મુંબઈમાં જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ની પેનલે રાષ્ટ્રીયકૃત બેંકોને લેબગ્રોન ડાયમંડ ઉત્પાદક કંપનીઓને વધુ ધિરાણ આપવા માંગ કરવામાં આવી હતી કેન્દ્રના નાણાં રાજયમંત્રી  ડો.ભાગવત કિશનરાવ કરાડની હાજરીમાં મુંબઈમાં જીજેઈપીસી દ્વારા આયોજિત બેન્કિંગ સમીટ 2022માં હીરા ઉદ્યોગકારોએ લેબોરેટરી ગ્રોન ડાયમંડ્સને રાઇઝિંગ સ્ટાર ઇન્ડસ્ટ્રી ગણાવી આ સેક્ટરને બેંકો વધુમાં વધુ ધિરાણ આપે એવી માંગ કરી હતી.

પેનલિસ્ટે નોંધ્યું હતું કે લેબગ્રોન ડાયમંડએ સૂર્યોદય ક્ષેત્ર છે અને યુ.એસ. જેવા પરિપક્વ બજારોમાં પણ મોટા ભાગના રિટેલર્સ LGD વેચે છે.જ્વેલરી માર્કેટમાં LGD જ્વેલરીનો અંદાજિત 3 થી 8% હિસ્સો છે.  LGD સેક્ટર માટે બેંકિંગ સપોર્ટ પણ વધી રહ્યો છે.હજી વધવો જોઈએ. કાઉન્સિલએ લેબગ્રોન ડાયમંડના વધી રહેલા વ્યાપને લઈ બેંકો સમક્ષ  છેલ્લા 5 વર્ષના એક્સપોર્ટને લગતાં ડેટા રજૂ કર્યા હતાં. એને આધારે બેન્કોએ જો ઇન્ડસ્ટ્રી વેલ્યુએશનમાં સહયોગ આપવા તૈયાર હોય તો બેંકો આ નવા સેક્ટરમાં ધિરાણ આપી શકે છે. આંકડાઓ મુજબ 2017-18 માં 1404 કરોડ,2018-19માં 1459 કરોડ,

2019-20 માં 2399 કરોડ, 2020-21માં 4136 કરોડ અને 2021-22 માં 8503 કરોડનો લેબગ્રોન ડાયમંડનો ભારતથી એક્સપોર્ટ થયો હતો.નેચરલ ડાયમંડ મેન્યુફેક્ચરિંગનું હબ સુરત હવે લેબગ્રોન અથવા સિન્થેટિક ડાયમંડનું હબ બનવા જઈ રહ્યું છે.સુરતની મોટી ડાયમંડ કંપનીઓએ આ સેક્ટરમાં ઝંપલાવ્યું છે.વિશ્વની સૌથી મોટી રફ સપ્લાયર કંપની ડિબિયર્સ એ પણ લેબગ્રોન ડાયમંડનો વેપાર શરૂ કર્યો છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ડીજીએમ રણવીર સિંહ, સ્મિત પટેલ (ડિરેક્ટર, ગ્રીનલેબ ડાયમન્ડ્સ),પરાગ અગ્રવાલ, સહ સ્થાપક અને સીઇઓ, ફિયોના ડાયમંડ્સે નોંધ્યું હતું કે લેબગ્રોન ડાયમંડના વિકાસ માટેના મુખ્ય પડકારો જાગૃતિ, વિતરણ,દેખાવ અને બેંકિંગ સપોર્ટ છે.બ્રાન્ડનો અભાવ, કાચા માલનો સતત પુરવઠો, ઘટતી કિંમતો અને શ્રેણી-વ્યાપી પ્રમોશનનો અભાવ એ પણ આ ઇન્ડસ્ટ્રીનાં પડકારજનક મુદ્દા છે.ભારતમાં 2000 થી 3000 LGD રિએક્ટર છે અને ઉત્પાદન કોઈ અવરોધ નથી,લેબગ્રોન ડાયમંડના વેલ્યુએશન માટે ઇન્ડસ્ટ્રી આ ક્ષેત્રના નિષ્ણાંતોની સેવા બેંકને આપવા તત્પર છે.

GJEPC ચેરમેન વિપુલ શાહ કહે છે  કે, માર્ચ 2022 માં, જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને ધિરાણ 6 વર્ષની ટોચે પહોંચી ગયું હતું.માર્ચ 2020 થી માર્ચ 2022 સુધી, 2 વર્ષના ગાળામાં  80,400 કરોડનું બેન્કોએ ધિરાણ આપ્યું છે.જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને ધિરાણ 35% વધ્યું છે, જ્યારે બીજા તમામ ક્ષેત્રોમાં ધિરાણ 6.7% વધ્યું છે.ઉદ્યોગનું વિઝન 2025 સુધીમાં રત્ન અને ઝવેરાતની નિકાસને 55 બિલિયન સુધી લઈ જવાનું છે.

GJEPCના વાઈસ ચેરમેન કિરીટ ભણસાલીનું કહેવું છે કે, “વર્ષ 2021-22 એ ભારતીય હીરા અને હીરાના ઝવેરાત ઉદ્યોગ માટે એક ડ્રીમ રન હતું.  બધાએ યુએસએ અને મધ્ય પૂર્વ જેવા મુખ્ય બજારોમાંથી વધતી માંગ જોઈ હતી. ભારત સરકાર તરફથી રાહતના પગલાં અને વેપાર મૈત્રીપૂર્ણ નીતિઓને ઉદ્યોગ  આ લાભ ઉઠાવી શકયો.સૌનક પરીખ કહે છે  કે,આગામી 3 વર્ષમાં નિકાસ કારોબારમાં 40% વૃદ્ધિ થવાની ધારણા હોવાથી, 10.6 બિલિયનથી 13.75 બિલિયન  સુધી આશરે 30% ધિરાણ વૃદ્ધિ થશે.બેંક દ્વારા જે ક્રેડિટ પોલિસી જાહેર કરવામાં આવી છે તેનો લાભ લેબગ્રોન મેન્યુફેકચર્સને મળે,સિવિડી/એચપીએચટીનાં કોડ અલગ રાખવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી છે.

લેબગ્રોન ડાયમંડ પર ડ્યુટી લાગુ કરવાની વાત થઇ હતી જેનો લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતમાં સુરતમાં લેબમાં તૈયાર થતાં કૃત્રિમ એટલેકે લેબગ્રોન સિવિડી અને એચપીએચટી ડાયમંડ અને ડાયમંડ જવેલરીની ડિમાન્ડ જોવા મળતાં છેલ્લા 4 મહિનામાં લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 78 ટકાનો વધારો નોંધાયો છે. એપ્રિલથી જુલાઈ દરમ્યાન લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ વધીને 4842 કરોડ થયો હતો.લેબગ્રોન ડાયમંડનું સર્ટિફિકેશન પણ વિશ્વમાં માન્ય રહેતા જાણીતી વિદેશી કંપનીઓ સર્ટિફિકેશન ની અને ગ્રેડિંગની કામગીરી કરી રહી છે.કુદરતી હીરાના વેપાર સામે કૃત્રિમ હીરાની ડિમાન્ડ વધી રહી છે.લેબગ્રોન ડાયમંડ હીરા ઉદ્યોગમાં મોટું પરિવર્તન લાવી શકે છે. લેબોરેટરીમાં કેમિકલ વરાળ ડિપોઝિશનથી ક્વોલિટી કૃત્રિમ હીરા ઉગાડવાનું સુરત-મુંબઈમાં જોરશોરથી શરૂ થયું છે.

છેલ્લા 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડનાં વેપારમાં  600% જેટલો ગ્રોથ નોંધાયો છે. વર્ષ 2017-18માં જ્યાં 1404 કરોડ નો એક્સપોર્ટ હતો.એ 2021-22 8503 કરોડ પર પહોંચ્યો છે.સુરતમાં 2500 આધુનિક મશીનરી થકી લેબગ્રોન ડાયમંડનું પ્રોડ્કશન ખુબ ઝડપથી વધી રહ્યું છે.સુરતમાં 10 મોટી ડાયમંડ કંપનીઓ અને MSME કેટેગરીના 300 યુનિટ સરેરાશ વર્ષે 2 લાખ કેરેટ લેબગ્રોનનું ઉત્પાદન કરી રહ્યાં છે.ચીનની જેમ એચપીએચટીમાં મોનોપોલી છે એમ ભારતની સિવિડીમાં મોનોપોલી ચાલી રહી છે.લેબગ્રોન ડાયમંડ કટિંગ પોલીશીંગની કંપનીઓ પણ સુરત,મુંબઈમાં વધી રહી છે. લેબગ્રોન  ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણી કહે છે કે, છેલ્લા 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી રાઇઝિંગ ઇન્ડસ્ટ્રી તરીકે ડેવલપ થઈ રહી છે. અમેરિકા સહિત યુરોપના દેશો અને મિડલ ઇસ્ટના દેશોમાં લેબગ્રોન જડિત જવેલરીની ડિમાન્ડ જોવા મળી રહી છે.બેંકો આ સેક્ટરમાં ધિરાણ વધારે તો એક્સપોર્ટ હજી વધી શકે છે.

Most Popular

To Top