બિહારમાં ચૂંટણી પહેલા જ જંગ જામી ગયો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની રેલીઓ, સભાઓ થઈ રહી છે. જન સુરાજનાં પ્રશાંત કિશોરની યાત્રા ચાલે છે અને હવે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની આગેવાનીમાં વોટ અધિકાર યાત્રા ચાલી રહી છે. કદાચ બિહારનું રાજકારણ આટલી હદે ક્યારેય આટલું ગરમ નહિ થયું હોય. આ બધામાં જાણે નીતીશકુમાર તો ભુલાઈ ગયા છે. એક સમયે સુશાસન બાબુ તરીકે ઓળખાયેલા નીતીશકુમાર આજે બદનામ છે. વિપક્ષો એમની પર એક સાથે હુમલો કરી રહ્યા છે. બિહારની દશા ખરાબ છે. પછી એ ક્રાઈમ હોય કે ગરીબી. બધા મોરચે જાણે નીતીશ સરકાર નિષ્ફળ ગઈ છે. અને એ જ કારણે ભાજપ ચિંતિત છે.
આ બધા વચ્ચે રાહુલ અને તેજસ્વિની આગેવાનીમાં વોટ અધિકાર યાત્રા શરૂ થઇ છે એ ભાજપ-જેડીયુ માટે એક પડકાર તો બનતી જાય છે. એનો અર્થ એવો નથી કે, બિહારની ચિત્ર બદલાઈ જવાનું જ છે. વિપક્ષની સરકાર બની જ જશે. એ વાત સાચી કે નીતીશ નબળા તો પડ્યા છે. એમને નબળા પાડવામાં ભાજપ પણ જવાબદાર છે. અને નીતીશ માટે આ છેલ્લી ચૂંટણી છે. એમના પુત્ર જંગમાં છે પણ મોરચો નથી સંભાળી રહ્યા. નીતીશની ટીકાઓ થાય છે એમના શાસનની ટીકાઓ થાય છે. અલબત, ચૂંટણી જાહેર થાય એ પહેલા જનતાને આકર્ષવા માટે નીતીશ સરકારે ઘણી બધી લાભકારી યોજનાઓ જાહેર કરી છે. ફ્રી બી. એટલે કે રેવડી.
સવાલ એ છે કે, રાહુલ – તેજસ્વિની યાત્રા કેટલી અસરકારક બનશે. દસ દિવસથી વધુ સમય આ યાત્રાને થયો છે. યાત્રામાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને આ મેનેજ થયેલા માણસો તો નથી લાગતાં. હવે જોવાનું એ છે કે, લોકમન પર આ યાત્રા કેટલી અસર કરે છે. એવું બન્યું તો ભાજપ યાત્રા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ, જેમ કે વિકાસ, બેરોજગારી, સામાજિક ન્યાય, કે સરકાર સામેના પ્રશ્નો, સોશિયલ મીડિયા અને ચર્ચાઓમાં વધુ પ્રકાશિત થયા છે. અને અસરકારક રીતે આ મુદા ઉઠાવાઈ રહ્યા છે. રાજકીય ચિત્રનો ફેરફાર લાંબા સમયગાળા માટે થતો હોય છે અને તે ચૂંટણી પરિણામો, રાજકીય યોજનાઓ, અને સમાજમાં થતા પરિવર્તનો સાથે સંકળાયેલું હોય છે. એસઆઈઆર વિવાદનો મુદ્દો બન્યો હે અને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચને ઘણું બધું સાંભળવું પડ્યું છે. કોર્ટની સુચના બાદ કેટલાક ફેરફાર કરવા પડ્યા છે જે માટે પંચ અગાઉ તૈયાર નહોતું. આ મુદે ભાજપ બેકફૂટ પર છે.
એક વાત માનવી પડશે કે, રાહુલ ગાંધી પપ્પુ ઈમેજમાંથી બહાર આવી ગયા છે. એ આકરા આક્ષેપો ડર્યા વિના કરે છે. એને ખબર છે કે એના પરિણામો શું આવી શકે છે. પણ આપના નેતાઓ સામે લીધા એવા પગલાં રાહુલ સામે લઇ શકાય એમ નથી. એમના આક્ષેપો પછી ચૂંટણી પાંચની ઈમેજ દાવ પર લાગી ગઈ છે. આવું પહેલીવાર બન્યું છે. તેજસ્વી એની સાથે કદમતાલ મિલાવી રહ્યા છે. તેજસ્વી સામે પણ અનેક કેસ છે અને એનાથી વધુ કંઈ થઇ શકે એમ નથી. પણ ભાજપ, મોદી–શાહની જોડી કંઈ પણ કરી શકે છે. ચૂંટણી જીતવાનો એમને બહોળો અનુભવ છે. એમની ગેમ ઘણીવાર વિપક્ષને સમજમાં આવતી નથી. જેમ કે, મંત્રી, મુખ્યમંત્રી કે પછી પીએમ પણ કોઈ કેસમાં ૩૦ દિવસ જેલમાં રહે તો એને પદ છોડવું પડે એવું બિલ લાવી એમણે ધ્યાન હટાવવાનો તુક્કો લડાવ્યો છે. બિલ જેપીસી પાસે ગયું છે અને એમાં કોંગ્રેસ શામેલ થવા ઈચ્છે છે પણ બાકીના પક્ષો વિરોધમાં છે.
નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી હશે પણ આજે ય એ દેશનાં સૌથી લોકપ્રિય નેતા છે. અમિત શાહ બધા પાસા ફેંકી ધાર્યા પરિણામ લાવી શકે છે. એટલે રાહુલ- તેજસ્વી આ યાત્રાથી જ ચિત્ર બદલાઈ જશે એવું માને તો એ એમની રાજકીય ભૂલ ગણાશે. પણ એમના મનમાં પણ કૈક ચાલતું તો હશે જ. આ બધા વચ્ચે જન સુરાજ પાર્ટીને થોડું તો થોડું સમર્થન મળી રહ્યું છે એ બંને બાજુએ ઘાતક નીવડી શકે છે.
દિલ્હીમાં ફરી આપ પર દરોડા …
આપના નેતા સૌરભ ભારદ્વાજને ત્યાં ઇડીનાં દરોડા પડ્યા છે. હોસ્પિટલનાં બાંધકામ પ્રોજેક્ટ સંદર્ભે આ દરોડા પડ્યા છે. ઇડીએ લાંબો સમય તપાસ કરી છે પણ હજુ કશું કઈ નક્કર મળ્યું હોય એમ લાગતું નથી. આપ તો કહે છે કે, આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે એ વિભાગના મંત્રી સૌરભ હતા જ નહીં. સૌરભે દરોડા બાદ કહ્યું છે કે, એ ડરતા નથી, વિજય થઇ બહાર આવશે. ઈડી અને અન્ય એજન્સીઓ દ્વારા આપના નેતાઓ સત્યેન્દ્ર જૈન, તાહિર હુસૈન, મનીષ સિસોદિયા, સંજય સિંહ, રાઘવ, આતિશી અને અરવિંદ કેજરીવાલ સામે કેસ થઇ ચૂક્યા છે. નેતાઓ જેલમાં પણ રહ્યા પણ આખરે જામીન પર બહાર આવ્યા. ઈદી એમની સામે કોઈ સબળ પુરાવા રજુ કરી ના શકી. પછી એ મની લોન્ડરિંગ હોય કે દારુ સ્કેમ.
છેલ્લા 6–7 વર્ષમાં લગભગ બધા મુખ્ય AAP નેતાઓ ED/CBIના નિશાને આવ્યા.મોટાભાગના કેસોમાં લાંબા સમય સુધી તપાસ અને કોર્ટ કેસ ચાલે છે, પણ સાબિતી નબળી હોવાથી અંતિમ ચુકાદો આવ્યો નથી. AAP આને “રાજકીય બદલો”કહે છે, જ્યારે BJP તેને “AAPના ભ્રષ્ટાચારનો પુરાવો”કહી રજૂ કરે છે. આ લડાઈ લાંબી ચાલવાની છે, એનું નુકસાન આપને થઇ ચૂક્યું છે. અને અત્યારે દિલ્હીમાં ભાજપની સત્તા છે. અરવિંદ કેજરીવાલ દિલ્હી કરતા વધુ પંજાબમાં જોવા મળે છે. એમની ઈમેજ ખરડાઈ છે અને રાષ્ટ્રીય રાજકારણમાં એમનું વજન ઘટ્યું છે. આગામી સમયમાં આપ માટે રાજ્યોની ચૂંટણી ટેસ્ટ સમાન બનવાની છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.