Charchapatra

તમે કેટલા સુખી છો એની તમને ખબર કેમ નથી?

ખરેખર આપણે ઇમાનદારી અને પ્રામાણિક રીતે વિચારીએ તો આપણને આપણી હેસિયત લાયકાત ઓકાત કરતા બહુ વધારે મળ્યું છે જો તમે બે ચાર મહિના સુધી ડોક્ટરની મુલાકાત ના લો તમારી તબિયત સારી રહે છે એ સૌથી મોટી ભેટ બરકત છે. કેમ કે ઉપરવાલાએ પૈસામાં નહીં તમારી તંદુરસ્તીમાં બરકત આપી દીધી. ઋતુ બદલાઈ જાય આપણા ગયા વરસે લીધેલા ગરમ કપડા કે રેઇન કોટ કે છત્રી આ વરસે પણ ચાલી જાય અને નવા લેવા ના પડે એ પણ કુદરતની બહુ મોટી ભેટ છે. કેમ કે હજુ પણ તમે ફિટ અને ફાઇન છો. તમારા ઘરે અચાનક મહેમાન આવી ચડે અને તમારા ઘરની રસોઈ પુરતી થઈ પડે અને વધારાનું ભોજન કોઈ જરૂરિયાતમંદને પણ કામમાં આવી જાય તો એ કુદરતની કમાલ છે.

તમે કોઈ મોટું અગત્યનું કામ તમે જેટલા સમયમાં ધાર્યું હોય એના કરતા પણ જલ્દી આરામથી પતિ જાય એ પણ કુદરતની બહુ મોટી ભેટ છે. તમે તમારા પત્ની માતાપિતા સંતાનો સાથે આરામથી રહો છો સ્વસ્થ છો તંદુરસ્ત છો એ પણ કુદરતની બહુ મોટી ભેટ છે. યાદ રાખો તમે સુખી છો સુખ તમારી આસપાસ છે. કુદરતે તમને ડગલે ને પગલે બરકત અને આશીર્વાદ આપ્યા છે. પણ આપણે એનો અહેસાસ કરતા નથી. આપણે જે મળ્યું છે એની સામે કોઈ દિવસ જોતા જ નથી અને મને આ નથી મળ્યું પેલું નથી મળ્યું ની ખોટી ખોટી બુમો પાડીએ છે. જો તમને જે મળ્યું છે એના માટે માલિકનો આભાર માનતા રહેશો તો કુદરત તમને માંગ્યા કરતા પણ તમારી ઇચ્છા કરતા પણ વધુ ને વધુ આપશે હમેશા સંતોષી બનો તૃપ્ત થઈ જાવ સુકુન અને શાંતિનો અહેસાસ કરો તમે સુખી છો જ
સુરત     – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top