Dakshin Gujarat

અંકલેશ્વરમાંથી ચોરાયેલી બાઈક મધ્યપ્રદેશના જંગલોમાં કઈ રીતે પહોંચી? પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

ઝઘડિયા: ગુજરાતમાંથી (Gujarat) બાઈક (Bike) ચોરી (Theft) કરતો ઈસમ ઝઘડિયા પોલીસને હાથે ઝડપાયો હતો. ગુજરાતમાંથી બાઈક ચોરી મધ્યપ્રદેશના (Madhya Pradesh) જંગલમાં (Forest) છુપાવી તસ્કરી કરતાં શખ્સને ઝઘડિયા પોલીસે (Police) ઝડપી પાડ્યો હતો. સાત મહિના પહેલા રાજપારડી પોલીસે આવો જ પરપ્રાંતીય આરોપી પાસેથી મધ્યપ્રદેશ રાજ્યમાંથી ૩૧ મોટર સાઈકલ ઝડપી પાડી હતી.

  • પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
  • મધ્યપ્રદેશના જંગલમાંથી 6 બાઈક મળી આવી
  • ચોરીનો ભેદ ઉકેલ્યા બાદ એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો

ઝઘડિયાના ઉમલ્લા PSI વી.આર.ઠુમ્મર અને સ્ટાફે મોબાઈલ પોકેટ કોપ તેમજ ઈ ગુજ્કોપનો ઉપયોગ કરી ઉમલ્લામાં રાજપીપળા તરફ મોટર સાઈકલ લઈને જતા એક શંકાસ્પદ ઇસમને રોકીને તપાસ કરતાં આ મોટર સાઈકલ અંકલેશ્વરમાંથી ચોરી હોવાનું સામે આવતાં પોલીસે સઘન પૂછપરછમાં ચોર ધુંધેરીયા અમરસિંગ સોલંકી (રહે.ઘોઘલપુર,મધ્યપ્રદેશ)એ કબુલાત કરી હતી કે ગુજરાતમાંથી ઘણી જગ્યાએથી તેમના સાગરિત સાથે મોટર સાઈકલોની ચોરી કરીને પોતાના વતન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં ઘોઘલપુરના જંગલમાં છુપાવી દેતા હતા. જેથી પોલીસે મધ્યપ્રદેશના જંગલમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરી છ બાઈક કબજે કરી હતી. પોલીસે વાહનચોરી પ્રકરણમાં વોન્ટેડ આરોપી કૈલાશ ઇસરીયા સોલંકી (રહે-ઘોઘલપુર, મધ્યપ્રદેશ)ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

અંકલેશ્વરમાં રૂ.10 લાખથી વધુના ટાયર-ટ્યુબની ચોરીમાં સુરતના 3 શખ્સો પકડાયા
અંકલેશ્વર: ઉત્તરપ્રદેશનો ટ્રક ચાલક રમેશલાલ યાદવ અને ક્લીનર ગત તારીખ 25મી જાન્યુઆરીએ બોમ્બે હરિયાણા રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટનું કન્ટેનર લઈ તમિલનાડુના પેરામ્બૂરમાં આવેલી એમ.આર.એફ કંપનીના ત્રિચી પ્લાન્ટ પરથી ટાયર અને ટ્યુબ મળી 10.13 લાખનો મુદ્દામાલ કન્ટેનરમાં ભરી તમિલનાડુથી અમદાવાદ જવા નીકળ્યા હતા.

આ ટ્રક અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક હાઇવેની બાજુમાં સિલ્વર સેવન હોટલના કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને તેમાંનો તમામ સામાન સગેવગે થયો હોવાનું માલૂમ પડ્યું હતું. જે અંગે શહેર પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર સામે ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ મામલામાં પોલીસે ટાયરો ખરીદનાર સુરતમાં રહેતા મુકેશ વણઝારા, શંકર વણઝારા અને લાખા વણઝારાની ધરપકડ કરી છે અને તેઓ પાસેથી 114 નંગ ટાયર કબ્જે કરી ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Most Popular

To Top