Entertainment

કાવ્યાની ફ્રેશનેસ કેટલી ફળશે?

ફિલ્મો ભલે એસ્ટાબ્લિશ્ડ સ્ટાર વડે વધારે ચાલતી હશે પણ નવા સ્ટાર્સની ફ્રેસનેસ પણ ખૂબ જરૂરી હોય છે. તો કાવ્યા થાપરને જોવા તૈયાર થઈ જાવ. અલબત્ત તે બે તમિલ અને બે તેલુગુ ફિલ્મમાં આવી ચુકી છે પણ તેણે ‘તત્કાલ’નામની હિન્દી શોર્ટ ફિલ્મથી જ શરૂઆત કરેલી અને હવે ‘મિડલ ક્લાસ લવ’માં એકદમ તાજજી તાજજી બનીને આવી રહી છે. ટાઈટલ પરથી જ કહી શકો કે તે એક ટીનેજ લવસ્ટોરી છે. મધ્યમ વર્ગીય કુટુંબના હો તો પ્રેમમાં પણ મધ્યમ રહેવું પડે પરંતુ પ્રેમીઓ કાંઈ ગાંઠતા હોતા નથી. ‘મિડલ ક્લાસ લવ’માં એવા બે કોલેજ પ્રેમીઓની વાત છે જે મિડલ ક્લાસ ફેમિલી સેટઅપથી હતાશ છે. આ ફિલ્મે 16મી સપ્ટેમ્બરેજ આવી રહી છે.

કાવ્યા સાથે પ્રિત કમાની છે અને ‘શાદીમેં જરૂર આના’ની દિગ્દર્શક રત્ના સિંહા તેનું દિગ્દર્શન કરે છે. રત્ના સિંહા ‘થપ્પડ’,‘આર્ટિકલ 15’ના દિગ્દર્શક અનુભવ સિંહાની પત્ની છે અને ‘મિડલ ક્લાસ લવ’નો નિર્માતા અનુભવ જ છે. અત્યારે તે ‘ફરાઝ’,‘ભીડ’અને ‘અફવા’નો નિર્માતા છે અને ‘મિડલ ક્લાસ લવ’રત્નાને સોંપી છે. કાવ્યા થાપરને આ ફિલ્મ પોતાના માટે પર્ફેક્ટ લાગે છે. આ 20 ઓગસ્ટે જ 26 વર્ષની થયેલી કાવ્યા મુંબઈની જ છે અને ફિલ્મો પહેંલા મોડેલીંગ પણ કરી ચુકી છે. તમિલમાં ‘માર્કેટ રાજા એમબીબીએસ’માં તે પ્રથમવાર આવી હતી અને ‘મુન્નાભાઈ એમબીબીએસ’ના પ્રભાવમાં બની હતી, ગયા વર્ષની ‘એક મિની કથા’માં તે સંતોષ શોભન સાથે નાવિકા હતી. એટલે આમ જુઓ તો આ તેની બીજી પ્રેમકથા ફિલ્મ હશે. આમ પણ સલમાનખાન તેનો ફેવરિટ એક્ટર છે ને કરીના કપૂર તેના માટે ખાસ છે. કાવ્યાને આશા છે કે હમણાં ટિનેજ લવ સ્ટોરીવાળી ફિલ્મ ઓછી આવી છે એટલે તેની ફિલ્મને પ્રેક્ષક મળશે. અનુભવ સિંહાએ આ ફિલ્મ પર ખૂબ ધ્યાન આપ્યું છે એટલે હળવી કોમેડી અને રોમેન્ટિસિઝમનો સંગમ થયો છે. તો કાવ્યા માટે તૈયાર રહો. •

Most Popular

To Top